SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ( ધર્મપ્રવાહો ધર્મ મનુષ્યના સ્વભાવમાં જન્મથી જડાયેલો છે; પણ સમયે સમયે માનવમનમાં અનેક અટપટી સમસ્યાઓ ઊભી થાય છે, જેને કારણે જીવમાત્ર પ્રત્યે આત્મીયતા કેળવવાની ભાવનાને સ્થાને ભેદભાવ અને સ્વાર્થી વૃત્તિ દાખલ થઈ જાય છે. એ આસુરી વૃત્તિ માનવને વિસંવાદી બનાવે છે. પોતાના સ્વભાવને પરમ ગુણાનુરાગી, સંવાદી અને સુરીલો બનાવવો હોય, તો માનવે એક ક્ષણનાય વિલંબ વિના નિરંતર દિવ્યતા પ્રગટાવનારા ધર્મને સાચા અર્થમાં તત્કાળ અપનાવવો પરમતમ અનિવાર્ય છે. એક તરફ વિશ્વકુટુંબ અને આત્મૌપમ્યની ભાવનાને પોષનારા ધર્મના આદર્શો અને બીજી તરફ સંકીર્ણ સ્વાર્થવૃત્તિઓ –એ બંનેનો એકબીજા સાથે મેળ કેમ બેસાડવો? જે આદર્શો અને પુરુષાર્થો મનુષ્યનું ચારિત્ર્ય ઘડવામાં ફાળો આપે છે એ ધર્મ એટલે સદ્વર્તનના ચોક્કસ નિયમો. એને અનુસરવાથી જ સંસારમાં અભ્યદય અને મુક્તિ બંને મળે છે. ધર્મમાં ઇથરોપાસના અને સદાચાર-બંનેનો સમાવેશ થાય છે. ધર્મ તો વિશાળતા બક્ષે છે, સ્વાર્થ-સંકુચિતતામાં બાંધનારો નહિ. ભારતીય આર્ય ચિંતકો ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો સાથે ધર્મના આચરણ તરફ વધારે લક્ષ આપે છે. ધર્મ એક પરમ ઉચ્ચ વિચારધારા છે, તેના કરતાં વધુ અંશે આચારમાર્ગ છે. ધર્મ એ બુદ્ધિથી જાણવાની વસ્તુ છે એના કરતાં વધારે જીવનમાં ઉતારવાની અને આચરવાની વસ્તુ છે. પ્રભુપરાયણ જીવન કે દેવી સાધનામાર્ગ એ માત્ર બુદ્ધિવિકાસ, વિદ્વત્તા કે વાદવિવાદથી પ્રાપ્ત થતું નથી. ધર્મનાં બે અંગો એક તત્ત્વચિંતન અને બીજું કર્મકાંડની વિધિઓ. આપણા શાસ્ત્રકારોએ ‘ફાન ઉપામ્યાં મોટા’ કહ્યું છે. અંધપંગુ ન્યાય પ્રમાણે બન્નેની આવશ્યકતા છે. તત્ત્વજ્ઞાન એ તો જીવનના મૂળ અને અંતની શોધનું અનુભવભાથું લઈને રચાયેલું અત્યુત્તમ શાસ્ત્ર છે. તત્ત્વજ્ઞાન એ કેવળ અનુમાન કે લ્પનાનો વિષય નથી, પણ જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે એનો ઉપયોગ છે. ભારતીય જીવનદૃષ્ટિ તત્ત્વજ્ઞાનને અગ્રપદે સ્થાપે છે કારણ કે માનવીના સર્વાગીણ વિકાસમાં વ્યકિત અને સમાજના હિતની સમતુલાની જાળવણીમાં જીવનને ઉત્તમ ધ્યેયનિષ્ઠ બનાવી સત્ત્વોન્મુખ બનાવવામાં તત્ત્વજ્ઞાનનો આધાર જરૂરી છે. એ સત્યને જે સમજે છે તે સ્વીકારે છે. કર્મકાંડનાવિધિવિનાનું, માત્ર કોરુતત્ત્વચિંતન ધાર્યું પરિણામ લાવી શકે નહીં. બન્ને અંગોએ સાથે સાથે જ રહેવું જોઈએ. આ બન્નેનો સમન્વય સાક્ષાત્કારનું લક્ષ્ય સમર્પે છે. એ બન્ને એકઠાં મળીને જીવનની સાર્થકતા સમર્પે છે. આમ ધર્મ એ તત્ત્વચિંતન અને કર્મકાંડનું બુદ્ધિયુક્ત સંમિશ્રણ છે. આપણે અપેક્ષા રાખીએ કે તિમિર, મૃત્યુ અને કલહનાં બળોની સામે તેજ, જીવન ને પ્રેમનાં બળોનો વિજય થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy