SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૬૩ ત્યાર બાદ તૈતાનામ વિદ્યા નામે એક બીજી પદ્માવતી સાધનવિધિ છે. આ સાધનવિધિના અંતે લખનાર તરીકે પં. વલ્લભવિજયજી ગણિના નામનો ઉલ્લેખ મળે છે. ઉપરોકત ત્રણેય સાધનવિધિની અમારી પાસે ફક્ત એક જ હસ્તપ્રત હોવાથી તેના આધારે અમે પ્રતિલિપિ કરેલ છે અને યથાશકય શુદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે. જ્યાં અમને કાંઇ સમજ પડી નથી, ત્યાં મૂળ પાઠ જેમનો તેમ રહેવા દીધેલ છે. પદ્માવતી સાધનવિધિ નં. ૩, ૪ અને ૫ માટેનું એક મંત્ર આલેખવામાં આવે છે, અને તેમાં ની મુખ્યતા હોય છે. તે અંગે પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ સંપાદિત 'શ્રી પાર્શ્વપદ્માવતી આરાધના’માં . ૧૨૬ ઉપર જણાવેલ છે : "શ્રી જિનપ્રભસૂરિજીએ કેવા માંત્રિક ચમત્કારો બતાવ્યા હતા તેનું વર્ણન અમે હ્રકાર કલ્પતરુ' નામના ગ્રંથમાં કરેલ છે.” માટે, આ અંગે વધુ વિગત માટે જિજ્ઞાસુઓને હૂકા૨ કલ્પતરુ' ગ્રંથ જોવાની ભલામણ કરું છું. આ પાંચેય સાધનવિધિમાં - ગુજરાતી ભાષા - જે તે સમયમાં લખાયેલ પ્રતની મૂળ ભાષા જ રાખી છે. તેમાં અત્યારની ગુજરાતી ભાષા પ્રમાણે કોઈ સંસ્કાર કરેલ નથી. છેલ્લે પાંચમી સાધનવિધિના અંતે શ્રી પદ્માવતીસ્તોત્ર આપેલ છે. એ સ્તોત્ર વિ. સં. ૨૦૦૨ માં, શ્રી મુકિતવિજયજી ગણિ (શ્રી મૂલચંદજી મહારાજ)ના શિષ્ય શ્રી ગુલાબવિજયજી મહારાજના શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજે સંગ્રહ કરેલ અને ભાવનગરનિવાસી શાહ હીરાચંદ હરગોવિંદદાસે પ્રસિદ્ધ કરેલ 'સ્તોત્રસંગ્રહ'માં પૃષ્ઠ નં. ૭૭ થી ૯૧ માં છપાયેલ છે; તેમાં કુલ ૩૨ શ્લોકો છે તેમાંથી પ્રથમના ૨૯ શ્લોકો પ્રસ્તુત પ્રતિમાં છે. જો કે તેના અનુક્રમમાં થોડો તફાવત છે. પ્રથમ ૧૧ શ્લોકોનો ક્રમ બરોબર છે; ત્યાર પછી ક્રમમાં ફેરફાર છે. વળી, આ સ્તોત્ર ૫. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ દ્વારા પ્રકાશિત 'શ્રી પાર્શ્વપદ્માવતી આરાધના' નામના પુસ્તકમાં પૃ. ૧૪૧ થી ૧૬૭ સુધીમાં છપાયેલ છે. તેને પં. શ્રી રદ્રદેવ ત્રિપાઠીએ શદ્ધ કરેલ છે. તેમાં કુલ ૩૭ શ્લોકો છે. પ્રત્યેક શ્લોકનો અર્થ તથા સમ્પ્રદાય આમ્નાય બતાવેલ છે. તેમાંના શ્લોક નં. ૨૫, ૨૬ અને ૩) પ્રસ્તુત પ્રતિમાં નથી. જ્યારે ફળનિરૂપણ કરતા શ્લોક ૩૪, ૩૫, ૩૬ અને ક્ષમાપ્રાર્થનાનો શ્લોક નં. ૩૭ પણ પ્રક્ષેપક જણાય છે. આ સ્તોત્રના સંપાદનમાં મુખ્ય ત્રણ પ્રતિનો ઉપયોગ કર્યો છે. મુખ્ય આધાર વિ. સં. ૧૮૮૦માં જેઠ વદિ ૧ના દિવસે પં. શ્રી વલ્લભવિજયજી ગણિત લિખિત પ્રતિની ઝેરોક્ષ (ફોટોસ્ટેટ) નકલનો લીધેલ છે, જે ૫.પૂ. ગુરુદેવ આચાર્યભગવંત શ્રી વિજયસુર્યોદયસુરીશ્વરજી મહારાજના પોતાના સંગ્રહમાં છે અને તેની S સંજ્ઞા આપેલ છે. શુદ્ધીકરણ માટે પૂ. મણિવિજયજી મહારાજ સંપાદિત 'સ્તોત્રસંગ્રહ'માંના સ્તોત્રપાઠના પાઠાંતર માટે તે પ્રતિને M સંજ્ઞા આપેલ છે. અને પં. શ્રી ધીરજલાલ ટોકરશી સંપાદિત ' શ્રી પાર્શ્વપદ્માવતી આરાધના'ના પાઠાંતર માટે તે પ્રતિને D સંજ્ઞા આપેલ છે. જે શ્લોકો પં. શ્રી ધીરજલાલ ટોકરશી સંપાદિત સ્તોત્ર પાઠમાં છે પરંતુ પ્રસ્તુત પ્રતિમાં નથી તે શ્લોકો નીચે પ્રમાણે છે : दिव्ये ! पद्ये ! सुलग्ने ! स्तनतटमुपरि स्फारहारावलीके ! कैयूरैः कङ्कणाद्यैर्बहुविधरचितैर्बाहु दण्डप्रचण्डैः । भा-भाले वृद्धतेजस्फुरितमणिशतैः कुण्डलोद्धृष्टगण्डे ! a dજે ઈ . મન્તી નપતાને ! રક્ષ માં સેવિ ! પો || ર૧ || या मन्त्रागम-वृद्धिमान-वितनोल्लास-प्रसादार्पणा । વેષ્ટા-નુત-વાળ-ગાળ-પ્રખંસ-રક્ષાશા | आयुर्वद्धिकरां जराभयहरं सर्वार्थसिद्धिप्रदां. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy