SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા હે દેવી ! તમે ભકતોને સિદ્ધિ આપો અને મારાં સકળ (કર્મ રૂપી) મળને દૂર કરો. બધા ધાર્મિક મનુષ્યના ભાગ્ય પ્રમાણે સતત મનોવાંછિત તમે પૂર્ણ કરો. સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલા, ગુણોમાં પણ શ્રેષ્ઠ ગુણોથી યુક્ત જીવોના સમૂહની તમે રક્ષા કરો અને હે દેવી પદ્માવતી ! તમે વિમલ (પવિત્ર) એવા શ્રી જિનધર્મને પ્રકટ કરો. u૨૨૫ [ ૩૮૫ જેની કૃપાથી બ્રહ્માંડમાં ઉત્પન્ન થયેલ અને પાતાલ (નાગલોક)માં રહેતા વિષધર (સર્પો) વિષને ઘૂમાવે છે. અને સૂર્ય વગેરે દેવેન્દ્રો, રાજાઓ, દેવો અને અસુરોના સમૂહ અને કલ્પેન્દ્રો વડે જેનાં ચરણકમળ સ્તવાયાં છે, નમન કરાયાં છે અને મુકુટના મણિ અથવા મોતી અને મણિ વડે સ્પર્શ કરાયાં છે, તે ત્રણે લોક વડે મસ્તક (મુખ)થી નમન કરાયેલ, ત્રણે ભુવનમાં સ્તુતિ કરવા યોગ્ય શ્રી પદ્માવતી દેવી સદાય અદ્ભુત છે. ા૨ા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવી ક્ષુદ્ર ઉપદ્રવો, રોગ અને શોકને દૂર કરનારી, દારિદ્રયનો સંપૂર્ણ નાશ કરનારી, સર્પ અને વાઘના ભયને દૂર કરનારી, ત્રણ ફણાને ધારણ કરનારી, દેહની કાંતિ વડે દેદીપ્યમાન, પાતાળના અધિપતિ નાગરાજ ધરણેન્દ્રની પ્રિયા, પ્રણય-અનુરાગથી યુક્ત (મનુષ્યો વગેરે) પ્રાણીઓ માટે ચિંતામણિ રત્ન સમાન છે. ૫૨૪ા હે માતા ! હે પદ્મિની ! કે કમળ જેવા રુચિર વર્ણવાળી ! હે કમળના પુષ્પ જેવા મુખવાળી ! હે પદ્મા (કમળા) ! હે કમળના વનમાં રહેનારી ! હે પંકજ જેવાં શોભાયમાન નેત્રવાળી ! હે પદ્મના આસનવાળી ! હે કમળના જેવી સુગંધવાળી ! કે પદ્મ રૂપી મહેલ (નિવાસ)નું વરદાન આપનારી ! હે પદ્મના આલયવાળી ! હે કમળ વડે પૂજાયેલી એવી શ્રી પદ્માવતી દેવી ! મારું રક્ષણ કરો. ઘ૨પા પૂજ્ય, દિવ્ય અને પવિત્ર એવું (આ) સ્તોત્ર ભકિતપૂર્વક સવારે, બપોરે અને સાંજે એમ ત્રિસંધ્યાએ ભણ્યું હોય તો કલિમળનો નાશ કરનાર, લક્ષ્મી અને સૌભાગ્ય રૂપ, (સકળ) મંગલોનું પણ મંગલ છે. અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી, જેઓની સ્તવના દાનવેન્દ્રોએ કરી છે એવી પ્રસન્ન મુખવાળી તે પદ્માવતી દેવી કલ્યાણની માળા (પરંપરા) સતત ઉત્પન્ન કરે છે. ા૨ા જે દેવી ત્રણ નગરમાં રહેલ હોવાથી 'ત્રિપુરા' નામથી, જલદીથી (વરદાન) આપનારી હોવાથી શીઘ્રા' નામથી તથા 'સમયા' નામથી ઓળખાય છે અને સમસ્ત ભુવનમાં 'કામદા' નામથી ગવાય છે. અને 'તારા'ના માનનું વિમર્દન કરનારી અથવા દુષ્ટોના માનનું વિમર્દન કરનારી તું જ 'તારા' છે. આમ, ભગવતી પદ્માવતી દેવી ! તમે નિશ્ચયે કરીને સર્વગત એટલે કે જુદા જુદા સ્વરૂપે વ્યાપક છો, તેથી માયાસ્વરૂપિણી' એવા તમને (અમારા) નમસ્કાર થાઓ. ા૨ણા કમળના આસન ઉપર બિરાજમાન, કમળના પત્ર જેવાં વિશાળ નેત્રવાળી, કમળ જેવા મુખવાળી, કમળ જેવા (સુકોમળ) હાથપગવાળી, કમળ જેવી કાન્તિવાળી, શ્રી પાર્શ્વનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અને નાગરાજ ઇન્દ્ર (ધરણેન્દ્ર)ની પત્ની એવી શ્રી પદ્માવતી દેવી ! (તમ, અમ, સૌનું) રક્ષણ કરો. ૫૨૮ાા (શ્રી પદ્માવતી દેવીનાં) આનંદ આપનારાં, સ્વૈર, બોધસ્વરૂપ તથા ઉલ્લાસ રૂપી કેળના થડ જેવાં બંને ચરણોને હું સદા નમસ્કાર કરું છું. ૫૨૯લા ભણેલ, પાઠ કરેલ, જપ કરેલ એવું તથા જય, વિજય અને ૨મા (અર્થાત્ સ્ત્રી અને લક્ષ્મી)ની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ કારણસ્વરૂપ, સર્વ પ્રકારની આધિ, વ્યાધિને દૂર કરનાર એવું શ્રી પદ્માવતી સ્તોત્ર વિજય પામે છે. ૫૩૦ા પ્રથમ શ્લોક નિવારી ન શકાય એવા ઘોર ઉપસર્ગને દૂર કરે છે. બીજો શ્લોક હત્યા વગેરેને એટલે કે મારણ પ્રયોગની અસરને દૂર કરે છે. ત્રીજો શ્લોક મારી/મરકી/પ્લેગને દૂર કરે છે. ચોથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy