SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૧ વિધિ : આ ઉપાસના શ્રી પદ્માવતી કલ્પની છે, સંપૂર્ણ ફલદાયક છે. સતત ૨૧ દિવસ સુધી રોજ રાત્રિના સમયે આ મંત્રના ૫૦૦૦ જાપ કરવા. શુભ દિવસ અને પોતાનું ચંદ્રબળ જોઈ એક પાટલા ઉપર એક ચોરસ લાલ વસ્ત્ર પાથરવું. તેના ઉપર પીળું અને તેના ઉપર આગળ બતાવેલો યંત્ર દોરેલું શ્વેત વસ્ત્ર રાખવું. યંત્ર ચંદન-કેસરની શાહીથી દોરવો અને તે યંત્રયુક્ત વસ્ત્ર પાટલા ઉપરના પીળા વસ્ત્ર ઉપર રાખવું. પછી તે યંત્ર ઉપર સવા શેર જવની ઢગલી કરવી. તેના ઉપર માટીનો નાનો કુંભ રાખવો. કુંભમાં ચંદન-કેસરથી પૂજા કરી એક સોપારી મૂકવી. તેના ઉપર માટીના કોડિયામાં ગાયના ઘીનો દીવો કરવો. દીવો મૂકતાં પહેલાં સોપારી ઉપર એક સુગંધી ફૂલ ચડાવવું. કુંભ ઉપર માટીના કોડિયામાં ઘીનો દીવો કરવામાં કોડિયામાં સૂત્રની વાટ આડી રાખવી, ઊભી વાટ નહીં. કોઈ પણ દેવીની ઉપાસનામાં આડી વાટ જ રાખવાની હોય છે. દેવીની ઉપાસનામાં આવી વાટ અને દેવની ઉપાસનામાં ઊભી વાટ રાખવાનું ખાસ ધ્યાન રાખવું. ઘણી વાર વિધિ ખોટી થતી હોવાથી ઉપાસનાનું ફળ મળતું નથી. બીજી ખાસ સૂચના : આ પદ્માવતી મંત્ર ૨૧ અક્ષરનો છે અને તે મંત્ર પદ્માવતી કલ્પમાંથી લીધો છે. તે મંત્રમાં ફકત ૐકાર છે, એક જ બીજ છે, બીજાં કોઈ પણ બીજ મંત્રની આગળ કે પાછળ મૂકયાં નથી. તો, જો ફળ મેળવવું હોય તો આ મંત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી બીજા બીજમંત્ર મૂકવાની ઇચ્છા રાખવી નહીં. માટીના ૧૦૮ મણકાની માળા બનાવવી. માટી તળાવમાંથી લાવવી અથવા કુંભારને ત્યાંથી લાવવી. તેના ૧૦૮ મણકા (પારા) બનાવી તેને બે છાણાં વચ્ચે ગોઠવી છાણાં સળગાવવાં. તે તદ્દન ઠરી જાય. બુઝાઈ જાય ત્યારે મણકા કાઢી તેને મજબૂત જાડા પાકા દોરામાં પરોવી, જાપ માટે માળા પહેલેથી જ તૈયાર કરી રાખવી. માટીના મણકાની માળાથી રોજ ૫૦૦૦ જાપ કરવા. ૨૧ દિવસનું અનુષ્ઠાન છે. બમણું ૪૧ દિવસનું થાય. જાપમાં બેસતી વખતે મનમાં જે કંઈ મેળવવાની ઇચ્છા હોય તેનો સંકલ્પ કરવો. બાદ પદ્માવતીની સ્તુતિ બોલી જાપ ચાલુ કરવા. મહામાયા શ્રી ભગવતી પદ્માવતી માની સ્તુતિ : કાવ્યરચયિતા : મહાકવિ મહાયોગી યતિરાજ શ્રી દિવ્યાનંદજી શ્રીજી મ. પાટણવાવ. (ઇદ અનુરુપ અને વસંતતિલકા, રાગ ભક્તામર.) (અનુષ્ટ્રપ છંદ) - શ્રી ધરણેન્દ્રની રાણી, પાર્શ્વ શાસન રક્ષિકા, પદ્માવતી મહાદેવી, દિવ્ય દેહી સુવાસિકા. (વસંતતિલકા છંદ, ભક્તામર રાગ) કેવું હસે વદન દિવ્ય શશાંક જેવું ! શી તેજરાશિ ચમકે મુખ પડા કેવું ! વિદ્યુતું સમી દમકતી શુચિ દામિની શી, પદ્માવતી પરમ સુંદર શોભતી શી ! ૧. (અનુ.) નાસિકા સારિકા જેવી કેશ કુંચિત સુંદરા, પદ-પાની સહે ખેલે કેશાવલી મનોહરા. ૨. (વસંત.) તે શ્યામ અંજન દગે, શુચિ ભવ્ય ધારે, શા દીપતા નયન પંકજ તેજ સારે; ને રકૂત પંકજ સમાં કુચ પદ્મ શોભે, શો દિવ્યહાર સહુનાં મનને પ્રલોભે ! ૩. (અનુ.) સ્મિત ને હર્ષથી કેવી ભાસતી મુખની છટા ! ગુલાબી ગાલ ને નેત્રે દીસતી ગુલની ઘટા. ૪. (વસંત.) તું પદ્મિની પરમ પ્રેમ તણી જ માસી, તું ચંદ્રિકા ચિત્તહરા, ચતુરા સુવાસી; કુંભસ્તની કનક રંગ સુકેશ ધારે, તું પ્રેમનું પરમ પાત્ર પવિત્ર પ્યારે. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy