SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સિદ્ધચક્ર મહાપૂજનમાં આ મર્દ પદનું પૂજન કરવાથી કુંડલિની જાગ્રત થાય છે અને અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. एतदेव परं तत्वमेतदेव परं पदम् । एतदाराध्यमेतच्च रहस्यं जिनशासने ।। ‘સિદ્ધચક્ર' શબ્દ ઘણા અર્થગૌરવવાળો છે; અનેક રહસ્યોથી સભર છે. શ્રી સિદ્ધચક્રજીના પ્રથમ વલયમાં તેનો મધ્યભાગ ઘણું મહત્ત્વ ધરાવે છે; તેને મધ્યપીઠ કહે છે. આ મધ્યપીઠની આસપાસ કમળની આઠ પાંખડીઓ હોવાથી તેને કર્ણિકા પણ કહેવામાં આવે છે. આ મધ્યપીઠ કે કર્ણિકાના કેન્દ્રમાં સકળ આગમોના રહસ્યસ્વરૂપ, અનેક શકિતઓથી ભરેલ મહું મંત્રબીજની વિશિષ્ટ રીતે સ્થાપના કરેલી છે. આ મહું બીજની રચનામાં ટુ અને બિંદુ (નો- ચાર તત્ત્વો છે. તેનો મહિમા શ્રી જયસિંહસૂરિએ ધમ્મોવએસવિવરણમાલા'માં નીચે પ્રમાણે પ્રકાશ્યો છે : अकारं प्रथमं तत्त्वं, सर्वभूताभयप्रदम् । कष्ठ देशं समाश्रित्य, वर्तते सर्वदेहिनाम् ।। અર્થાત્, “ મર્દ ' મંત્રમાં પ્રકાર પ્રથમ તત્ત્વ છે. તે સર્વ ભૂતોને અભય આપનારું છે અને સર્વ દેહધારીઓના કંઠનો આશ્રય કરીને રહેલું છે. મર્દ બીજમં અનેક રહસ્યોથી ભરેલું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે શબ્દાનુશાસન' (સિદ્ધહેમ)ની સ્વોપજ્ઞવૃત્તિમાં જે પ્રકાશ પાડયો છે, તે આપણા માટે ઘણો માર્ગદર્શક છે. તેઓ મંગલાચરણ રૂપ મન સૂત્રની વ્યાખ્યા કરતાં કહે છે : મમત્વેતક્ષર પરક્વરચ પરમેષ્ઠિની વાવ सिद्धचक्र-स्यादिबीजं सकलागमोपनिषद्भूतमशेषविघ्नविधातनिघ्नमखिलद्दष्टाऽद्दष्ट संकल्पकल्पद्रुमोपमं શાસ્ત્રીયનાSMાપનાર્વીય પ્રાધેયમ્ ! અર્થાત્, મર્દ અક્ષર એવો છે, જે પરમેષ્ઠી એવા પરમેશ્વરનો વાચક છે; શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ છે; કલ આગમોનું રહસ્ય છે; સર્વ વિઘ્નોનું નિવારણ કરનાર છે; અને દષ્ટ તથા અદષ્ટ એવા સંકલ્પોને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. મ પદની પૂજાથી જીવ સકળ કર્મોનો ક્ષય કરી શિવ બને છે અર્થાત્ મોક્ષપદ પામે છે. મર્દ પદની ચાર દિશા અને વિદિશામાં આવેલાં અષ્ટ કમળોમાં સિદ્ધ અાદિ આઠ પદોની સ્થાપના કરવામાં આવેલી છે. આ નવે નવ પદો પરમ તત્ત્વસ્વરૂપ છે. 'સિરિસિરિવાલ કહા' નામના ગ્રંથમાં લખ્યું છે કે, एएहिं नवपए हिं रहिअं अन्नं न अत्थि परमत्थं । एएसु च्चिय जिनसासनस्स सव्वस्स उवयारो ॥ -- આ નવપદોથી અન્ય કોઈ પરમાર્થ નથી, એટલે કે પરમ તત્ત્વ નથી. આ નવપદોમાં જ સમસ્ત જિનશાસન ઊતરેલું છે. આ નવે પદોનું શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં વિધિપૂર્વક પૂજન કરવાથી સમગ્ર કર્મોનો ક્ષય કરી સિદ્ધપદ પ્રાપ્ત કરાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે, जे किर सिद्धा सिज्झतिं जे अ आवि सिज्झइस्संति, ते सव्वे वि हुं नवपयझाणेणं चेव निष्भंतं । -- જેઓ સિદ્ધ થયા છે, જેઓ સિદ્ધ થાય છે અને જેઓ સિદ્ધ થશે તે સર્વ નિશ્ચયપૂર્વક નવપદના ધ્યાન વડે જ જાણવું. આ નવપદો જુદા જુદા વર્ણનાં છે. શ્રી માનતુંગસૂરિજીએ નવકાર સારથવર્ણ'માં કહ્યું છે કે, ससि धवला अरिहंता, रत्ता सिद्धा य सूरिणो कणय । मरगयभा उवझाया, सामा साहू सुहं दितु।। -- ચંદ્ર જેવા શ્વેત અરિહંત ભગવંતો, રાતા રંગના સિદ્ધ ભગવંતો, કનક જેવા વર્ણવાળા આચાર્ય ભગવંતો, મરકત મણિની આભા જેવા ઉપાધ્યાય ભગવંતો અને શ્યામ વર્ણવાળા સાધુ ભગવંતો અમને સુખ આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy