SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૩ જાય છે. એટલે કે, પોતે જ બીજાને પૂજવાયોગ્ય પરમાત્મા બની જાય છે; અર્થાતું, આત્માને પરમાત્મા બનાવનાર મહાન તાકાત આ પૂજનોમાં રહેલી છે. હવે આપણે આ ત્રણેય પૂજનોમાં સમાયેલાં ગૂઢ રહસ્યોને ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીએ. શ્રી દષિમંડલ પૂજન અને તેનાં રહસ્યો : શ્રી ઋષિમંડલ મહાસ્તોત્રની રચના પરમાત્મા મહાવીરદેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ કરેલી છે. તે વાત શ્રી પિમંડલ સ્તોત્રના શ્લોક ૧૦૨માં કહેવામાં આવી છે : 'श्री वर्धमान शिष्येण, गणभृत् गौतमर्षिणा । ऋषिमंडल नामैतत्, भाषितं स्तोत्रमुत्तमम् ।।' શ્રી ઋષિમંડલ એટલે શું ? જૈનશાસનમાં ઋષિમહર્ષિ અને પરમર્ષિ - આ ત્રણ શબ્દો જાણીતા છે. આ ત્રણેય શબ્દોના અર્થ તીર્થકરોનાં વિશે પણ થઈ શકે છે. એટલે કે, ઋષિ એટલે તીર્થકર અને મંડલ એટલે સમૂહ. આમ, ચોવીસ તીર્થકરોનાં મંડલોને આ પૂજનમાં સ્થાપન કરવામાં આવતાં હોય તેને શ્રી ઋષિમંડલ કહેવામાં આવે છે. ચોવીસ તીર્થકરોના જે તે વર્ણ પ્રમાણે ઋષિમંડલના મુખ્ય બીજ એવા કારની અંદર સ્થાપન કરવામાં આવે છે. શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી સુવિધિનાથ બંને ઉઠ્ઠલ વર્ણના છે અને ' ' કારમાં આવેલ નાદની અંદર સ્થાપવામાં આવેલા છે. શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી શ્યામ વર્ણન છે, તેમને ફૂ કારમાં આવેલ બિંદુની અંદર સ્થાપવામાં આવેલા છે. શ્રી પદ્મપ્રભુ અને શ્રી વાસુપૂજ્ય સ્વામી રકતવર્ણના છે અને “દી કારમાં આવેલી કલાની અંદર સ્થાપવામાં આવેલા છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મલ્લિનાથ લીલા વર્ણના છે અને “દી કારમાં આવેલ “ક્ની અંદર સ્થાપવામાં આવેલ છે. બાકીના સોળ તીર્થકરો સુવર્ણ વર્ણના છે અને “દૂ કારમાં 'હ' અને 'ર'ના સ્થાને બિરાજમાન છે. આ વાત શ્રી ઋપિમંડલ સ્તોત્રની અંદર નીચેના શ્લોકમાં દર્શાવી છે : चन्द्रप्रभ-पुष्पदन्तौ 'नाद' स्थिति समाश्रितौ । “बिन्दु' मध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ।।२४।। पद्यप्रभ-वासुपूज्यौ 'कला' पदमधिष्ठितौ । शिर 'ई' स्थिति संलीनौ, पार्श्व-मल्ली जिनोत्तमौ ।।२५।। शेषास्तीर्थकृतः सर्वे 'ह-र स्थाने नियोजिताः मायाबीजाक्षरं प्राप्ताः चतुर्विशति-रहताम् ।।२६।। - શ્રી ઋષિમંડલ મહાયંત્રની અંદર અનેક શકિતઓ અને અનેક રહસ્યો ભર્યા છે. યંત્ર એટલે મંત્રનો દેહ, મંત્રનું શરીર, મંત્રને રહેવાનું સ્થાન. યંત્રોના વિવિધ આકારો હોય છે, જેમ શ્રી ઋષિમંડલ મહાયંત્ર કળશ આકારનું છે. યંત્રોના વિવિધ પ્રકારના આકારો, આકૃતિઓ પ્રત્યે લોહચુંબકની જેમ દેવો વગેરેને તેમ જ વિશ્વમાં વર્તતી અદશ્ય શકિતઓને પ્રેમ અને આકર્ષણ હોય છે; તેથી યંત્રોનું દર્શન, પૂજન વગેરે ઈષ્ટ લાભને આપે છે; તે બધી વાતનું અનુકૂળ વાતાવરણ સર્જે છે, ઇષ્ટ કાર્યની સિદ્ધિ કરે છે; અને બધી રીતે શાંતિ અને યોગક્ષેમને આપે છે. યંત્ર ઉપર મંત્રો લખેલા હોય છે. અને મંત્ર એટલે દેવોને રહેવાનું સ્થાન. શ્રી ઋષિમંડલ પૂજનમાં એ રહસ્ય છુપાયેલું છે કે તે પૂજનથી શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે કે, ઋષિમંડલ પૂજન માત્ર શાંતિને આપનારું જ નહિ; પુષ્ટિને આપનારું પણ છે. મંત્રશાસ્ત્રમાં શાંતિકર્મ અને પોષ્ટિકકર્મમાં ઉપયોગી મંત્રબીજો નક્કી થયેલાં છે : શાંતિ કરવા માટે સ્વાહા' અને પૌષ્ટિકકર્મ કરવા માટે સ્વધા”. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વિશેષ પ્રકારે શાંતિપ્રધાન ગણાતું હોવાથી પૂજન મંત્રોમાં માત્ર સ્વાહા બીજનો ઉપયોગ થયો છે. જ્યારે શ્રી ઋષિમંડલ મહાપૂજન મંત્રોમાં સ્વાહા અને સ્વધા- આ બે બીજો જોડવામાં આવ્યાં છે. એ વાત ઉપરથી નક્કી થાય છે કે ઋષિમંડલ મહાપૂજન શાંતિ અને પુષ્ટિ આપનારું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy