SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૫ અનેક જન્મોનાં બંધાયેલાં કર્મોનાં બંધનો તૂટી જાય છે. (૨) કૂટાક્ષર પૂજન : શ્રી ઋપિમંડલ યંત્રના કેન્દ્રીય મધ્ય વર્તુળમાં તેના કિનારા પર બનાવેલા સંયુકતાક્ષર (જોડેલા અક્ષરો) છે તે કૂટાક્ષરો છે. તે ચોત્રીસ છે. તેની પૂજા કરવાથી અનેક વિપ્નોનું છેદન થાય છે. (૩) પિડાક્ષર પૂજન : આઠ પિંડાક્ષરો છે. તેની પૂજા કરવાથી દુખ અને દુર્જન જીવો તરફથી થતા ઉપસર્ગો શાંત થાય છે. માનસિક પરિતાપ અને ચિંતાઓ તેમ જ શરીરના નાના-મોટા અનેક પ્રકારના રોગો પિડાક્ષરોની પૂજાથી દૂર થાય છે. એક એક પિંડાક્ષરની અંદર અજબ-ગજબની શકિત છપાયેલી છે. તે આઠ મહાભયોને દૂર કરે છે. (૪) નવગ્રહપૂજન : શ્રી ઋષિમંડલ મહાયંત્રમાં અનેક રહસ્યો અને આમ્નાયો છુપાયાં છે. ગ્રહોની પૂજાથી શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી ઋષિમંડલના આરાધકને ગ્રહો હેરાન કરતા નથી. (૫) અધિષ્ઠાયક દેવ-દેવીઓનું પૂજન : શ્રી ઋષિમંડલ મહાયંત્રના અધિષ્ઠાયક એવાં ધરણેન્દ્ર, પદ્માવતી, વૈરાયા અને ક્ષેત્રપાલ દેવતાની પૂજા કરવાથી આરાધકને રક્ષણ પ્રાપ્ત થાય છે અને ઉપસર્ગોનું નિવારણ થાય છે. (૬) દશદિકુપાલપૂજન : દશે દિશામાં રહેલા તે તે દિશાઓના અધિપતિ એવા દિક્પાલ દેવોની પૂજા કરવાથી કોઈ પણ દુષ્ટનો ઉપસર્ગ આવતો નથી. (૭) નવપદ પૂજન : જૈનશાસનનો પ્રાણ, જૈનશાસનનો આધાર, પરમ પવિત્ર, અરિહંત આદિ નવપદોની પૂજા કરવાથી જીવ શિવ બને છે. (૮) લબ્ધિધારી મુનિ મહાત્માઓનું પૂજન : ચારેય નિકાયનાં દેવ-દેવીઓ તથા અનેક લબ્ધિઓના ધારક એવા લબ્ધિધારીનું પૂજન કરવાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૯) વિશિષ્ટ પ્રકારની ચારેય દેવીઓનું પૂજન : શ્રી ઋષિમંડલની ચોવીસે અધિષ્ઠાયિકા દેવીઓની પૂજા લક્ષમી અને લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને છેલ્લે શાંતિકળશ, જે કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. આરતી, મંગળ દીવો અને વિસર્જન ક્રિયા સમાપનમાં કરવામાં આવે છે. આ શ્રી ઋષિમંડલ સ્તોત્ર, યંત્ર અને પૂજન મહાપવિત્ર, મહાપ્રભાવશાળી અને અનેક પ્રકારનાં વિનોનો નાશ કરનાર છે. શ્રી ઋષિમંડલ સ્તોત્રમાં લખ્યું છે કે, दिव्यो गोप्यः सुदुष्प्राप्यः, श्री ऋषिमंडल स्तवः । भाषित स्तीर्थनाथेन, जगत त्राण कृर्तऽनघः ।। આમ, શ્રી ઋષિમંડલ સ્તવ અત્યંત પ્રભાવશાળી છે. તેની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ છે. ત્રણ જગતની રક્ષા કરવા માટે પાપરહિત એવું આ સ્તોત્ર તીર્થનાથ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું છે અને તેથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે. स्वर्णे रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् तस्यैवाष्ट महासिद्धि गृहे वसति शाश्वती । આ ઋષિમંડલ સ્તોત્રના યંત્રને સોનાના, ચાંદીના, વસ્ત્રના કે કાંસાના પાત્રમાં લખીને જે મનુષ્ય પોતાના ઘરમાં રાખી પૂજા કરે છે તેને સદા અષ્ટમહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી ઋષિમંડલ મહાપૂજનનું સમગ્ર રહસ્ય જો ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે, આ મહાપૂજનથી દુઃખનો સમૂહ નાશ પામે છે, સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પુણ્યપાપનો નાશ કરે છે અને મોક્ષસુખને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અને તેમાં સમાયેલાં રહસ્યો : આ વિશ્વમાં સર્વ કાર્યસાધક, પરમ પવિત્ર, અનેક શકિતઓનો ભંડાર તેમ જ જીવને શિવ બનાવનાર કોઈ પરિબળ હોય તો તે શ્રી સિદ્ધચક્રજી છે. શ્રી સિદ્ધચક્ર એ જૈનશાસનનો પ્રાણ છે. જેમ શ્રી ઋષિમંડલ મહાયંત્રની અંદર હ્રીંકારમાં બિરાજેલ ચોવીસ અરિહંતોનો સમૂહ મુખ્યપણે છે, તેમ શ્રી સિદ્ધચક્ર મહામંત્રની અંદર મુખ્યપણે બિરાજમાન અરિહંત આદિ નવપદો છે. શ્રી સિદ્ધચક્રજીના કેન્દ્રમાં મર્દ બીજ સ્થાપન કરેલ છે. આ મર્દ બીજ અનેક રહસ્યોથી ભરપૂર છે, ખૂબ મનનીય છે. મની વક્રરેખા કુંડલિનીની જયોતિર્મય શકિતનું ઉબોધન કરનાર છે. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy