SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા | જૈનાગમોમાં પણ પદ્માવતીના વિવિધ રૂપોનું મનોહારી વર્ણન વાંચવા મળે છે. અત્રે સંક્ષેપમાં તેનું વર્ણન ૨જૂ કર્યું છે. તદનુસાર કૃદ્દમાના પાંચમા વર્ગમાં કહેવામાં આવ્યું છે કે રાજા અને રાણીઓ પણ સંયમસાધના વડે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સ્ત્રીઓને પણ મોક્ષપ્રાપ્તિનો અધિકાર છે. શ્રી કૃષ્ણની પદ્માવતી વગેરે રાણીઓએ અને પુત્રવધૂઓએ વીસ વર્ષથી વધુ દીર્ઘકાળ સુધી કઠોર તપસાધના કરીને શાશ્વત શિવપદ પ્રાપ્ત કર્યું હતું. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાંચમા શ્રુતસ્કંધમાં મૈથુનાસકિતના કારણે જનસંહારક યુદ્ધો થયાં તેમાં પણ પદ્માવતીના કારણે યુદ્ધ થયાની વાત આવે છે. બીજા એક ગ્રંથમાં પણ એક એવી વાત વાંચવા મળે છે કે વિદ્યુત્થાલી નામનો દેવ બ્રહ્મલોકથી ધારિણીના ગર્ભમાં આવ્યા બાદ તેની ચારેય દેવીઓ પણ રાજનગરના ધનિક શ્રેષ્ઠીઓને ત્યાં પુત્રી રૂપે અવતરી. તેમાં સમુદ્રગુપ્તની માતાનું નામ પદ્માવતી હતું. ગુપ્તવંશી સમ્રાટ સમુદ્રગુપ્તે અનેક રાજાઓને પરાજિત કરી રાજ્યવિસ્તાર કર્યો. તેમાં અહિચ્છત્રના રાજા અચ્યુત અને પદ્માવતીના નાગવંશી રાજા નાગદેવનું રાજ્ય મુખ્ય હતું. (અલ્હાબાદના સ્તંભ-આલેખ અનુસાર) [ ૩૨૩ ભગવાન મલ્લિનાથના એક પ્રસંગવર્ણનમાં પણ પદ્માવતીનો ઉલ્લેખ જોવા મળે છે. શ્રુતિબુદ્ધ રાજાએ રાણી પદ્માવતી માટે નાગધરના યાત્રામહોત્સવની ઉોષણા કરેલી. રાજા અને રાણીએ નાગધર અને નાગપ્રતિમાને વંદન કર્યાં. ત્યાંના પુષ્પગુચ્છના અદ્ભુત સૌન્દર્યને તેમણે નિહાળ્યું. આ રીતે વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીની માતાનું નામ પણ પદ્માવતી હતું. આટલા વિવરણ પછી હવે આપણે ભગવાન પાર્શ્વનાથના યક્ષિણી પદ્માવતી અંગે વિચાર કરીએ. એ તો ભાગ્યે જ કહેવાની જરૂર હોય કે ભગવાન પાર્શ્વનાથ એક ઐતિહાસિક પુરુષ હતા. ભગવાન પાર્શ્વનાથજીના જીવનચરિત્રના વર્ણન દરમિયાન જ ધરણેન્દ્રની સાથે પદ્માવતીજીનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે મેઘમાલીએ પ્રભુને કષ્ટ પહોંચાડવામાં કશું જ બાકી ન રાખ્યું ત્યારે ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. તેણે અવધિજ્ઞાન વડે જોયું કે ભગવાન પાર્શ્વનાથ ભયંકર આપત્તિમાં ફસાયેલ છે, ત્યારે તેણે પદ્માવતી વગેરે દેવીઓ સાથે હાજર થઈ દીર્ઘ નાળવાળા કમળની રચના કરી. આથી પ્રભુ તે કમળ ઉપર પૂર્વવત્ સમાધિમગ્ન રહ્યા. આ પૂર્વ કાંશ છે ઃ તાપસ કમઠ દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં સળ ગતાં નાગ-નાગિણી પ્રભુ પાર્શ્વનાથની કૃપાથી ધરણેન્દ્ર અને પદ્માવતી બન્યાં. સૌ કોઈ માને છે કે તેમણે વખતોવખત શાસનની રક્ષા અને પ્રભાવના કરી છે. શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં સંઘ આપત્તિગ્રસ્ત થવાથી ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરવામાં આવી હતી. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં પણ અનેક પદ્માવતીઓનું વર્ણન થયેલું છે. રાજા ચેટક જૈન હતા. તેમણે પોતાની સુલક્ષણા પુત્રી પદ્માવતીના વિવાહ અંગદેશના રાજા દધિવાહન જોડે કર્યા. તે જ રીતે અજાતશત્રુ કુણિક રાજાની રાણીઓમાં એક રાણી પદ્માવતી હતી. તત્વળ ધુનિયલ્સ રનો ૫૩માવડું નામ ટ્રેવી દોત્થી ।' (નિરાયાવલી સૂત્ર). આ પદ્માવતીનો પુત્ર ઉદાઈ કુણિક રાજાનો વારસદાર બની મગધનો રાજા બનેલો. રાજા કુણિક અને રાણી પદ્માવતીનો કિસ્સો ચનક હાથી અને દેવદિનહાર સાથે પણ સંકળાયેલ છે. આને પરિણામે જ મહારાજા ચેટક અને રાજા કુંભીક વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયેલું. આ યુદ્ધમાં ચેટકનો દોહિત્ર કાલકુમાર કુંભીક રાજાના હાથે હણાયો હતો. મહારાજા ચેટક મહાવીર પ્રભુના અનન્ય ભકત હતા. ટૂંકમાં, જૈનસાહિત્યમાં વિવિધ પદ્માવતી નામધારી આત્માઓ અંગે આવાં લખાણો ઉપલબ્ધ છે. મારી જાણકારી અનુસાર, જૈનધર્મમાં જે કોઈ શાસનદેવીઓ છે તેમાં પદ્માવતી અંગે સૌથી વધુ મંત્ર, તંત્ર, યંત્ર અને સ્તોત્ર ઉપલબ્ધ છે તથા શ્રાવક-શ્રાવિકાઓમાં પણ તેમના પ્રત્યે સૌથી વધુ શ્રદ્ધા રહેલી છે. પદ્માવતી વિષયક જે કાંઈ સ્તોત્રો છે તેમાં પૂર્વાચાર્ય દ્વારા લિખિત 'શ્રી પદ્માવતી અષ્ટક સ્તોત્ર' મુખ્ય છે. આ સ્તોત્રની એક કડી - ૩ ન ી મંત્ર હવે ક્ષપિત ત્તિમને રક્ષ માં ટ્રેવિ પળે !' સિદ્ધ અને સાર્થક માનવામાં આવે છે. આખુંય સ્તોત્ર તંત્રોક્ત પતિ પર આધિ૨ત છે. તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy