SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૧૭ જતાં પહાડ ઉપર શ્રી પદ્માવતીજીનાં ચરણોમાંથી સુંદર મજાનું ઝરણું વહે છે. ઇલોરા અને બીજોરાની ગુફાઓમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિઓ નજરે પડે છે. તિરૂપતિમાં પદ્માવતીજીની વિધિ પ્રમાણે જ પૂજા-અર્ચના થાય છે. બંગાળમાં આજે પણ ત્યાંના લોકો દેવી પદ્માવતીને મનસાદેવી તરીકે પૂજે છે અને શ્રાવણ માસમાં સંક્રાન્તિને દિવસે તેની પૂજા કરે છે. નર્મદા નદીના કિનારે ઘણું પ્રાચીન સિનોર ગામ છે. વડોદરાના મહારાજા સયાજીરાવને આ ગામ પ્રત્યે વિશેષ પ્રીતિ હતી. અહીં જૈનોની વસ્તી પણ સારી છે. અહીં ગામમાં પ્રવેશતાં જ જૈનબાગમાં શ્રી પદ્માવતી દેવીનું સ્વતંત્ર સુંદર મંદિર છે, જે અંદાજે ચારસો વર્ષ પુરાણું છે. અહીં પદ્માવતી દેવીના અનેક ચમત્કારો થતા હોવાનું સાંભળવા મળે છે. નર્મદાના કાંઠે ભાડભૂતમાં પણ શ્રી પદ્માવતીજીની પ્રાચીન મૂર્તિ હોવાનું કહેવાય છે. સુરેન્દ્રનગર પાસે જોરાવરનગરમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક તેજસ્વી મૂર્તિ બિરાજમાન છે; તે દેરાસરના પ્રાંગણમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ શ્રી ધરણેન્દ્ર-પદ્માવતીની દેરી છે. અહીં ૫૧ ઇંચની શ્રી પદ્માવતીજીની મૂર્તિ અત્યંત પ્રભાવશાળી છે. એવી જ રીતે, અમદાવાદમાં શામળાની પોળમાં લાકડાની ભવ્ય મૂર્તિ છે. વાઘણપોળમાં ધાતુની મૂર્તિ અતિ પ્રાચીન છે. તેમ જ ઇડરથી કેસરિયાજી જતાં વચ્ચે નાગફણા પદ્માવતીનાં દર્શન ભાવવિભોર કરી મૂકે તેવાં મનોહર છે. આમ, અસંખ્ય ગ્રંથોમાં શ્રી પદ્માવતીજીના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે અને અસંખ્ય સ્થળોએ શ્રી પદ્માવતીજીની દર્શનીય મૂર્તિઓ જોવા મળે છે. ૫-શ્રીdબાય. કુસુમ ય. Rd. • તેyત ય. 1.ಛನ “ಕ ನಡ ૨૦-જ . I 2 Petrax. ? - Ra• વિલનશન - પાતકક્ષ , สะะะะ E || ಕನಕ ನಡ RJE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy