SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] મૂલ્યનિષ્ઠ ધર્મ-પ્રણાલિકાઓ ધર્મ જીવનનાં અમુક સનાતન મૂલ્યોનું વિધાન કરે છે. આવાં મૂલ્યો અને આચારના નિયમો અમુક કક્ષાએ બધા જ ધર્મોએ સ્વીકાર્યા છે. આ બધાં મૂલ્યોનું મૂળ ઉદ્ભવસ્થાન ત્રિપદી છે. તો જ જીવાત્મા પોતાનું હિત એટલે આત્મકલ્યાણ સાધીને મોક્ષ પામી શકે. એત્રિપદીને જીવિત રાખવા માટેનું અમૃતમય પરમ અમોઘ ઔષધ છે ત્રિપદી પ્રત્યે પરમ અકાટ્ય શ્રદ્ધાપૂર્વક સર્વતઃ પ્રાણાતિપાદ મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ વિરમણવ્રત. એ પંચપાદ ધાર્મિક આચારસંહિતા અંગીકાર કરીને અણિશુદ્ધ અખંડ આરાધન કરનાર સમસ્ત વિશ્વ ઉપર નિરંતર કલ્પનાતીત અસીમ ઉપકાર સહજભાવે કરી રહેલ છે. તેવા પરમ ઉપકારક વર્ગને શાસ્ત્રોમાં પૂજ્ય શ્રમણ-શ્રમણી રૂપે કે પૂજ્ય સાધુ-સાધ્વી રૂપે વર્ણવેલ છે. અલોકાકાશ પ્રદેશ અનંત છે, તેમ જીવસૃષ્ટિ પણ અનંત છે. તેમાં માનવજીવસૃષ્ટિ તો અનંતમાં ભાગે જ છે. તે અનંતમા ભાગની માનવસૃષ્ટિમાંથી સદાને માટે અત્યલ્પસંખ્યક માનવસૃષ્ટિ જ પંચપાદ ધાર્મિક આચારસંહિતાને સર્વતઃ અંગીકાર કરીને અણિશુદ્ધ અખંડ પાલન (આચરણ) કરનાર હોય છે. સર્વતઃ અંગીકાર કરીને આચરણ કરનાર કરતાં અમુક અધિક સંખ્યક માનવસૃષ્ટિ સમ્યકત્વપૂર્વક દેશતઃ ભિન્ન ભિન્ન રીતે સ્થૂલ વ્રતનિયમોને અંગીકાર કરી પાલન કરનાર હોય છે, અને શેષ સર્વ માનવસૃષ્ટિને સર્વત અને દેશતઃ સ્કૂલ વ્રત-નિયમોને અંગીકાર કરીને પાલન કરવા અતિશય દુષ્કર લાગવાથી, તે શેષ માનવસૃષ્ટિમાંથી માર્ગાનુસારિતાના અમુક અમુક અંશને વરેલ અત્યલ્પ - માનવસૃષ્ટિએ પોતાના જીવનનું ઘડતર આદર્શ બને, તે માટે અમુક અંશે અહિંસા-અસત્યનો ત્યાગ અને બ્રહ્મચર્ય એ ત્રિપાદ આચારસંહિતાને અંગીકાર કરીને પાલન કરવા લાગ્યા અને વ્રતનિયમ આદિથી સર્વથા નિરપેક્ષ એવો માનવ સમુદાય અત્યધિક સંખ્યક છે. તે માનવ સમુદાય તો અસુરો, દાનવો અને મહાક્રૂર હિંસક પશુઓને પણ લજવે અને વટલાવે તેવો મહાભયંકર અભિશાપરૂપ છે. તે બાલિશતાને કારણે આજનું દૃશ્ય વિશ્વ ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતું સાવ ભાંગી પડ્યું છે. આત્મવત્ સર્વભૂતેષુ' અર્થાત્ જીવમાત્ર પ્રત્યે આત્મીયતા કેળવવી એ આત્મવિકાસનું એટલે પરમાત્મસ્વરૂપ પામવાનું લક્ષણ છે. અહિંસા એ અભયનું, આત્મપરાયણ જીવનનું સ્વાભાવિક ફળ છે. માનવ જેવા ઉત્તમ ભવ મળ્યા પછી તો જીવાત્માએ સત્ય અને સદાચારના ચરમસીમાન્ત શાશ્વત આદર્શોના સદાયના અધિકારી થવાય તે રીતે વર્તવાનું છે. સ્વાર્થસાણસાની ભયંકર ભીંસ(પકડ)માંથી સદાને મુક્ત કરાવીને પરમાર્થના પરમ પવિત્ર પંથે પ્રસ્થાન કરાવીને પ્રલયકાલીન ઝંઝાવાતી વાયુની જેમ પુરપાટ આગળ ને આગળ દોડાવે (ધપાવે) તેને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. આત્માને સ્વાર્થાન્ધ, લોભાન્ય, કામાન્ય, ક્રોધાન્ય અને નિર્દયાશ્વ આદિ સર્વ દુર્ગુણોની દુર્ગન્ધથી ગંધાતા ઉકરડા જેવો બનાવે, તો તે ધર્મ નહીં, પણ મહા અધર્મ છે. સ્વાર્થાન્ત આત્માઓ ધર્મનું ફળ ઇચ્છે છે, પણ તેમને ધર્મનું આચરણ કરવું ગમતું નથી. પાપનું ફળ નથી જોઈતું, પણ પાપ નિરંતર તન્મય, તદાકાર બનીને પ્રસન્નતાપૂર્વક કર્યે જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy