SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૫૧ પદ્માવત્યષ્ટકવૃત્તિ'ની હસ્તપ્રત વડનગરમાં પંડિત શ્રી મેઘરાજ ગણિએ તૈયાર કરાવેલ, જેમાં માત્ર ચાર જ પાનામાં પદ્માવતીદેવીનાં નવ જેટલાં સત્ત્વશીલ ચિંતનપ્રેરક ઉત્તમોત્તમ કાવ્યો સંગ્રહાયાં છે. આ બધી બાબત પરથી એવું અનુમાન કાઢી શકાય કે, દેવી પદ્માવતીને ત્રણ લોચનવાળાં ત્રિલોચના અને ચાર ભુજાવાળાં વધુ કલ્પવામાં આવ્યાં છે. તેમનું ત્રીજું લોચન અવધિજ્ઞાનનું પ્રતીક મનાયું છે. હિંદુઓમાં 'શિવ'ને પણ 'ત્રિનેત્ર' હોવાની કલ્પના છે. ત્રીજું લોચન એ તીવ્ર જ્ઞાનાગ્નિરૂપ અથવા વૈરાગ્યરૂપ છે. 'શિવની અનુગ્રહ મૂર્તિઓ' (ગુજરાતના વિશિષ્ટ નિર્દેશ સાથે) નામના લેખમાં વડોદરામાં હાલ અનુસ્નાતક અધ્યાપનકાર્ય કરાવી રહેલ ડૉ. વસંતકુમાર એસ. પારેખે વડોદરા સંગ્રહાલયના ભંડારમાં પડેલ માર્કણ્ડેયનુગ્રહ મૂર્તિના શિલ્પનું નિરૂપણ કર્યું છે. આબુ-દેલવાડા પરના લૂણવસહીના શિલાલેખનું એક પ્રશસ્તિવાકય ઘણું સૂચક છે; જેમાં પ્રલ્હાદનનો આકાર ધારણ કરીને પદ્માસના સરસ્વતી કે કામદૂધા સુરભિ પૃથ્વી પર આવી હોવાની બાબતનો નિર્ણય ન થઇ શકતો હોય તેમ જણાય છે. જૈનધર્મના ત્રેવીશમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની સદાસંનિષ્ઠ જાગૃત અધિષ્ઠાયિકા તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર પદ્માવતી દેવીના ઉત્કર્ષનો એક સૌપાનિક ઇતિહાસ છે. અચિંત્ય ચિંતામણિ શ્રી પદ્માવતી દેવીનું અધ્યયન લોકભોગ્ય બને તેના કરતાં વધુ વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય બને તેવી તકેદારી આજના યુગમાં રાખવી જરૂરી છે. અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક શ્રી એમ. આર. દવેની શુભેચ્છા ભરી લાગણીથી કલકત્તામાં શ્રી ગણેશ લલવાણીના તંત્રીપદેથી પ્રકાશિત થતા 'જૈન જર્નલ'નો ઓકટોબર ૧૯૮૮નો ત્રિમાસિક અંક શ્રી શાંતિલાલ વી. શેઠ દ્વારા બેંગલોરસ્થિત મારા શ્રદ્ધેય મિત્ર શ્રી એ.પી. મહેતાએ મને પોસ્ટથી મારા આ ચાલુ લેખ દરમિયાન મોકલી આપ્યો. તેમાં અમદાવાદના એલ. ડી.મ્યુઝિયમના આસી. કયુરેટર શ્રી લલિતકુમારનો "ANOTHER RARE ICON OF THE DIGAMBARA PADMAVATI" (દિગમ્બર પદ્માવતીની બીજી દુર્લભ મૂર્તિ) શીર્ષકવાળો મનનીય લેખ ૨જૂ થયેલ છે. લેખના પ્રારંભે જ હેમ્બર્ગ (જર્મની)ના એક મ્યુઝિયમના સૌજન્યથી ૧૭મી સદીની યક્ષિણી પદ્માવતીની ફોટોપ્લેટ મૂકવામાં આવી છે. ચોવીશ ભૂજાવાળાં પદ્માવતીદેવી દિગંબર પંથની દેવી હોવાની વિભાવના છે. ફોટોપ્લેટ-૧ શ્રી વાસુનન્દીના 'પ્રતિષ્ઠા સારસંગ્રહ'માં અને એક અનામી લેખકના પદ્માવતીસ્તોત્રમાં –એમ મૂળ બે લખાણોમાં જ પદ્માવતીદેવીનું મૂર્તિવિધાન રજૂ થયેલું છે. 'પ્રતિષ્ઠા સારસંગ્રહ'માં એવો નિર્દેશ છે કે સં. ૧૬૩૬માં પિત્તળમાંથી કંડારાયેલી ચોવીશ ભુજાવાળી યક્ષિણી પદ્માવતીની પ્રતિમા અમદાવાદના એલ.ડી.મ્યુઝિયમની એ ચોવીશ ભુજાવાળાં પદ્માવતીનો પ્રથમ જાણીતો દાખલો છે, જેમાં નકશી-શિલ્પવાળા કમળ પર ત્રણ ફેણવાળા સર્પના છત્ર નીચે યક્ષિણી વિરાજમાન છે. અને એમના ઉપરના ભાગમાં સાત ફેણવાળા સર્પના રાજછત્રથી રક્ષિત પાર્શ્વનાથજી બિરાજમાન હોવાની કલ્પના છે. યક્ષિણીની સન્મુખ ઊંચી ફેણવાળો કોબ્રા (સર્પ) સ્પંદિત થઇ રહ્યો છે. તેજપુંજ અને રશ્મિઓ પદ્માવતી દેવીને આવૃત્ત કરતાં ષ્ટિગોચર થાય છે. સંલગ્ન આયુધોમાં તલવાર, ધનુષ્ય, ગદા, નીલકમળ, ચક્ર, ચંદ્રલેખા, સ્વસ્તિક, શંખ, બેરખો, કવચ-ઢાલ, કુહાડી, ડમરૂ, ત્રિશૂલ, લોહદંડ, પર્ણ, ફાંસો, લાકડી, વરદ, શુભ બેરખો, પાત્ર, વજ્ર, ભાલો, બાણ, ફળ અને પરોણી વગેરે ધારણ કરેલ છે. તેમાં વજ્રને શ્રી બી.સી.ભટ્ટાચાર્ય કુશ-ઘાસ તરીકે ગણે છે. સામાન્યતઃ ડમ્બેલ જેવા આકારની વસ્તુને વજ્ર કહી શકાય ખરી. ડાબી બાજુ ગોદમાં શિશુ જોવા મળે છે. જ્યારે 'પદ્માવતીસ્તોત્ર'માં નિર્દેશ કર્યા મુજબ કાંસાની યક્ષિણી મૂર્તિ, જે હેમ્બર્ગના મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે, તેમાં હંસ પર આસનસ્થ આ મૂર્તિના મુખ્ય બે હાથમાંથી બંને બાજુએ અગિયાર-અગિયાર એમ કુલ બીજા બાવીશ હાથ પ્રગટેલા જોવા મળે છે. આ મૂર્તિને તેના કેંટલોગમાં ભૂલથી કાર્તિકેય તરીકે ઓળખાવાયેલ છે; હકીકતે તે પદ્માવતીદેવીની જ મૂર્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy