SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શાસનદેવી શ્રી પદ્માવતી : એક સંક્ષિપ્ત સર્વેક્ષણ * પ્રા. કલ્યાણમલજી લોઢા જૈન-જૈનેતર ચરિત્રગ્રંથોમાં પદ્માવતી નામને ધારણ કરનાર ઉલ્લેખો લઈને કલ્પો, મંત્રો અને યંત્રોના માધ્યમ દ્વારા ભગવતીના સ્વરૂપનું અત્રે વર્ણન કરવામાં આવ્યું છે. તેમ જ હુમ્બજ તીર્થની પદ્માવતીની પ્રાચીનતા દર્શાવાઈ છે. | સામાન્યજનને પણ દેવી પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વધે એવું આ લેખમાં સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. -- સંપાદક ભારતીય વાય અનેક રત્નોથી સભર છે. એ વામનું એક અણમોલ રત્ન છે પદ્માવતી દેવી. ભારતીય સાહિત્યમાં તેમનાં વિવિધરૂપો અને માહામ્ય વિષે અનેક ઉલ્લેખો મળે છે. કારણ કે તે ભારતીય મનીષીઓના ચિંતન અને અધ્યાત્મસાધનાની મહિમાવંત દેવી છે. આપણે ભગવાન પાર્શ્વનાથની શાસનદેવીના રૂપે પદ્માવતી વિશે વિચારીએ તે પહેલાં જૈનેતર સાહિત્યમાં અભિવ્યકત થયેલ તેમના સ્વરૂપ વિષે જાણી લઈએ, તે વધુ યોગ્ય થશે. દુર્ગા સપ્તશતીના છઠ્ઠા અધ્યાયમાં તેમના વિશે આ પ્રમાણે અભિવ્યકિત થયેલ છે : ॐ नागाधीश्वर विष्टरां फणिफणौत्तंसोरु रत्नावली । भास्वद देहलता दिवाकर निभौ नेत्रत्रयो द्भासिताम् । माला-कुम्भ-कपाल नीरज करांचन्द्रार्ध चूडामणि । सर्वज्ञेश्वर भैरवाङक निलयां पद्यावतीं चिन्तये । અર્થાત્, 'હું સર્વશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારી પરમોત્કૃષ્ટ પદ્માવતી દેવીનું સ્મરણ કરું છું. તે નાગરાજના આસન પર બિરાજમાન છે. નાગોની ફેણ પર સુશોભિત થતી મણિઓની વૈજયન્તીમાળા તેણે કંઠમાં ધારણ કરી છે, તેથી તેની દેહયષ્ટિ વધુ ને વધુ જાજ્વલ્યમાન દેખાઈ રહી છે. તેનું મુખારવિંદ સૂર્યની માફક ચમકી રહ્યું છે. ત્રણે નેત્રો તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. તે હાથમાં માળા, કુમ્ભ, કપાલ અને કમળ લઈને ઊભી છે. તેના મસ્તક પર અર્ધચન્દ્રાકાર મુગટ શોભી રહ્યો છે.' આ રૂપવર્ણનની તુલના જ જાલંદામાં ઉપલબ્ધ જૈન મૂતિ સાથે કરીએ તો બંનેમાં આછેરી એકરૂપતા જોવામાં આવે છે. આ ઉપરાંત પદ્મપુરાણના સૂર્યમંડ અને ક્રિયાખંડમાં પણ પદ્માવતીનો ઉલ્લેખ મળે છે. સૂર્યખંડ (૪૮-૫૭) અનુસાર તે વિદર્ભના રાજા સત્યકેતુની પુત્રી તથા મથુરાનગરના રાજા ઉગ્રસેનની પત્ની હતી. આ દમ્પતી વચ્ચે અનન્ય પ્રેમ હતો. એક વખત તે પોતાના પિયર ગયેલી ત્યારે ત્યાં ગોપાલ નામના કુબેરના એક દૂત થકી તે ગર્ભવતી થઈ. ગર્ભને પડાવી નાંખવા તેણે ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે પેલો ગર્ભ બોલ્યો, 'કાલનેમિદૈત્યનો વધ વિષ્ણુએ કર્યો છે, જેનો બદલો લેવા હું જન્મ લઈ રહ્યો છું. આ રીતે પછી કંસનો જન્મ થયો. પદ્મપુરાણના ક્રિયાખંડમાં પ્રણિધિ નામના એક વણિકની સ્ત્રીની વાત આવે છે. તેનું નામ પણ પદ્માવતી હતું. એક વાર તે ગંગાસ્નાન કરી રહી હતી ત્યારે ધનુર્ધ્વજ ભંગીએ તેને જોઈ અને તેના રૂપસૌન્દર્યમાં તે જકડાઈ ગયો. ગંગાયમુનાના સંગમમાં તેણે પોતાના જીવનની આહુતિ આપી દીધી અને તે પ્રસિધિના રૂપમાં ફેરવાઈ ગયો. આથી વિષ્ણુ ત્રણેયને સ્વર્ગમાં લઈ ગયા અને એ ત્રણે સ્વર્ગમાં રહેવા લાગ્યાં. આ પદ્માવતીમાં અને જૈન શાસનદેવી પદ્માવતમાં બિલકુલ સામ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy