SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, ગર્વરહિત થયા. કેનોપનિષદ્રનો આ યક્ષ અપરિમિત શકિતનું કેન્દ્ર હતો. પાછળથી એ યક્ષની શકિતનું આરોપણ 'વીર' રૂપે થયું. વીર વિક્રમ અને તેને સહાયક વીરની કથા જાણીતી છે. વિક્રમ જ્યારે જ્યારે વીરને યાદ કરતા ત્યારે તેઓ આજ્ઞાપાલન માટે ઉપસ્થિત થતા. આ પરિવર્તન તાંત્રિક વિચારધારાના પ્રભાવના કારણે હતું. પદ્માવતી : મૂર્તિ-પરંપરા – પદ્માવતીદેવીની પ્રાચીનતમ મૂર્તિઓ ઈસુની નવમી-દસમી શતાબ્દીની મળે છે. આવી મૂર્તિઓ ઓસિયા ( રાજસ્થાન )ના મહાવીર પ્રભુના મંદિરમાં અને ગ્યાસપુરના માલાદેવી મંદિરમાં જોવા મળે છે. તેમાં પદ્માવતીદેવી ક્રિભૂજા સ્વરૂપે છે, જ્યારે પદ્માવતીની બહુભુજાવાળી મૂર્તિઓ દેવગઢ, શહડોલ, બારભુજી ગુફા અને ઝાલરા પાટણમાં જોવા મળે છે. આ બધાં સ્થાનોની પદ્માવતીની મૂર્તિઓ સર્પફણાના છત્રવાળી અને સામાન્યરૂપે કુકુટ-સર્પ (કે કટ) રૂપમાં મળી આવે છે. કયારેક એમને સર્પ, પદ્મ અને મકર પર આરૂઢ થયેલ બતાવ્યાં છે. એમના હાથમાં સર્પ, પાશ, અંકુશ અને પદ્મ દર્શાવ્યાં છે. ગુજરાત-રાજસ્થાનમાં લગભગ આ અરસામાં પદ્માવતીની સ્વતંત્ર મૂર્તિઓનું કોતરકામ શરૂ થયું હોવાનું મનાય છે. આ સ્થાનોમાં પ્રાપ્ત પદ્માવતીદેવીની મૂર્તિઓ ખાસ કરી શ્વેતાંબર મંદિરોમાં જોવા મળે છે. ૯મી થી ૧૩મી સદી દરમિયાનની આ મૂર્તિઓમાં ઓસિયાના મહાવીર પ્રભુના મંદિરની મૂર્તિ પ્રાય: ઉત્તર ભારતમાંથી પ્રાપ્ત પદ્માવતીની પ્રાચીન મૂર્તિ છે. એ મૂર્તિ તે મંદિરના મુખ મંડપના ઉત્તર તરફના છજા ઉપર કોતરેલી જોવા મળે છે. કુફ્ફટ-સર્પ ઉપર બેઠેલી દ્વિભુજા પદ્માવતીના જમણા હાથમાં સર્પ અને ડાબા હાથમાં ફલ છે. ઈસુની બારમી સદીની બે ચતુર્ભુજ મૂર્તિઓ કુંભારિયાજીના નેમિનાથ મંદિરની પશ્ચિમ તરફની દેવકુલિકાની બહારની ભીંત ઉપર છે. લલિતમુદ્રામાં ભદ્રાસન પર વિરાજમાન આ દેવીના આસન સમક્ષ કુક્કટ-સર્પ ઉત્કીર્ણ કરેલ છે. એક મૂર્તિમાં સર્પફણાનું છત્ર દર્શાવ્યું છે. આબુ-દેલવાડામાં લવસહીના ગૂઢમંડપના દક્ષિણ પ્રવેશદ્વારના ઉંબરા ઉપર ચતુર્ભુજા પદ્માવતીની એક નાનકડી મૂર્તિ કોતરેલી છે. તેમનું વાહન મકર છે અને હસ્તમાં વરદાક્ષ, સર્પ, પાશ અને ફલ દર્શાવ્યું છે. ઉંબરાના બીજા છેડે પાર્શ્વયક્ષની મૂર્તિ પણ કોતરેલી છે. આ જ રીતે આબુ-દેલવાડામાં વિમલવસહીની દેવકુલિકા ૪૯ના મંડપના વિતાન (છત) ઉપર સોળ ભુજાયુકત પદ્માવતીની એક મૂર્તિ છે. એ કદાચ વૈરાદેવી પણ હોય, જો કે આયુધ અને સર્પફણાનું છત્ર પદ્માવતીદેવી હોવાનું સૂચવે છે.” તીર્થંકર પાર્શ્વનાથ અને સર્પ : જૈનોમાં ૨૪ તીર્થકરો થયા છે. દરેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણી હોય છે. પાર્શ્વનાથને પાર્શ્વ નામે યક્ષ અને પદ્માવતી નામે યક્ષિણી છે. તેમનું લાંછન સર્પ છે. પાર્શ્વનાથના મસ્તક ઉપર નાગફણાની આકૃતિ જોવા મળે છે. એમનો યક્ષ પણ 'પાર્શ્વ નામ ધરાવે છે. પાર્શ્વનો અર્થ છે પાસેનું, પડખેનું. - શ્રી પાર્શ્વનાથના જીવન સાથે સર્પ સંકળાયેલ છે. તાપસ કમઠ સાથેનો પ્રસંગ ખૂબ જાણીતો છે. યજ્ઞમાં નાખેલા કાષ્ઠમાંથી સર્પ બહાર કઢાવી, તેના અંતિમ સમયે શ્રી પાર્શ્વકમારે નવકારમંત્ર સંભળાવતાં તે મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે ઈન્દ્ર થયો. અને એ જ ધરણેન્દ્ર જ્યારે કમઠના જીવ મેઘમાળીએ ઉપદ્રવ કર્યો ત્યારે પ્રભુના મસ્તક ઉપર ત્રણ દિવસ ફણાનું છત્ર ધરી ઉપદ્રવને દૂર કર્યો. બીજું, પાર્શ્વ યક્ષ અને ધરણેન્દ્ર પણ સર્પની ફણાનું છત્ર ધરાવે છે. તેમ જ તેનું પ્રતીક પણ સર્પ છે. પદ્માવતી પણ એ જ પ્રમાણે છત્ર અને સર્પ ધારણ કરે છે. આ બધું સર્પ સાથેના તેમના બધાના ઘનિષ્ટ સંબંધો હોવાનું સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy