SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - - મા- --- - - ---- - -- - - ---- --- શ્રી ઋષિમંડલ પૂજન, શ્રી સિદ્ધચક્ર પૂજન તથા શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનનાં રહસ્યો - જશુભાઈ જે. શાહ જૈનારાધનાનાં વિવિધ અનુષ્ઠાનો-ક્રિયાકાંડોના પ્રસિદ્ધ વિધિકાર શ્રી જશુભાઇ શાહે પ્રસ્તુત લેખમાં શ્રી સિદ્ધચક્ર પૂજન, શ્રી ઋપિમંડલ પૂજન અને શ્રી પા-પદ્માવતી પૂજનની સંપૂર્ણ પ્રવિધિઓ જણાવી છે અને તેનાં રહસ્યો ખોલી આપ્યાં છે. પદ્માવતીપૂજન અંગેનો પોતાનો અનુભવ પણ એમણે ટાંકયો છે જે નોંધપાત્ર છે. સાધકો માટે આ સઘળી માહિતી અત્યંત ઉપયોગી અને ભકિત-ભાવમાં વૃદ્ધિ કરનારી છે. -- સંપાદક જૈનશાસનમાં મંત્રી અને યંત્રોને એક આગવું પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તેમાંયે શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ, મહાપ્રભાવી, ભૌતિક અને આધ્યાત્મિક સુખોના ભંડાર એવા બે બૃહદ્ર મહાયંત્રોનું પ્રાધાન્ય છે. પ્રથમ શ્રી સિદ્ધચક્ર બૃહદ્ મંત્ર અને બીજું શ્રી ઋષિમંડલ બૃહદ્ યંત્ર. શ્રી સિદ્ધચક્ર યંત્રના કેન્દ્રમાં “ % ? ' બીજ સહિત અહમ્'ની મુખ્યતા છે, જ્યારે શ્રી ઋષિમંડલ મહાયંત્રમાં અહીં બીજ સહિત ચોવીસ તીર્થકરોની મુખ્યતા છે. આ બંને મહાયંત્રોનું વિધિસહિત પૂજન, અર્ચન કરવું તેનું નામ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અથવા શ્રી ઋષિમંડલ મહાપૂજન કહેવાય છે. આ ઉપરાંત, જૈનશાસનની અધિષ્ઠાયિકા મા ભગવતી પદ્માવતીજીની પણ કેટલાંક વિશિષ્ટ કાર્યોની પૂર્તિ અર્થે મહાપૂજા કરવામાં આવે છે. આ ત્રણેય મહાપૂજનોમાં અજબ-ગજબનાં રહસ્યો છુપાયેલાં છે. જેમ એક નાનકડા અણુબોમ્બમાં અનેક શકિતઓ છૂપાયેલી હોય છે તેમ આ મહાપૂજનોમાં અનેક પ્રકારની શકિતઓનો ભંડાર ભરેલો છે. હા, અણુબોમ્બ વિનાશક શકિત ધરાવે છે, જ્યારે આ મહાપૂજનો ઉપસર્ગોનો નાશ કરવાની અને મનની શુભ ઇચ્છાઓને પૂર્ણ કરવાની એક મહાન સર્જનાત્મક શકિત ધરાવે છે. અરે ! આ પૂજનોમાં મહાપુરુષોએ એટલી શકિત મૂકેલી છે કે સાધક આત્મા જો વિધિપૂર્વક શ્રી સિદ્ધચક્ર પૂજન, શ્રી ઋષિમંડલ પૂજન અથવા શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનમાંથી એકની પણ આરાધના કરે તો જીવ શિવ બનવાની શકિત પ્રાપ્ત કરે છે. વીતરાગ તીર્થંકર પરમાત્માનું નામ-સ્મરણ, પૂજા, ભકિત અને ધ્યાનથી અશુભ કર્મોનો ક્ષય થઇ આત્મા નિર્મળ બને છે. આ પૂજનોની શરીરની વિવિધ ગ્રંથિઓ પર અથવા લોહીના ભ્રમણ (Blood Circulation) પર એવી દિવ્ય અસર થાય છે કે જે આત્માને ત્યાગ અને વૈરાગ્ય તરફ લઈ જાય છે. પૂજનમાં બોલાતા મંત્રાલરો પૂજનીય, વંદનીય અને સ્મરણીય છે. તેમાં દેવ-દેવીનાં નામોના કર્ણશ્રવણથી તેમ જ પૂજનમાં થતી પવિત્ર ક્રિયાઓની અસરથી, શુદ્ધ બનેલ વાતાવરણથી અને પૂજનના પવિત્ર ભાવોથી તન અને મન ઉપર એવી દિવ્ય અસર થાય છે કે આત્મા કોઈ અનેરો આનંદ અનુભવે છે; આત્માને વારંવાર આનંદના ઓડકારો આવે છે. જિનેશ્વર પરમાત્માની ભકિતમાં એવી તાકાત છે કે, 'જિનગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ' અને પૂજા કરતાં પ્રાણીઓ, પોતે પૂજનીક થાય.” આમ, પૂજન કરનારો આત્મા પોતે પૂજનીય બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy