SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] શ્રી પદ્માવતીની મૂર્તિ ઘણી જ ચમત્કારી હોવાનું જાણવા મળ્યું છે. પાદલિપ્તસૂરિકૃત ‘નિર્વાણકાલિકા' માં લખ્યું છે તેમ ભગવાન પાર્શ્વનાથજીનાં અધિષ્ઠાત્રી શ્રી પદ્માવતીજી માતાજી સુવર્ણવર્ણા છે. કર્ણાટકમાં તેમનાં મંદિરો છે. જિનાલયોમાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુના પાષાણ તેમ જ ધાતુનાં પ્રતિમાજીઓ સાથે અને ક્યાંક ભિન્ન રીતે શ્રી પદ્માવતીજી માતાજીનાં પ્રતિમાજીઓ વિરાજમાન છે, તે ખૂબ જ મનનીય છે. દક્ષિણ ભારતમાં શ્રી પદ્માવતીજીનો પ્રભાવ અતિશય પ્રબળ જણાય છે. ત્યાંનું હુમચ એ આ પદ્માવતીદેવીનું સુવિખ્યાત સ્થાનક છે. તિરુપતિમાં પણ તળેટીના નગરમાં જ પદ્માવતીનું જુદું મંદિર છે. સાધનાક્ષેત્રે વિચારતાં જણાય છે, કે દેવી પદ્માવતીજી મોક્ષમાર્ગમાં સહાયક છે, પ્રભુભક્તિમાં સહાયક છે, સૌભાગ્યની વૃદ્ધિ કરનારી છે. શ્રી જિનશાસનનું રક્ષણ કરનારી આ મહાદેવીનો મહિમા વર્તમાન સમયમાં ખૂબ જ પ્રબળ છે. તેના શરણમાં જનારને ભય-શોક-ચિંતા રહેતાં નથી. જેમની ભક્તિ કરવાથી શક્તિ વધે છે, અશક્ય શક્ય બને છે અને મનના સર્વ મનોરથો પૂરા થતા હોવાનું કહેવાય છે. શ્રી પદ્માવતીજીના મહિમા વિષે આ ગ્રંથમાં જ પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ. સા. તથા વિધિકાર શ્રી જશુભાઈ શાહે સુંદર પ્રકાશ આપ્યો છે. પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી દેવરત્નસાગરજી મ. સા. નું સાન્નિધ્ય પણ અમને ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેમાળ લાગણી અને વાત્સલ્યભાવથી આ આયોજન સમૃધ્ધ બની શક્યું છે. જપસાધના કોઈ પણ મંત્રનું સ્મરણ કરવું એનું નામ જપ, જપનો મંત્ર બહુ લાંબો ન હોવો જોઈએ. અકાટ્ય શ્રદ્ધાપૂર્વક મંત્રજાપ કરવાથી તે મંત્ર ફળદાયી બને છે. વૈદિક શાસ્ત્રોમાં અને લોકમાં એમ કહેવાયું છે કે કૃતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી અને દ્વાપર યુગમાં પૂજન કરવાથી જે સિદ્ધિ મળે છે, તે ઈષ્ટદેવનાનામજપથી કળિયુગમાં પ્રાપ્ત થાય છે. પતંજલિ મુનિએ યોગદર્શનમાં પણ પ્રણવમંત્રની સિદ્ધિ માટે સૂત્રથી જપ કરવાનું તથા તેની અર્થભાવના કરવાનું સ્પષ્ટવિધાન કરેલું છે. ભૂતશુદ્ધિતંત્રમાં પણ કહેવા મુજબ જપ કરતી વખતે બહારના વિષયોને મનથી સદંતર દૂર કરવા. અને ગીતામાં પણ સ્પષ્ટ કહેવાયું છે, કે શરીર વિભૂષાનો ત્યાગ કરીને મેલા રહેવું એ સહેલું છે, ઇન્દ્રિયોનો નિરોધ કરવો એ પણ સહેલો છે, પણ ચિત્તની વૃત્તિઓને અહીંતહીં જતી રોકવી એ કામ અત્યંત દુષ્કર છે. અને તેથી જ મંત્રવિશારદો કહે છે કે જપ કરતી વખતે આળસ મરડવી નહીં, ભયભીત થવું નહીં, નાભિ નીચેનાં અંગોનો સ્પર્શ કરવો નહિ, સીવેલાં વસ્ત્રો પહેરીને મંત્રજપ કરવો નહિ, નગ્ન થઈને મંત્રજપ કરવો નહીં, અન્યોની ઉપસ્થિતિમાં, આસન બિછાવ્યા વિના, ગમન સમયે, શયન સમયે, ભોજન સમયે અને ભ્રમિત ચિત્ત આદિ જેવા અનેક પ્રસંગોએ મંત્રજપનો નિષેધ કરેલ છે, જ્યારે માનસજપ સર્વ અવસ્થામાં કરવામાં કોઈ દોષ નથી. અલબત્ત, તેમાં પણ જેટલી શુદ્ધિ તેટલો વધુ લાભ. પ્રાણાયામ સહિત થતા જપનું ફળ વિશેષ (સગર્ભ) છે. જપ સાથે તપ હોય તો જપ વધારે બળવાન બને છે. આથી જ સુજ્ઞ આરાધકોએ મંત્રજપ દરમ્યાન ઉપવાસ, આયંબિલ, એકાસણું, બિઆસણું કે પાંચ વસ્તુઓનો ત્યાગ – એમાંથી જે શક્યતા હોય, તદનુસાર તપ અવશ્ય કરવું. ટૂંકમાં સ્વને પરમ સત્યમાં વિસર્જિત કરી દેવામાં જ સાધનાની સાર્થકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy