SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૨૯ સહુ સંઘના સંકટ ચૂરતી 'જે સંઘ ચતુર્વિધ રક્ષતી શાહ મનુભાઈ સી. ડભોઈવાળા મા ભગવતીનાં પૂજન-અર્ચનમાં મંત્રોચ્ચારનો નાદ વાતાવરણમાં ગુંજતો કરી મકનાર આ જાણીતા-માનીતા વિધિકાર શ્રી મનુભાઇએ અહીં શુદ્ધતા, સરલતા, સ્થિરતા, એકાગ્રતા, દઢતા વગેરે પંચપદીની વાત ગોઠવી પ્રસ્તુત કરી છે. માનસોપચારમાં સ્મરણ, વંદન અને કીર્તન સર્વશ્રેષ્ઠ હોવાનું પણ સુંદર નિરૂપણ કર્યું છે. એક વાત નોંધપાત્ર છે કે, 'શ્રદ્ધામેં અગર જાન હૈ, તો સાક્ષાત્કાર તુમસે દૂર નહીં !” શ્રી મનુભાઇ ડભોઇવાળા પદ્માવતીપૂજનના જાણીતા વિધિકાર છે. -- સંપાદક દેવાધિદેવ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ પ્રભાવક અને જગતારક છે. વર્તમાનકાળમાં તેઓશ્રીનો મહિમા સહથી વધારે વિસ્તરેલો છે. કલિકાલમાં કલ્પવૃક્ષ સમા એ તારક તીર્થંકર પરમાત્માના મહિમાને વધારતાં અનેક સ્થાનો આજે પણ વિદ્યમાન છે. એ તીર્થસ્થાનોનો મહિમા વધારવામાં અધિષ્ઠાયક દેવ-દેવીઓનો ફાળો પણ હોય છે. પુરુપાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતી કલિકાલમાં પણ વિપ્ન હરનારી, સંકટને ચૂરનારી ને સંઘની રક્ષણહારી તથા મહાપ્રભાવ ધારનારી છે. જેમ પાર્શ્વનાથ પરમાત્માનાં અનેક સ્થાનો છે, તેમ મા ભગવતી પદ્માવતીદેવીનાં પણ ચમત્કારિક અને પ્રભાવક સ્થાનો રહેલાં છે. જ્યાં જ્યાં પ્રભુ પા છે, ત્યાં ત્યાં પ્રાય: દરેક સ્થાને માતાજી પણ બિરાજમાન હોય છે. સાથે નાગરાજ ધરણેન્દ્રના પણ અનેક ચમત્કારિક પ્રસંગો જનશ્રુતિમાં ગુંજતા હોય છે. મા પદ્માવતી (૧) રકત પદ્માવતી, (૨) કામાખ્યા પદ્માવતી, (૩) ત્રિપુરા પદ્માવતી વગેરે અનેક નામો અને સ્વરૂપોથી પૂજાય છે. જૈન-જૈનેતર લોકહૈયાંમાં સહુથી વિશેષ સ્થાન મેળવનાર કોઈ દેવી હોય તો તે મા પદ્માવતી છે. એના સ્વરૂપનું ધ્યાન ધરતાં, એના માનસજાપ કરતાં દેવી અવશ્ય વાંછિત પૂરે છે. મહાન પૂર્વાચાર્યરચિત દિવ્ય સ્તોત્રમાં માતાજીનું અદભુત રૂપ વિલસી રહ્યું છે : पद्मासना पद्मदलायताक्षी पद्मानना पद्यकराद्धि पद्या । पद्मप्रभा पार्श्वजिनेन्द्रसक्ता पद्यावती पातु फणीन्द्रपत्नी ।। અર્થાત, ભવ્ય અને દિવ્ય કમળાસન પર બિરાજનારી, કમળપત્ર સમાં નિર્મળ નેત્ર ધરનારી, કમળ જેવા વદનવાળી, કમળ સમાં હાથ તથા ચરણવાળી, કમળ જેવી કાંતિ વિસ્તારનારી, પાર્શ્વનાથ પ્રભુમાં આસકત ભકતહૃદય ધારનારી અને શ્રી નાગરાજ ધરણેન્દ્રદેવની પત્ની મા પદ્માવતી મારી રક્ષા કરો. મુનિશ્રી હર્ષસાગરજીરચિત પદ્માવતી છંદમાં પણ માતાજીનું અદ્ભુત સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ. આ ચિંતામણિરત્ન સમા છંદમાં કવિ કહે છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy