SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પોતાના ઉપર થયેલા પ્રભુજીના ઉપકારોથી જ ભગવાનનો મહિમા વિશેષ કરવા, અનેકને જિનશાસનમાં આકર્ષીને, ખેંચીને જોડવા, રક્ષવા આદિના માધ્યમથી ઉપકાર કરી શકે છે. એટલે કોઈ પ્રભુભક્તિમાં સહાય માટે, કોઈ પોતાનાં દુઃખદર્દી ટાળવા માટે આ પ્રભાવશાળી દૈવી શક્તિનો ઉપયોગ કરે છે, તેની ભક્તિ કરે છે, મંત્રજાપ કરે છે, પૂજન કરે છે. શક્તિ પૂજાય છે એ નક્કર હકીકત છે, અને સમકિતવંતની શક્તિનો ઉપયોગ ઉપકારસભર હોય તેથી જજગતમાં એવી મહાદેવીઓનું જોરદાર વર્ચસ્વ છે. લક્ષ્મીજી અને સરસ્વતી એ દેવીઓ નામ અને રૂપથી શાશ્વત છે, વિશ્વવ્યાપક છે. અપાર શ્રદ્ધાપૂર્વક એ દેવીઓના મંત્રજાપથી એ દેવીઓ કાર્યસિદ્ધિમાં સહાયક બને છે. લક્ષ્મી એ શક્તિ છે, સરસ્વતી એ જ્ઞાન છે. જ્ઞાન અને શક્તિ એ ચૈતન્યગુણ છે અને ચૈતન્ય દ્રવ્યમાં વ્યાપક છે. તેમનાં તીર્થો પણ છે. મૂર્તિમાં નારી સ્વરૂપે છે છતાં ગુણતત્ત્વ છે. અદૃશ્ય છતાં પણ નામથી દૃશ્યપણે છે. અગ્નિ હોય છતાં ધુમાડો ન હોય તે બને, પણ ધુમાડો દેખાતાં જ અગ્નિ હોવાનું ચોક્કસ થાય છે. ચોવીસ તીર્થકરોને અધિષ્ઠાયિકા દેવીઓ છે જ, કોના કોનાં દેવદેવીઓનું ચ્યવન થઈ ગયું છે તે તો જ્ઞાનીઓ જાણે, છતાં મહાદેવી પદ્માવતીજીનો મહિમા અત્યારે વિશેષ દેખાય છે અને ૧૬,000 દેવદેવીઓના પરિવાર પર આધિપત્ય ધરાવતાં હોવાનું કહેવાય છે. શ્રી પાર્શ્વનાથજી ભગવાન, પાર્શ્વયક્ષ, ધરણેન્દ્રદેવ પદ્માવતી યક્ષિણીદેવી એ બોલાતાં નામે ત્રણે એક રાશિમાં છે એમ કહી શકાય. પદ, પદ્મ, પદ્માવતી, એ મહામંગલકારી છે. પદ એટલે અધિકાર, જે મહાદેવીઓનાં નામોમાં પ્રથમ છે. પદ્મ એટલે કમળ એ વિષ્ણુ ભગવાનના હાથનું ચિહન છે. દેવયોનિ અને મનુષ્યયોનિ તે ઉત્તમ છે. મનુષ્યગતિમાં, નારીજાતિમાં સર્વશ્રેષ્ઠ જાત પદ્મિની નારી કહેવાય છે. ચક્રવર્તીનાં ચૌદ રત્નોમાં આવાં સ્ત્રીરત્નોનો સમાવેશ હોય છે, જ્યારે દૈવી સ્ત્રીઓમાં પદ્માવતી શ્રેષ્ઠ કક્ષાની સમ્યગદૃષ્ટિ દેવી છે, મહાન ઉપકારી છે, મોક્ષસાધનામાં સહાયક છે, શક્તિ અગાધ છે, જે સર્વઅમંગલોનો નાશ કરનારી છે, ભાવિક ભક્તોનું કલ્યાણ કરનારી છે, જેમનાં દર્શન માત્રથી હૃદયમાં શાંતિનું પ્રાગટ્ય થાય એવાં મહાદેવી જગદંબાનું આસન કુકર્કટજાતિનો સર્પછે, તે પદ્માવતી દેવીના મસ્તક ઉપર પાર્શ્વનાથજીનું છત્ર છે, એટલે પ્રભુજીની પ્રભા તે દેવીના મસ્તકના બ્રહ્મરંધ્રુવિભાગે સ્થિર રહે છે-જ્યારે અન્ય અધિષ્ઠાયિકા દેવીઓને મસ્તક ઉપર પ્રભુની આજ્ઞા હોવા છતાં દૃશ્યપણે હોતું નથી. આ દેવદેવીઓની વૈક્રિય કાયા છે, તેમનો જન્મ ગર્ભથી ન થતાં ઉપપાતશયામાં થાય છે. મનુષ્યોની જેમ તેમનું નામ પાડવામાં આવતું નથી, પૂર્વભવોના પુણ્યના સરવૈયા રૂપે રૂપલક્ષણોથી તેમનાં નામનિક્ષેપો શાશ્વત હોય છે. આ પદ્માવતીજીનાં સ્વતંત્ર તીર્થો પણ થયેલાં છે. ત્યાં પણ તેમના શિર પર શ્રી પાર્શ્વનાથજી પ્રભુના પ્રતિમાજી વિરાજમાન છે. રાયપુર - દાદાવાડીમાં શ્રી પદ્માવતીજી માતાજીનું સ્વતંત્ર મંદિર ખૂબ જ પુરાણું છે. યતિશ્રી ટીકમચંદજીએ પ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે. એ જ રીતે મદ્રાસ નગરમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy