SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી सद्यः प्रत्ययकारिणी भगवतीं पद्यावती संस्तुवे ।। २६ ।। त्रुट्यत् शृंखलबन्धनं बहुविधैः पाशैश्च यन्मोचनं. તમે શત્રુ-ગનાનિ-રા-મદી-નાનિશે મયમ્ | दारिद्रय-ग्रह-रोग-शोक-शमनं सौभाग्यलक्ष्मीप्रदं, ये भक्त्या भुवि संस्मरन्ति मनुजास्ते देवि ! नामग्रहम् ।। ३० ।। એક શ્લોક જે પ્રાચીન = સંજ્ઞક હસ્તપ્રતમાં છે, પરંતુ અન્ય બંને પ્રકાશિત પુસ્તકમાં નથી તે આ પ્રમાણે છે : आनन्दानन्दिनी रूपी, सदा वन्दे पदद्वयम् । उल्हासकदलीस्कन्दे, स्वच्छन्दे बोधरूपिणी ।।२९।। આ સિવાય પ્રતિ M અને પ્રતિ D ના અંતિમ શ્લોકો જે પ્રસ્તુત પ્રતિમાં નથી. તે સ્તોત્રપાઠના અંતે પાદનોંધમાં આપેલ છે. મારી ધારણા પ્રમાણે આ સ્તોત્ર આ રીતે પાઠાંતરોની નોંધ સાથે સર્વ પ્રથમવાર જ પ્રકાશિત થતું હશે. મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રના વિષયથી હું તદ્દન અનભિજ્ઞ છું. આમ છતાં, ૫.પૂ. ગુરુદેવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબની સતત પ્રેરણા અને આશીર્વાદથી આ કાર્ય શકય બન્યું છે. આ કાર્યમાં તેઓશ્રીનું સંપૂર્ણ માર્ગદર્શન મળેલ છે. મંત્રશાસ્ત્રની મારી અનભિજ્ઞતાને કારણે ઘણા દોષોનો સંભવ છે, તો મંત્ર-તંત્રના અનુભવી નિષ્ણાતો તે ભૂલો પ્રત્યે અંગુલિનિર્દેશ કરી યોગ્ય માર્ગદર્શન આપશે એવી આશા રાખું છું. પ્રાન્ત પુરિસાદાણીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવિકા | અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીની આરાધના | ઉપાસના કરી શાસનની પ્રભાવનાનાં કાર્યોમાં પ્રસ્તુત સાધનવિધિઓ સત્ત્વશાલી મહાપુરુષોને ઉપયોગી બને એ જ શુભેચ્છા | શુભભાવના ! શ્રી પદ્માવતી સ્તોત્ર અને ભાષાનુવાદ : અવલોકન પ્રસ્તુત સાધનવિધિ નં. ૩, ૪ અને ૫ જે હસ્તપ્રતમાં છે, તે હસ્તપ્રતમાં – શરૂઆતમાં એક પદ્માવતી સ્તોત્ર છે. તેના કુલ ૧૪ શ્લોક છે. ભાષા સરળ અને પ્રાસાદિક છે તથા પ્રમાણમાં ઘણું શુદ્ધ છે. જ્યારે તે જ હસ્તપ્રતને અંતમાં આપેલ “શ્રીમ7ીર્વાણ શબ્દથી શરૂ થતું શ્રી પદ્માવતી સ્તોત્ર કુલ ૩૬ શ્લોકોનું છે. અને તેમાં ૧ થી ૩૦ શ્લોક સ્તુતિના છે, જ્યારે પાછળના ૬ શ્લોક સ્તોત્રના - શ્લોકના તથા સંપૂર્ણ સ્તોત્રના પાઠ દ્વારા મળતા ફળનિરૂપણ ના છે. તેમાં સ્તોત્રની શરૂઆતના આઠ શ્લોકોનું ફળ અલગ અલગ બતાવેલ છે, ત્યારબાદ સર્વસામાન્ય ફળ બતાવ્યું છે. શ્લોક નં. ૩૨માં ઉત્તરાર્ધ જુદા પ્રકારનો છે અને બ્લોક નં. ૩૩ ફક્ત અડધો જ છે. તેથી કદાચ શ્લોક નં. ૩૨નો ઉત્તરાર્ધ છૂટી ગયો હશે અને બ્લોક નં. ૩૩નો પૂર્વાર્ધ ૩૨ના ઉત્તરાર્ધ તરીકે લખાઈ ગયો હશે તેમ અનુમાન થઈ શકે. તે જ રીતે શ્લોક નં. ૩૪ પણ અપૂર્ણ જણાય છે. શ્લોક નં. ૩૧નું બીજું ચરણ તો અપૂર્ણ જ છે એ તો સ્પષ્ટ જણાઈ આવે છે. આ બીજું સ્તોત્ર મંત્રગર્ભિત છે, અને એ મંત્રાક્ષરોમાં જુદા જુદા પાઠ મળે છે. તેમાં કયા મંત્રાક્ષરો સાચા તેનો નિર્ણય કરવો મુશ્કેલ હોવાથી બને ત્યાં સુધી મૂળ હસ્તપ્રતનો જ પાઠ કાયમ રાખેલ છે. વળી આ સ્તોત્ર ખૂબ કઠિન તથા ઘણું અશુદ્ધ હોવાના કારણે અનુવાદમાં કયાંક કયાંક છૂટ લેવી પડી છે. આમ છતાં, સ્તોત્રના મૂળ શબ્દોને વફાદાર રહેવા માટે પૂરો પ્રયત્ન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy