SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૮૯ કંકુ-ચોખા નાખવાં. ૧ સોપારી અંદર મૂકવી. શુદ્ધ થઈને આ બધી જ વિધિ કરવી. એક ટાઈમ ભોજન કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. મધ્યરાત્રે જાપ કરવા બેસવું. માટીના મણકાની માળાથી દરરોજ ૧૧૦૦ મંત્રજાપ કરવા. ૨૧ દિવસ જાપ કરવાથી પદ્માવતી જરૂર સિદ્ધ થશે. વિપ્ન આવે તો છોડવું નહીં. પ્રાયઃ ત્રણ વખત વિપ્ન આવશે. શ્રી પદ્માવતી મોહિની મંત્ર - ॐ पद्यावती पद्यनेत्री पद्यासिनी लक्ष्मीदायिनी मनसा पुरणी शत्रुच्चाटिनी महामोहिनी सर्व नरनारी वश्यं करणी मम सर्व जन वश्यं कुरु कुरु सं वो षट् । વિધિ : દરરોજ પ્રભાતે શુદ્ધ થઈ, પૂર્વાભિમુખે બેસી ૧૦૮ મંત્ર જપવા. પછી બે હથેળી ભેગી કરી તેની સામે ધ્યાન કરી મંત્ર ૭ વાર બોલી ૩ ફૂંક માર્યા પછી બંને હાથ મોઢા ઉપર ફેરવવા. કોઈને મળવા જવું હોય ત્યારે આ પ્રમાણે અવશ્ય કરીને જવાથી સામી વ્યકિત વશ થશે. સર્વ રોગ હરનારો ભગવાન પાર્શ્વનાથ-પદ્માવતીજીનો મંત્ર - ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पद्यावती सहिताय महाबल पराक्रमाय अनेक मुद्राशतसहस्रकोटिस्कोटनाय वजशृंखलाभेदनाय सुदर्शनचंद्रहास खंडनाय सर्वात्ममंत्ररक्षणाय सर्वकार्य संसाधनाय सर्वविषोपछेदनाय सर्वरोगविनाशाय किन्नरकिंपुरुष यक्ष राक्षस पिशाच शाकिनी डाकिनीनां प्रमथनाय एहि २ हिलि २ किलि महाकिलि श्री पद्यावतीदेवी एकाहिक द्वाहिक व्याहिक चातुर्थिक वात पित्तश्लेष्मक संनिपातिक सर्वज्वरान् सर्व प्रहारान् गंड पिंड भूतादि स्फोटक अक्षिरोगं वायुरोगं पार्श्वशूलं हन २ दह २ पच २ पातय २ सद्यं स: कंपय २ श्री पार्श्वचंद्रो तिष्ठः तिष्ठ स्वाहा । વિધિ : શુભ દિવસ જોઈ તે દિવસે આયંબિલ તપ કરી પૂર્વાભિમુખે બેસી સન્મુખ એક બાજોઠ રાખવો. તેના પર સફેદ વસ્ત્ર પાથરી દાડમની કલમથી ભોજપત્ર ઉપર, કેસરમાં ગંગાજળ નાંખી, ઘૂંટી, તેનાથી ઉપર જણાવેલો મંત્ર લખવો. સન્મુખ ગાયના ઘીનો દીવો અને ધૂપ રાખવા. શુદ્ધ થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, બતાવ્યા પ્રમાણે વિધિ કરવી. મંત્ર લખાઈ ગયા બાદ તે ભોજપત્રને બાજોઠની વચ્ચે સ્થાપવો. તે પછી સુંગધી ફૂલ તથા વાસક્ષેપથી તેની પૂજા કરવી. પછી યંત્રની (ત્રિકોણ યા તો ચતુષ્કોણ યંત્ર આલેખવાનું ભૂલવું નહીં.) જમણી બાજુ દીપ, ડાબી બાજુ ધૂપ રાખી એકાગ્ર ચિત્તે મંત્રના ૧૦૮ જાપ કરવા -- ૧ માળા કરવી. જાપ થઈ ગયા બાદ તે મંત્ર લખેલા ભોજપત્રને સોનાના અથવા ચાંદીના યા તો તાંબાના માદળિયામાં ધૂપ દઈ બંધ કરી ગળામાં ધારણ કરનારને ખૂબ જ લાભ થાય છે. તે વ્યકિતની રક્ષા થશે. ભૂત-પિશાચ-શાકિની-ડાકિની તથા રોગ-તાવ-સ્વાસ-દમ-કફ-પિત્ત-ગાંડપણ તેમ જ પરવિદ્યા મંત્રાદિ કશું જ નડશે નહીં. આ મંત્ર દરરોજ શુદ્ધ થઈ ૭ વાર મનમાં જપી લેવો. ગ્રહણને દિવસે, ખાસ તો ચાલું ગ્રહણ વેળાએ ૧ માળા અવશ્ય કરી લેવી, જેથી તાવીજનો પ્રભાવ ખૂબ જ વધી જશે. કોઈને કારણ હોય અથવા બીમારી હોય તેને, ચંદનથી પૂજા કરીને પછી શુદ્ધ જળથી ધોઈને તે પાણી કારણવાળાને અથવા રોગીને ૭ વાર તે પાણી પર મંત્ર ભણી ફૂંક મારીને પાવાથી જરૂર સારું થશે. અથવા મંત્ર લખીને રોગી અથવા કારણવાળાને નવરાવી, શુદ્ધ કરીને તાવીજ બાંધવાથી જરૂર આરામ થશે. આ પ્રભાવશાળી મહામંત્ર કવચની એક માળા ગણવાથી દરેક પ્રકારની વિટંબણાઓ નાશ પામશે. આત્મરક્ષા મહામંત્ર : શ્રી પાશ્ર્વનાથ ભગવાનનો - ॐ नमो भगवते पार्श्वनाथाय मंत्रेण समाधि क्रियते मम शरीरे रक्षां कुरु कुरु वने वा ग्रामे वा नगरे वा त्रिके वा चच्चरे वा चतुष्पथे वा द्वारे वा गृहे वा वाही शुद्राणी क्षत्रियाणी वैश्ययी चांडाली मातंगिनी ॐ ह्रां ह्रीं हूँ हूँ ह्रौँ हूँ हू: यः क्षः मंत्र प्रसादेन मम शरीरे अवतरंतु दुष्टनिग्रहं कुर्वतु हूँ फुट् स्वाहा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy