SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વેરાયો વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિના સંપાદક શ્રી ઉમાકાંત પી. શાહના મંતવ્ય મુજબ જૈનસાહિત્યે પદ્માવતી અંગે મૌન સેવ્યું છે. જ્યારે ૧૦મી સદી સુધી પ્રચલિત એડ (નાગદેવી) વિષે ઉલ્લેખો છે. પાંચમી સદીના કર્ણાટકના પદ્માવતી મંદિરના પુરાવામાં તેનું મૂળ જણાય. છે. જો કે કાંસાની ધાતુનો સમય હેમ્બર્ગ મ્યુઝિયમના કૅટલોગમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, એટલે આનુષંગિક અભ્યાસ પરથી આવું તારણ કાઢી શકાય. મુગટ અને બીજા અલંકારોથી સુશોભિત એવી આ મૂર્તિમાંનાં આયુધોમાં દાતરડું, સર્પ, ઘંટ, વગેરે બીજાં આયુધો કરતાં વિશિષ્ટ ગણી શકાય. શ્રી શાહના વિચાર મુજબ આઠમી-નવમી સદી પહેલાં પદ્માવતી ક્યારેય પાર્શ્વનાથ સાથે દષ્ટિગોચર થયાં નથી. પશ્ચિમ ભારતમાં ૧૧મી-૧૨મી સદીના ગાળા સુધી આ માટે જવું પડે છે. તેથી જૈન દેરાસરોમાં પદ્માવતી કયારથી દષ્ટિગોચર થવા લાગ્યાં તે કહેવું મુશ્કેલ બની જાય છે. સંપૂર્ણ પ્રચલિત બન્યા પછી જ ઘણા સમયે તેમનું સાહિત્ય ઉપલબ્ધ થવા માંડયું. પદ્માવતીદેવીના ઉદ્ગમ-પ્રાગટ્ય અને તેમનાં મૂર્તિ-શિલ્પવિધાનની પ્રગતિ અંગે બે બાબતો અગત્યની બને છે : કમળ પર આસનસ્થ હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને પદ્માવતી નામ આપવામાં આવ્યું જ્યારે બીજાં ઉપનામોમાં પદ્મ, પદ્મહસ્ત, પદ્માસનાસ્થ, પાકાંતિની, પદ્મવદના, કમલાવતી વગેરે જૈનસાહિત્યમાં વધુ પ્રચલિત છે. જ્યારે બીજી બાબત એ છે કે સર્પદંશનું શમન કરનારી એ દેવી ગણાય છે. ભૈરવ પદ્માવતી કલ્પ'ના દસમા પ્રકરણમાં આ વિશે વિગતે વર્ણન અપાયું છે. ટૂંકમાં, ઉમાકાંતભાઈ પી. શાહે યથાર્થ જ કહ્યું છે કે, પદ્માવતી એ શ્રી મા દેવતા અને જૈનધર્મનાં ઉદગમસ્થાન મગધની નાગસ્વરૂપની દેવીનું એક મિશ્રણ છે. તારા, પદ્માવતી અને ગૌરીનું મૂળ સ્રોત પદ્મશ્રી કે પદ્મિની વિદ્યા છે. વિવિધ શકિતઓના પ્રાગટય માટે મહત્ત્વની ગણાતી મહાલક્ષ્મી બ્રાહ્મણ સંપ્રદાયમાંથી પ્રગટેલ છે. માર્કન્ડેય પુરાણના દેવી ભાગવતના મૂળ લખાણમાં જોવા મળતા ચંડીના ઉલ્લેખો સરસ્વતી, લક્ષ્મી, મહાકાલી, ગૌરી, ઉમા વગેરેના સંદર્ભમાં અને એક સર્વોચ્ચ દેવી મહાલક્ષ્મીનાં પ્રાગટ્ય-સ્વરૂપોમાં છે. ટી. એ. ગોપીનાથે ELEMENTS OF HINDU ICONOGRAPHY'ના પ્રથમ ભાગમાં બીજા પાના પર આવું મંતવ્ય પ્રગટ કરેલું છે. ચંડી એ અઢાર હસ્તવાળાં મહાલક્ષ્મીના સ્વરૂપે જ ગણાય છે. ચાર હાથ, છ હાથ, અઢાર હાથ, ચોવીશ હાથ વગેરેની કલ્પના એક જ શકિતનાં વિવિધ પ્રાગટ્ય-સ્વરૂપો માનવાનાં રહે. મહાલક્ષ્મીના સાત્ત્વિક ગુણમાંથી નીપજેલ સરસ્વતીનું વાહન હંસ એ જ પદ્માવતીનું પણ વાહન બને છે. મૂળભૂત સામ્ય જ ત્યાં પડેલું છે. ચંડી, ચામુંડા, કાલી એ મહાલક્ષ્મીનાં જ પ્રગટ-સ્વરૂપો સાથે સંલગ્નતા ધરાવતાં પદ્માવતી દેવીનાં પ્રાગટ્ય-સ્વરૂપો કપાલા અને મુન્ડા છે. ભવાની-ભદ્રકાળી કહો કે પછી માતા દુર્ગા કહો, જે દુર્ગાસ્તોત્ર મહર્ષિ અરવિંદ સંપાદિત ૧૯૦૯ના ઓકટોબરના બંગાળી સાપ્તાહિક ધર્મમાં સૌ પ્રથમ જોવા મળ્યું. પોંડીચેરી- અરવિંદ આશ્રમના સાધક કવિ સ્વ. પૂજાલાલે ગદ્ય-પદ્ય બંનેમાં દુર્ગાસ્તોત્રનો ગુજરાતી અનુવાદ કર્યો. તેમાં પ્રારંભે જ તેમણે 'હે મા દુર્ગ, સિંહવાહિની'થી સંબોધન કર્યું છે. ૨, ત્રિશૂલધારિણી, કવચધારિણી, સૌમ્યરૌદ્રરૂપિણી, શ્યામલા સર્વસૌદર્ય-એલંકૃતા, કાલીરૂપિણી, નરસુંડમાલાધારિણી, દિગમ્બરી, ખગધારિણી, પ્રેમશકિત વગેરે વિશેષણોથી નવાજીને છેલ્લે આપણને જેની અતિ ખોટ વર્તાય છે તેવી 'દુર્ગાદેવી પ્રગટ થા ભારત ભાગ્યવિધાતા !'થી સમાપન કર્યું છે. આવી દૈવી શકિત જ આપણા ભારત દેશને બચાવી શકશે. 'યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવશેષો' નામના લેખમાં શ્રી મણિભાઈ વોરાએ જામનગર જિલ્લાના ભાણવડ અને ત્યાંથી ત્રણ માઈલ દૂર આવેલા ઘૂમલીના રસ્તે ત્રિકમજી બાપુની વાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy