SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] કરવું. તેને પુરુષો શ્રદ્ધા કહે છે. શ્રદ્ધાનો વાસ્તવિક ઉપયોગ એ જ છે કે એનાથી વસ્તુની પ્રાપ્તિ થાય. શ્રદ્ધા એ ચિત્તની એક ન છોડી શકાય એવી પ્રકૃતિ છે. શ્રદ્ધાનો અભાવ કદી સંભવે જ નહીં. જે જાતની જે માણસની શ્રદ્ધા હોય તેવું તેમનું ચારિત્ર્ય ઘડાય છે. શ્રદ્ધા-આયોજન-શ્રમ, આ ત્રણે મળીને સફળતા પ્રાપ્ત થાય છે. મંત્રયોગનાં સોળ અંગોમાં ભક્તિને પ્રથમ મૂકી છે. એનો અર્થ આ ભાવભરી શ્રદ્ધા જ છે. શ્રદ્ધા નહીં તો સિદ્ધિ નહીં. ઘણી વાર બુદ્ધિ શંકા, વિવાદ અને તર્ક ઉઠાવે છે, જ્યારે શ્રદ્ધા સમાધાન અને તત્ત્વને વળગે છે. જ્યાં બુદ્ધિ વિચારમાં પાડી દઈને કશું કરાવી શકતી નથી, ત્યાં શ્રદ્ધા મહાપરાક્રમ કરાવી વિજય અપાવે છે. શ્રદ્ધા મનુષ્યના હ્રયની લાગણી -ભાવના છે. બુદ્ધિના વાદથી તે પર છે. એવી એ શ્રદ્ધાએ જ આ ગ્રંથ આપના કરકમલોમાં મૂકવા અમને ઉત્સાહિત કર્યા છે. શાસનદેવી પદ્માવતી એક માતૃહૃદયા, સાત્ત્વિક શક્તિસ્વરૂપ દેવી છે, તેના હૈયામાં અપાર કરુણા ભરેલી છે. અને તેથી જ આપણા પ્રભાવક પૂર્વાચાર્યોએ પ્રસંગે પ્રસંગે અનેક સ્થળે સ્તુતિવંદના કર્યાના દાખલા પૂર્વકાલીન ગ્રંથોમાં જોવા મળે છે. વર્તમાનમાં વિચરતા શ્રી ભક્તિસૂરિ સમુદાયના શાસનપ્રભાવક પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજશ્રીએ સિદ્ધ કરેલા શ્રી પાર્શ્વ-પદ્માવતીના મંત્રજાપ દ્વારા અનેક લોકોને શારીરિક દર્દોમાં ધાર્યું સુંદર પરિણામ લાવી આપ્યાનું કહેવાય છે. પ્રભુના ભક્તજનોનો જ્યાં જ્યાં આર્ત હૃદયે પોકાર થયો છે ત્યાં ત્યાં ભક્તોની આપત્તિઓનાં ઘેરાયેલાં વાદળો માતા પદ્માની સહાયથી તત્કાળ દૂર થયાના સેંકડો દાખલા પૂજ્યશ્રી પાસેથી જાણવા મળે છે. આ દિશામાં પ.પૂ.આ.શ્રી ભુવનશેખરસૂરિજી મહારાજશ્રી, પૂ.પં.શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજશ્રી અને ઉત્તર ગુજરાત તરફ વિચરતા પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મહારાજ સારો પ્રકાશ પાડતા રહ્યા છે. આમાં શ્રદ્ધાબળ મહત્ત્વનું કામ કરે છે. અમારી પાસે હજુ એવાં કેટલાંક શુભ નામો છે જેઓ પદ્માવતી સાધનામાં ખૂબ જ આગળ વધ્યાં છે. એ પૂજ્યશ્રીઓના અનુભૂતિ પ્રસંગો ક્યારેક અનુકુળતાએ આલેખશું. સાધક અને સાધના કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ અર્થે વ્યવસ્થિત પ્રયત્નો કરવા તેનું નામ સાધના. તેના સ્વરૂપનો અને તેના પ્રકારનો આધાર સાધ્ય શું છે તેના ઉપર છે. સત્તા, કીર્તિ, લક્ષ્મી આદિ માટેની ક્રિયામાં મનની એકાગ્રતા કેળવાય છે તેમ સાધના માટે પણ ચિત્તને અન્ય દિશામાંથી વાળવું અનિવાર્ય છે. સાધના એ જીવનની એક કળા છે. અનંતજ્ઞાનીઓએ જે માર્ગો ઉપદેશ્યા, તે માર્ગે ચાલવાથી સાધકને સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. માનવજીવન-સંસાર, જન્મ-મૃત્યુની ધરી ઉપર નિરંતર ફર્યા જ કરે છે. તેમાં પૂર્ણતાના લક્ષ્યને નજર સમક્ષ રાખી ગતિ કરવી તેનું નામ સાધના છે. સાધનામાં સહજતા, સરળતા અને સ્પષ્ટતા અવશ્ય હોવાં જોઈએ. દરેક પંથ અને પરંપરાની સાધનાનાં બે રૂપ હોય છે - સામાન્ય અને વિશેષ. પાતંજલ યોગસૂત્રમાં સામાન્યને પુનર્વિચાર કહેલ છે અને વિશેષને યમ કહેલ છે. પાંચ યમની રક્ષા માટે પાંચ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy