SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૫૭ યક્ષ અને નાગોના સંદર્ભમાં 'શાસનદેવી પદ્માવતી - ડૉ. નાગજીભાઈ કે. ભટ્ટી યક્ષ અને યક્ષિણીની રોમહર્ષક વાતો, પાઠ અને કથા તથા મૂર્તિઓ અને આકૃતિઓની માહિતીઓ અત્રે સંકલિત કરવામાં આવી છે. પદ્માવતી માતાની વિવિધ મુદ્રા, સર્પ આદિની આકૃતિઓ પર વિશેષ માહિતી આપવાનો અહીં પ્રયાસ થયો છે. ડૉ. નાગજીભાઈ ભટ્ટીએ પ્રસ્તુત લેખમાં શ્રી ધરણેન્દ્ર અને શ્રી પદ્માવતીના નાગકુલ સાથેના સંબંધોની ચર્ચા પણ કરી છે. દ્વિભુજથી પોડશભુજ સુધીની પદ્માવતીમાતાની પ્રતિમાનો ઉલ્લેખ તેમણે કર્યો છે; પણ તે બધી મૂર્તિઓ પદ્માવતીની છે કે કેમ તે શિલ્પવિદોએ ચકાસી જવા જેવું છે. - સંપાદક ભારતભરમાં જાહેર સ્થળોમાં મૂર્તિનું સ્થાપન કરવાની પ્રણાલી ઘણા લાંબા સમયથી પ્રચલિત છે. બૌદ્ધ અને જૈનધર્મીઓએ પણ મૂર્તિપૂજા અપનાવી પોતપોતાની દષ્ટિએ મૂતિઓનું નિ છે. જૈનધર્મમાં તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત સમય જતાં દેવીઓની મૂર્તિઓ બનવા લાગી. તેમાં મુખ્ય હતી યક્ષ અને યક્ષિણીઓની મૂર્તિઓ. દરેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણી હોય છે. આ યક્ષ-યક્ષિણીઓને તીર્થકર ભગવાનના અનુચર ગણવામાં આવે છે. આથી તીર્થકરોના પરિકરોમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ શાસનદેવી તરીકે યક્ષિણીની મૂર્તિઓ મૂકવામાં આવે છે.' રક્ષક દેવ-ચક્ષ : એક સમય એવો હતો કે ભારતીય પ્રજા વૈદિક ઉપાસના-પદ્ધતિને વિશેષ મહત્ત્વ આપતી હતી. જનતાનો જીવનવ્યવહાર પણ એ જ રીતે ગોઠવાયેલો હતો. ઘણા લાંબા સમય સુધી આ સ્થિતિ ચાલુ રહી. સમય જતાં જનસામાન્યમાં નવી ઉપાસના-પદ્ધતિનું પ્રચલન થયું. તેમાં વાદ્ય, પુષ્પ અને બલિદાનને મહત્ત્વ અપાયું. એવાં સ્થળ સ્થાન' કહેવાતાં. અનેક સ્થળે આવાં 'સ્થાનો' બન્યાં. આ સ્થાનો પર યક્ષોની પૂજા પ્રચલિત થઈ. આ યક્ષોને ગામ, નગર કે ક્ષેત્રના રક્ષક માનવામાં આવતા હતા. યક્ષોએ ક્ષેત્રરક્ષક તરીકે કાર્ય કર્યું હોય એવી અનેક વાતો લોકોમાં પ્રચલિત છે. કેટલાક ભયને લીધે પણ યક્ષપૂજા કરતા હતા, તો કેટલાક પોતાની મનોવાંછના યક્ષ પૂરી કરશે એમ માનીને યક્ષ પૂજા કરતા હતા. હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં આ અંગેની પ્રચુર સામગ્રી મળી રહે છે. યક્ષોની પ્રાચીન પ્રતિમાઓ પણ પ્રાપ્ત થઈ છે. ડૉ. આનંદ કુમારસ્વામીએ અંગ્રેજીમાં 'યક્ષ” ઉપર એક મૂલ્યવાન ગ્રંથ પણ લખ્યો છે. વળી, વિષ્ણુ તથા બોધિસત્ત્વની મૂર્તિઓ ઉપર આ યક્ષમૂર્તિઓનો પ્રભાવ સ્પષ્ટ જણાયો છે; એટલું જ નહિ, આ યક્ષોને પણ દેવ માનવામાં આવ્યા છે. આથી બીજા દેવોની જેમ આ યક્ષોની શકિત અને સામર્થ્યની કથાઓ પણ લોકોમાં પ્રચલિત બને એ સ્વાભાવિક છે. કેનોપનિષદ્રમાં એક કથા આવે છે કે અસુરવિજય પછી દેવોમાં ઘણું અભિમાન આવી ગયું. આથી તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા પરમ બ્રહ્મ એક મહાકાય દિવ્ય યક્ષ રૂપે પ્રકટ થયા. આ યક્ષની શકિતનો પરિચય મેળવવા અગ્નિ, વાયુ અને ઈન્દ્ર પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા. દેવરાજ ઈન્દ્રના પ્રયત્ન વખતે મહાશકિત ઉમાએ પ્રગટ થઈને એને વાસ્તવિકતાનો ખ્યાલ આપ્યો. આથી દેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy