SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૫૯ | દેવી-દેવતા તરીકે નાગ : યક્ષપૂજાની પેઠે નાગપૂજા પણ ભારતીય લોકધર્મનું એક મહત્ત્વનું અંગ છે. પ્રાચીન સાહિત્યમાં નાગમહ' નામે ઉત્સવ થતો, જે નાગદેવતા માટેનો હતો. મહશબ્દ મેળા પરથી ઊતરી આવ્યો છે. ભારતના બધા ધર્મોમાં નાગપૂજાનો સમન્વય કોઈ ને કોઈ રૂપે થયેલો જોવા મળે છે. ધર્મસંપ્રદાયના અધ્યયનથી જણાય છે કે નાગપૂજાની પરંપરા યક્ષપૂજા કરતાં પણ પ્રાચીન છે. નાગમાતા સુરસા પૃથ્વીની સંજ્ઞા છે. નાગનો સંબંધ શિવ અને વિષ્ણુ ઉપરાંત અનેક દેવી-દેવતા સાથે રહ્યો છે. વિષ્ણુ અનંત નામના શેષનાગની શય્યા ઉપર શયન કરે છે. શિવ નાગને મુક્તાહાર જેમ મસ્તક પર ધારણ કરે છે અથવા અલંકાર રૂપે ગળામાં પહેરે છે. કૃષ્ણ અને કાલીય નાગની કથા તેમ જ જનમેજયના નાગયજ્ઞનું આખ્યાન પણ સહુ જાણે છે. નાગ એ જળનો સ્વામી છે; ધન અને સંપત્તિનો દાતા છે. ટૂંકમાં, એ સૃષ્ટિતત્ત્વનું પ્રતીક છે. ધરણેન્દ્ર-પદ્માવતીની કથા પણ હંમેશાં સર્પ સાથે સંકળાયેલી છે. તેથી તેમને પાતાલવાસિની પણ કહ્યાં છે. તેઓનું સપનું પ્રતીક શિલ્પમાં સુંદર રીતે કંડારેલું હોય છે. બંગાળમાં પદ્માવતી તેના પ્રતીક સર્પની સાથે 'મનસાદેવી' તરીકે પૂજાય છે. વાસ્તવમાં નાગકલ સાથેનો સંબંધ એ અધ્યાત્મજગતમાં કુંડલિની સાથેનો સંબંધ છે. વૈદિક ધર્મમાં પદ્માવતીની કલ્પના દેવીકવચ'માં થયેલી છે. તેમાં તેનું સ્થાન પદ્મકોશ ઉપર સૂચવાયું છે. આ પાકોશ તે મૂલાધારચક્ર હોવું જોઈએ. જૈનધર્મમાં પદ્માવતી દેવી ઘણો મહિમા ધરાવે છે. બૌદ્ધ ગ્રંથોમાંની 'તારા' સાથે જૈન યક્ષિણી પદ્માવતીની પ્રતિમામાં સામ્ય હોવાનું જણાયું છે. ધરણેન્દ્ર નાગજાતિના ભવનવાસી દેવોના ઈન્દ્ર હોવાને કારણે એની ભાર્યા પદ્માવતી પણ સર્પ સાથે સંકળાયેલી હોય તે સ્પષ્ટ છે. પદ્માવતીનો સ્વરૂપ દષ્ટિએ અભ્યાસ તેના યક્ષ અને નાગ સાથેના સંબંધો દર્શાવે છે. જૈનધર્મે વિભિન્ન સમયે ઝીલેલી અસરના એ પરિચાયક છે. પાદટીપ : (૧) ડો. પ્રિયબાળા શાહ, જૈન મૂર્તિવિધાન', પૃ.૧૬-૧૭. (૨) , મનોરા શH, “તો સાહિત્ય રી સાંવતિ પમ્પ, પૃ. ૨૮-૧. (૩) એજન, પૃ. ૨૨૮. (૫) મારુતિનં-પ્રસ૮ તિવારી, "નૈન પ્રતિકવિજ્ઞાને, પૃ. ૨૩૭. (૬) એજન, પૃ. ૨૨૭. (૭) એજન, પૃ. ૨૩૭-૮. (૮) એજન, પૃ. ૨૨૮. (૯) ઉપર્યુક્ત જૈન મૂર્તિવિધાન', પૃ. ૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy