SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] દેવીપૂજાક્રમનું વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં મંત્રોને અનુરૂપ ષકર્મવિધિ, ઉપરાંત દિશા, કાળ, વિભિન્ન મુદ્રા, માળા, અનેકવિધ આસનક્રિયા, વિભિન્ન વર્ણ ઇત્યાદિનું માર્ગદર્શન સહિત વર્ણન-નિરૂપણ કરવામાં આવ્યું છે. એ જ ગ્રંથરત્નમાં ભગવતી શ્રી પદ્માવતી દેવીનો પંચોપચાર પૂજાક્રમ, શ્રી દેવીનું આહ્વાન, સ્થાપન, વિસર્જન કરવાના મંત્રો તથા તેની વિધિ વગેરે દર્શાવાયું છે. શ્રી પદ્માવતી દેવીનો મૂળમંત્ર, ભગવતીની ષડાક્ષરી વિદ્યા, ઋક્ષરી વિદ્યા અને એકાક્ષરી વિદ્યાનું વર્ણન પણ થયેલું છે. દિગંબર સંપ્રદાયના સેનગણના આચાર્ય શ્રી અજિતસેનના પ્રશિષ્ય શ્રી મલ્લિપેણસૂરિએ 'મહાપુરાણ' નામના ગ્રંથની રચના કરી છે. ઉપરાંત, 'નાગકુમાર' કાવ્યની રચના પણ તેઓએ જ કરી છે. તેમનો સમય શક સંવત ૯૬૮ (વિ.સં.૧૧૦૪) માનવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં વિરચિત બંને ગ્રંથોની રચના તે સૈકાના ઉત્તરાર્ધમાં થયાનું મનાય છે. 'મહાપુરાણ'માં કુલ ૨૦૦૦ શ્લોકમાં ૬૩ શલાકાપુરુષોનાં ચિરત્રો તથા 'નાગકુમાર' કાવ્યનાં ૫૦૭ શ્લોકમાં નાગકુમારના ચરિત્રનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત 'શ્રી વિદ્યાનુશાસન' નામના માંત્રિક ગ્રંથસાગરમાં તો ૭૦૦૦ શ્લોક છે. ઉપરાંત 'શ્રી પદ્માવત્યષ્ટક' ગ્રંથ પણ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત, 'શ્રી પદ્માવતી સહસ્રનામ સ્તોત્રમ્', 'શ્રી પદ્માવતી સહસ્રનામ મંત્રાવલિ', 'શ્રી પદ્માવતી વ્રતોઘાપનમ્', 'શ્રી પદ્માવતી ચતુષ્પદિકા' વગેરે ગ્રંથો નોંધપાત્ર છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ ઉપરાંત 'પ્રબંધકોષ','ન્યાયકંદલી વિવૃત્તિ','સમ્યક્ત્વ સપ્તતિકા','સ્યાદ્વાદમંજરી', 'વિવેકમંજરી', 'સુવર્ણસિદ્ધિગર્ભિત','મહાવીર સ્તવન અવસૂરિ','કેલ્પપ્રદીપ','આવશ્યક સૂત્રાવસૂરિ' 'રહસ્યકલ્પદ્રુમ', 'જ્ઞાનપ્રકાશ','પપંચાશદિકુમારિકાભિષેક', 'નેમિનાથ રાસ', 'પ્રાયશ્ચિતવિધાન’ 'યુગાદિજિનચરિતકુલક', 'શ્રી સામ્નાયસ્તવન', શ્રી બ્રહ્મશાંતિમંત્રામ્કાય','શ્રી પ્રભંગિરાસ્તોત્ર', 'શ્રી પદ્માવતી દેવી ચ મુક્ષદિકા', 'શ્રી વૈરાઢ્યા સ્તવનમ્', 'શ્રી પોડવિદ્યાદેવી સ્તવનમ્','શ્રી મહાલક્ષ્મીઅષ્ટક' જેવા ગ્રંથોમાં સમાવેશ થાય છે. 'પદ્માવતી' નામ, શબ્દ, અર્થ, મહિમા-પરિચય : 'પદ્માવતી' શબ્દ નથી, અનંત શકિતઓની શાબ્દિક અભિવ્યકિત ધરાવતો શબ્દબ્રહ્મ છે. તેના કેટલાક અર્થોનો પ્રારંભિક પરિચય મેળવીએ : 'પદ્માવતી'= (૧) એક સમવૃત્ત વર્ણમેળ છંદ (આકેકર); તે બૃહતી છંદનો ભેદ છે. તેમાં તગણ, નગણ અને સગણુ મળીને ૯ અક્ષર હોય છે. (૨) ૩૨ માત્રાનો એક છંદ. (૩) પદ્માવતી ત ભ જ યા થકી ઓજે; રચજો સદા સ જ સસાગ અનોજે. (૪) ઉજ્જયિનીની નગર-પ્રદક્ષિણા કરવા આવતી મુખ્ય પાંચ માંહેની એ નામની એક દેવી. (૫) ઉજ્જયિનીનું પ્રાચીન નામ. (૬) એ નામની એક અપ્સરા. (૭) એ નામની એક દિકુમારિકા. (૮) કાર્તિકસ્વામીની અનુચર એક માતૃકા. (૯) જૈનમત મુજબ ૮૪ માંહેની એ નામની એક જ્ઞાતિ. (૧૦) પુરાણ પ્રમાણે જરત્કાર ઋષિની સ્ત્રી, મનસા દેવી. (૧૧) ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની એ નામની એક શાસનદેવી. (૧૨) પાટણ શહેરનું નામ. (૧૩) પદ્મચારિણીનો વેલો, પાપડી, (૧૪) પન્ના શહેરનું પ્રાચીન નામ. (૧૫) પ્રાચીન કાળમાં થયેલી એ નામની એક રાણી. (૧૬) મહાકવિ જયદેવની પત્નીનું નામ. (૧૭) યુધિષ્ઠિરની એ નામની એક રાણી. (૧૮) લક્ષ્મી. (૧૯) સિંહલદ્વીપની એક રાજકુમારી, (૨૦) વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલદાસજીની બે માંહેની એ નામની એક સ્ત્રી. (૨૧) શૃંગાલ રાજાની એ નામની એક રાણી. (૨૨) શેષનાગની બહેનનું નામ. આ ઉપરાંત પણ બીજા ઘણા અર્થો સંપ્રાપ્ત થયા છે, પરંતુ આટલા અર્થો પણ 'પદ્માવતી' શબ્દના સામર્થ્યને પ્રકટ કરવા માટે પર્યાપ્ત સમજીએ છીએ. અનેક કાળ, સ્થળ, વ્યકિતવિશેષોમાં વ્યાપ્ત એવો આ શબ્દ 'પદ્માવતી' માત્ર વર્ણાક્ષરોનો સમૂહ નથી, પરંતુ અનંત શકિતઓનો અમૂલ્ય સંચય, સંનિધિ છે ! (નોંધ : પ્રસ્તુત લેખમાં જે જે ગ્રંથરત્નોમાંથી ઉદારણો, અવતરણો, વિગતો પ્રાપ્ત કરી છે તે સર્વ ગ્રંથકર્તાઓનો ગ્રંથસમેત અમે આભાર વ્યકત કરીએ છીએ અને તેમના ૠણનો અંતઃકરણપૂર્વક સ્વીકાર કરીએ છીએ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy