SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪] [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી શ્રી ઋપિમંડલ મહાપૂજનમાં પૂર્વસેવા રૂપે આ પ્રમાણેની વિધિ કરવામાં આવે છે : (૧) પત્રાચ્છાદન, (૨) તિલકકરણ. (૩) ભૂમિશુદ્ધિ : ભૂમિગત ઉપદ્રવ ન નડે અને ભૂમિનું બહુમાન કરાય છે. (૪) પંચાં ગન્યાસ : અંગશુદ્ધિ અને ક્રિયામાં શરીરની સ્વસ્થતા જાળવવી, (૫) સકલીકરણ : ૧ પ સ્વીા નો ન્યાસ. અંગશુદ્ધિ અને સ્વસ્થતા માટે આ પાંચ બીજોને અનુક્રમે “fફ -- પીળા વર્ણનો કલ્પી ઢીંચણ ઉપર સ્થાપન કરવાનો. “g -- શ્વેત વર્ણનો કલ્પી નાભિ ઉપર સ્થાપિત કરવાનો. ‘ઝ' લાલ વર્ણનો કલ્પી હૃદય ઉપર સ્થાપન કરવો. “ નીલ વર્ણનો કલ્પી મુખ ઉપર સ્થાપવો. અને “ શ્યામ વર્ણનો કલ્પી મસ્તક પર સ્થાપીને સકલીકરણ કરવામાં આવે છે. (૬) વજપંજર સ્તોત્ર (આત્મરક્ષા સ્તોત્ર) : શરીરરક્ષા, દુષ્ટ શકિતઓથી રક્ષા, ધરતી તરફથી રક્ષા માટે કરવામાં આવે છે. નમસ્કાર મહામંત્રનાં નવ પદોની શરીરનાં જુદાં જુદાં અંગો પર મુદ્રાપૂર્વક સ્થાપી, જાણે નમસ્કાર મહામંત્રી રૂપી વજનો કોટ આપણી રક્ષા કરે છે તેમ કલ્પના કરવી. (૭) હૃદયશુદ્ધિ : ત્રણ વાર હૃદય પર હાથ મૂકી હૃદયમાંથી પાપ વિચારોને દૂર કરવા આ ક્રિયા કરવામાં આવે છે. (૮) મંત્રનાન (શરીરશુદ્ધિ માટે) : મંત્રથી અનેક તીથના પવિત્ર જળ નો જાણે ધોધ આપણા મસ્તક પર પડી રહ્યો છે અને આપણો દેહ-આતમ પવિત્ર થઈ રહ્યો છે, આવી કલ્પનાપૂર્વક મંત્રસ્નાન કરવામાં આવે છે. (૯) કલ્મષદર્શન : પાપ દહન કરવા માટે, સ્વસ્તિક મુદ્રા કરવાપૂર્વક કરવામાં આવે છે. (૧૦) કરન્યાસ : આંગળીઓને પવિત્ર કરવા કરાય છે. (૧૧) ઋષિમંડલ યંત્ર પૂજનનો ખાસ અષ્ટાંગન્યાસ : સમગ્ર શરીરને આઠ ભાગોમાં વિભકત કરવામાં આવે છે; અને આ આઠ ભાગની રક્ષા માટે આ ક્રિયા કરવામાં આવે છે. (૧૨) છોટિકા : કોઈપણ દિશામાંથી આકાશમાંથી પસાર થતી મલિન શકિતને ભગાડવા આ ક્રિયા કરાય છે. (૧૩) પટોદ્દઘાટન, (૧૪) યંત્રનું સુરભિ મુદ્રા વડે અમૃતીકરણ : યંત્રમાં સ્થાપિત દેવ-દેવીને સુરભિ મુદ્રા વડે અમૃતીકરણ કરવામાં આવે છે. (૧૫) ધ્યાન અને નમસ્કારવિધિ : યંત્રનું ધ્યાન અને ભાવપૂર્વક વંદના કરવામાં આવે છે. (૧૬) ગુરુ-સ્મરણ-નમન અને પૂજાવિધિ : ઉપકારક, તારક, પવિત્ર ગુરુભગવંતોને ભકિતભાવપૂર્વક બે હાથ જોડી, વંદન કરી, પૂજનની વિધિ આગળ શરૂ કરવી જોઈએ. (૧૭) ગણાધિપતિ : ગણ એટલે સમૂહ. તે ના સ્વામીને ગણાધિપતિ કહે છે. ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમસ્વામી ગણાધિપતિ કહેવાય છે, માટે તેમની પૂજા કરવામાં આવે છે. (૧૮) સંકલ્પવિધિ : પૂજનમાં સંકલ્પ કરવો એ મંત્રશાસ્ત્રની એક મહત્ત્વની બાબત છે. સંકલ્પ કરવા પાછળનું રહસ્ય એ છે કે તેનાથી જે જે કાર્યો માટે સંકલ્પ કર્યો હોય તે પૂજનના પ્રભાવથી સિદ્ધ થાય છે. (૧૯) રક્ષાપોટલી : રક્ષાપોટલી નામ જ બતાવે છે કે તે બાંધનારની રક્ષા કરે છે. આ એક તાંત્રિક પ્રક્રિયા છે, જેની અંદરનું રહસ્ય એ છે કે, સરસવના દાણા લાલ કપડામાં બાંધવામાં આવે છે અને પછી તે રક્ષાને મંત્ર બોલી, વાસક્ષેપથી પ્રભાવિત કરવામાં આવે છે; જે બાંધવાથી વિપ્નોનું છેદન થાય છે. (૨૦) પીઠસ્પર્શન : શ્રી ઋષિમંડલ મહાપૂજનની એક એક વિધિ પાછળ અનેક રહસ્યો છુપાયેલાં છે. તાંબાનું શ્રી ઋષિમંડલ મહાયંત્ર જે બાજોઠ પર પધરાવ્યું હોય તે બાજોઠને મેરુપર્વતની કલ્પના કરી અને ત્યાં પીઠિકા સ્થાપી હોય તેમ સ્થાપના કરવાની છે. (૨૧) યંત્રસ્પર્શન વિધિ : યંત્ર પર બંને હાથનો સ્પર્શ કરી એ ભાવના ભાવવાની છે કે આ મહામંગલકારી શ્રી ઋપિમંડલ મહાયંત્ર હરહંમેશને માટે મારા હૃદયમંદિરમાં બિરાજમાન થાઓ. શ્રી ઋષિમંડલ મહાયંત્ર પૂજનની ઉત્તરસેવામાં સમાયેલાં રહસ્યો : (૧) હ્રીંકારમાં બિરાજમાન ચોવીસ અરિહંત પરમાત્માઓની અષ્ટપ્રકારી પૂજા, કે જે શ્રી ઋષિમંડલ મહાપૂજનમાં મુખ્ય છે, અરિહંત પરમાત્માની ભકિત કરતાં કરતાં જીવ પોતે અરિહંત બની જાય છે. સમગ્ર જૈનશાસનનું રહસ્ય, સમગ્ર મહાપૂજનનું રહસ્ય હીં' કારમાં સમાયેલું છે. ચોવીસે પરમાત્માઓની ભાવપૂર્વક પૂજા કરતાં કરતાં આત્મા નિર્મળ બની જાય છે. અનેક જન્મોનાં પાપો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy