SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ] મંત્રવિધાન : કોઈ પણ પ્રકારની મંત્રસાધના કરનારા સાધકની પાસે પ્રથમ તેના દેહના રક્ષણનું, પોતાની આત્મરક્ષાનું સાધન હોવું અત્યંત જરૂરી છે. નહીં તો સાધક જ્યારે ભયમાં મુકાઈ જાય ત્યારે તેનું જીવન બરબાદ થઈ જાય છે. માટે સાધના કરતાં પહેલાં આત્મરક્ષાનો મહામંત્ર અવશ્ય કંઠસ્થ (મોઢે) કરી લેવો. જાપ કરતાં પહેલાં ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું મનોમન સ્મરણ કરી, નમસ્કાર કરી, તેનો આત્મરક્ષા મહામંત્ર મનોમન ૩ થી ૭ વા૨ બોલી જઈને પછી જાપ ચાલુ કરવાથી અવશ્ય રક્ષા થશે. આ મહામંત્ર બખ્તર જેવું આત્મરક્ષાનું કામ કરશે. રોજ આ મંત્ર ૨૭ વખત બોલવાથી તેનું-આત્મરક્ષાનું બળ વધે છે. મહાવશીકરણ વિધા - પદ્માવતી મહામંત્ર : ॐ नमो भगवते त्रिनेत्राय त्रिभुवन स्वामिनी भुवनेश्वरी મંત્ર ૧ : સર્વ સમિહિતાર્થ સંપાટ્િની ધરણેન્દ્ર પદ્માવતી મન સમિહિત [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્ર ૨ : ૐ નમો ભગવતે ત્રિનેત્રાય ત્રિભુવન સ્વામિની મુવનેશ્વરી સર્વસમિહિતાર્થ સંપાદ્રિની जयकारिणी पातालस्वामिनी अचल लक्ष्मी प्रदायिनी धरणेन्द्र पद्मावती मम समिहितं त्रिभुवन वश्यं कुरु કુરુ । ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરી પાણીથી મુખ ધોવાથી સર્વ જન વશ થાય. ૫૧૦૦00 જાપ દ્વારા આ મંત્ર સિદ્ધ કરવો. પછી જેને વશ કરવા હોય તે, દુશ્મન પણ આ મંત્રથી સ્વાધીન થઈ જાય છે. વશીકરણ માટે આ અદ્ભુત મહાપ્રભાવી વિદ્યા છે. શ્રી પદ્માવતી ત્રિપુર કામસાધન મહાવિધા : ॐ आँ क्रोँ ह्रीँ हैं क्लीं देवी पद्मावती त्रिपुर कामसाधिनी दुर्जन मति विनाशिनी त्रैलोक्य क्षोभिणी श्री पार्श्वनाथोपसर्गहारिणी क्लीँ ब्लू मम दुष्यन् हन हन क्लीं मम कार्याणि साधय साधय हूँ फुट् स्वाहा । વિધિ : સવારે શુદ્ધ થઈ, દીપ-ધૂપ કરી, પૂર્વાભિમુખે બેસી, દરરોજ ૧૦૮ વાર મંત્ર જપવાથી સાધકને ધનલાભ થાય અને તેની દેહરક્ષા થાય. આ મહાવિદ્યા છે, જે અતિ મહાપ્રભાવશાળી છે, અવશ્ય જપવા લાયક છે. એનાથી માણસનાં તમામ સંકટો, દુઃખો દૂર થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. સાધકે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી આ દિવ્ય મંત્રની આરાધના કરવી. ભગવાન શ્રી પાર્શ્વનાથજી તથા મહામાયા પદ્માવતી દેવી સાધકને સ્વપ્નમાં દર્શન આપે છે, અને સાધક દરેક વાતે જરૂર સુખી થાય છે, ને તેને સારો, ઉત્તમ બીજો જન્મ મળે છે. શ્રી પદ્માવતી મહામંત્ર - શાબર મહામંત્ર : ॐ पद्महस्ती पद्मासणी सिंदुर वरणी त्रैलोक्य प्यारी हृदय सम आदिकुमारी पद्मावती पद्मगंजनी मम मनोवांछित पूरय पूरय । વિધિ (અને ખાસ સૂચના) : આ અતિ અદ્ભુત મંત્ર છે. સવારે અથવા રાત્રિના સમયે શુદ્ધ થઈ નિત્ય આ મંત્રના ૫૦૦ જાપ કરવાથી મનોકામના અવશ્ય સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી. ખાસ નિત્ય જપ કરવા યોગ્ય મંત્ર છે, ખૂબ જ અદ્ભુત મહાવિદ્યા શાબરી છે. દરરોજ નક્કી કરેલા સમયે મંત્રજાપ કરવા બેસી જવું જરૂરી છે. સમય ફરવો ન જોઈએ. વગરવિધિએ, કેવળ ભકિત અને હૃદયના ભાવથી જો આ મંત્ર જપવામાં આવે તો મનમાં ઇચ્છા કરશે તે હાજર થશે. શ્રી પદ્માવતી ઉપાસના અને તેની વિધિ, સાક્ષાત્ પ્રત્યક્ષ પદ્માવતી મહામાયાનો મંત્ર શ્રી પ્રત્યક્ષ પદ્માવતી મહામંત્ર : ॐ पद्मावती पद्मकोषे वज्र वज्रांकुशे प्रत्यक्षा भवति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy