SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ 'પુષ્પાંબરવસ્ત્ર રૂપવિચિત્રે, રાજિત છત્રે રાજમતી, હસ્તાયુધમાના કુર્કુટયાના, પાનસુપાના પુણ્યવતી; પહરણ પટકુલી ચરણાચોલી, નીકપોલી સંચરતી, સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માતા ગિરમા જૈનમતિ, માતાજીની મૂર્તિ પ્રાયઃ ફણામંડિત હોય છે. માતાજી ત્રણ, પાંચ કે સાત ફણાથી શોભાયમાન હોય છે. કારણ કે, અનેક સ્તોત્રોમાં એમને 'નાગિની', 'નાગદેવતા' તથા 'કક્કુટોરગવાહિની' તરીકે પણ સ્તવવામાં આવ્યાં છે. સર્પોની અનેક જાતિઓમાંથી એક કર્કુટજાતિના સર્પો પણ હોય છે, જેના મસ્તક પર કૂકડા જેવી કલગી હોય છે, અને તે ઊડતા પણ હોય છે. એવા વાહનને ધારણ કરનારી મા ફકત જૈનમતમાં જ નહિ, પણ અનેક દર્શનોમાં પૂજાયેલી છે. નીચેનો શ્લોક વાંચવાથી ખ્યાલ આવશે કે જૈનેતર દર્શનોમાં પણ ભગવતી કયા કયા નામે પૂજાય છે ઃ 'तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे वज्रा कौलिक शासने जिनमते पद्मावती विश्रुता [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી गायत्री श्रुतिशालिनां प्रकृतिरित्युक्तासि सांख्यागमे ।' બૌદ્ધોમાં દેવી તારાના નામે, શૈવ સંપ્રદાયમાં ભગવતી ગૌરી નામે, કૌલિકમતમાં દેવી વા નામે, જિનમતમાં દેવી પદ્માવતીના નામે, વૈદિક મતમાં મા ગાયત્રીના નામે તથા સાંખ્યદર્શનમાં પ્રકૃતિદેવીના નામે - આમ દેવી પદ્માવતી વિવિધ દર્શનમાં કે મતમાં વિવિધ નામે ઓળખાય છે અને પૂજાય છે. શ્રી પદ્માવતીજીએ પ્રાચીન કાળમાં અનેક આચાર્યભગવંતોને, સાધુભગવંતોને તથા આરાધકોને સહાય કર્યાના દાખલાઓ જાણવા મળે છે, જે ભાવિકની શ્રદ્ધાનાં પૂરક બને છે. ભયંકર સંકટમાં કે વિપત્તિકાળે એકાગ્રતાથી માતાજીનું ધ્યાન કરવામાં આવે તો મા અવશ્ય સહાયક બને છે. શુદ્ધતા (બાહ્ય), સરલતા (આશયશુદ્ધિ), સ્થિરતા (ચંચળતાનો ત્યાગ), એકાગ્રતા (એકચિત્ત) તથા દઢતા (સંકલ્પ)--આ પાંચેય શબ્દો ધ્યાન અને ધ્યેયસિદ્ધિની પંચપદી છે. આ પંચપદીપૂર્વક (યોગ્ય ગુરુ પાસે) મંત્રદીક્ષા લઇ, ત્યારબાદ જે જાપ કરવામાં આવે છે તે અવશ્ય ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે આ પંચપદીમાં કોઇ એક પણ છૂટી જાય તો ઇષ્ટ ફળની પ્રાપ્તિ શકય બનતી નથી. જેમ કે, માનસિક રીતે પરેશાન થયેલ સાધક એકાગ્રતા જાળવી શકતો નથી, તેથી ચિત્તવિશુદ્ધિ જળવાતી નથી, સાથે સાથે તેની દઢતા પણ ભાંગી જાય છે. માતાજી સઘફલા છે. શાસન માટે અને શાસનના ભકતો માટે હમેશાં તૈયાર જ હોય છે. પણ કલિકાલમાં અધીરતાના પરિણામે ઘણીવા ઘણાને આ સાધનામાંથી પાછા પડવું પડે છે. જાપમંત્ર વિશુદ્ધ હોવો ઘટે. અધિકારી પાસેથી પ્રાપ્ત થયેલો હોવો ઘટે. ત્યાર પછી ઉપરોકત પંચપદીપૂર્વક માતાજીની સાધના કરવામાં આવે તો એ અવશ્ય ફળદાયી બને છે. મારા પોતાના સ્વાનુભવ ઘણા છે. જ્યારે જ્યારે સંકટ પડયું છે, જ્યારે જ્યારે સમસ્યાઓ ખડી થઇ છે, ત્યારે પંચપદીપૂર્વક કરાએલી માતાજીની સાધનાએ સર્વનું નિરાકરણ કર્યું છે. અસંભવને સંભવ બનાવનારી, અશકયને શકય કરનારી એ મહાદેવી છે ! આવા હળાહળ કળિયુગમાં પણ દેવીભકતોની અભિલાષા પૂર્ણ કરે છે. માતાજીના પ્રાચીનમાં પ્રાચીન સ્થાન તરીકે હોમ્બુજા ગણી શકાય, જે હાલમાં પણ વિદ્યમાન છે. પ્રાચીન નામ હોમ્બુજા છે, પણ હાલમાં તે હુમચ તરીકે ઓળખાય છે. એ દક્ષિણ ભારતમાં, કર્ણાટક રાજ્યમાં આવેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy