SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ક્ષયોપશમથવાના કારણે, અને તેમાં પણ દર્શનમોહનીય કર્મનો બળવત્તર ક્ષયોપશમ થવાના કારણે પ્રગટેલ સાચી સમજ, અને આત્માનું આત્યંતિક કલ્યાણ સધાવીને મોક્ષ પ્રાપ્ત કરાવે, એવો જ શ્રી જિનેન્દ્ર પરમાત્માક્ત ધર્મ, તે ધર્મના મર્મને અતીવ ઊંડાણથી સમજેલ શ્રી પુણિયા શ્રાવક, કે શ્રી આનંદ કામદેવાદિ જેવા પરમ સુસજ્જન ધર્મનિષ્ઠ શ્રાદ્ધરત્નોનું બાહ્ય અભ્યતર જીવન નિર્દભ હોવાથી એકરૂપ કોરી પાટી જેવું હોય છે. એવા નિર્દભ પરમ સુસજ્જન ધર્માત્માઓ તો આંગળીના વેઢે ગણાય તેટલાય નહીં હોય. ત્યારે એની સામે એટલે નિર્દભ પરમ સુસજ્જન ધર્માત્માઓનો પ્રતિસ્પર્ધી એટલે અજ્ઞાન અને મોહાધીન એવો અધમાધમ પરમ પામર વર્ગ તો કલ્પનાતીત બહુસંખ્યક છે. તે વર્ગ તો એમ જ સમજી બેઠો છે, કે દુર્જનતા, ધૂર્તતા અને પાપનું આચરણ કરવું એ તો અમારો અનાદિકાલીન જન્મજાત અધિકારરૂપ મુદ્રાલેખ છે. એ વર્ગમાંથી જેમનો કંઈક અંશે જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો ક્ષયોપશમ થયેલ છે એવો વર્ગ વ્યાવહારિક જીવન સાથે અત્યલ્પ અંશે ધાર્મિક જીવન પણ આવે છે, પણ ધર્માત્મા હોવાનો દેખાવ કરવા માટે દંભનું સેવન થતું પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યું છે. આ સંબંધમાં આપણું અજ્ઞાન ભાંગે, ધર્મને આપણે આપણા પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં લઈએ અને એ માટે આપણાં જૈન સૂત્રો, ગીતા, મહાભારતનાં વચનો વગેરે આપણને ખૂબ જ ઉપયોગી બની રહે તેમ છે. મૂર્તિપૂજા સગુણોપાસના જેવી કોઈ દિવ્ય કલ્પના નથી અને એના જેવો બીજો કોઈ આનંદ નથી. સગુણોપાસના કરતી વખતે મૂર્તિમાં રોજ રોજ નવા ભાવો જોવા મળવા જોઈએ. તત્પરતા અને સમર્પણના ગુણો જીવનવિકાસ માટે સગુણોપાસકમાં અતિ આવશ્યક છે અને તે મૂર્તિપૂજા દ્વારા મળતા હોય છે. વાસ્તવિક મૂર્તિપૂજા બહુ ઉચ્ચ છે. મૂર્તિની શક્તિ માનવીને જીવનની ટોચ સુધી લઈ જાય છે. એક જ મૂર્તિમાં બાળકોને રમકડું લાગે, કલાકારને શિલ્પનાં દર્શન થાય, ચિત્રકારને તેમાં પુરાયેલા રંગો ભાસે, સોનીને અલંકાર દેખાય, પણ ભાવપૂર્ણ અંત:કરણવાળા ભક્તની વાત ન્યારી છે. તે ભક્તાત્માને મૂર્તિમાં પરમાત્માનાં દર્શન થાય છે. ભાવથી મૂર્તિપૂજા કરવી હોય તો શક્તિ અને કૌશલ્ય જોઈએ. ભગવાન જેવું શુદ્ધ સ્ફટિકવત્ ચિત્ત કરવા માટે તો વિધિવત્ મૂર્તિપૂજા અવશ્યમેવ કરવી જોઈએ. તેમાં પણ પહેલાં તનુપૂજા, પછી ગુણપૂજા અને છેલ્લે તત્ત્વપૂજા – આમ મૂર્તિપૂજાની પરંપરા ગણાવી શકાય. પૂજાનાં આ શ્રેષ્ઠતમ પગથિયાં છે. એ માર્ગે જવાથી પ્રભુના ચિત્ત જેવું આપણું ચિત્ત થાય. એવી પણ એક વિચારધારા પ્રવર્તે છે કે તીર્થકરો શબ્દબ્રહ્મસ્વરૂપ છે. આખું જગત શબ્દનો અંશ છે, નાદની લીલા છે. એ નાદની શક્તિનું મૂળ અહંતોમાં છે, દેહધારી અહંતોમાં છે. દેવતાઓ આ શબ્દને અધીન છે; અહંતોની એ શક્તિને પ્રાપ્ત કરવા જ આપણે ત્યાં પૂજાપદ્ધતિ છે. એ પરમશક્તિ મૂર્તિના માધ્યમથી પ્રગટ કરવા માટે મૂર્તિનિર્માણ છે. એના અવતરણ માટે પ્રતિષ્ઠા છે. મૂર્તિમાં એ શક્તિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy