SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છે. તેના કામ્યસાધિની સ્વરૂપમાં હાથમાં શંખ, ચક્ર, ફળ અને કમળ ધારણ કરેલ છે અને તેનું વાહન સર્પનું છે. તેના ત્રિપુરા ભૈરવી સ્વરૂપમાં હાથમાં પાશ, ચક્ર, ધનુષ્ય, બાણ, ઢાલ, તલવાર, ફળ અને કમળ ધારણ કરેલાં છે તથા તેનો વર્ણ ઇન્દ્રગોપ જેવો હોવા અંગે લખાયું છે. મસ્તક પર સર્પની ફેણોવાળી અને સર્પના વાહનવાળી, રાતા કમળના આસનવાળી, રાતા વર્ણવાળી, કમળ જેવાં નેત્રોવાળી, ત્રણ નેત્રો ધારણ કરનારી, વરદ, અંકુશ, પાશ, દિવ્ય ફળ જેના હાથમાં છે એવી પદ્માવતીનો જપ કરનાર પુરુષોને આ દેવી લાભ આપનારી છે. જુદા જુદા ગ્રંથોમાં દેવી પદ્માવતીનાં આસનો અંગે આકર્ષણ સિદ્ધિમાં દંડાસન, વશ્યકર્મમાં સ્વસ્તિક આસન, શાંતિક-પૌષ્ટિક કર્મમાં પદ્માસન, વિશ્લેષણ કર્મમાં કુકડાનું આસન, સ્તંભન કર્મમાં વશ્વસન અને પીળો વાન, પછી નિષેધ કર્મોમાં ઊંચું ભદ્રપીઠ અને કાળો વાન હોવાનું લખાયું છે. દેવી પદ્માવતીનાં છ સ્વરૂપોમાંનાં તોતલા, ત્રિપુરા એ નામો મહાદેવપત્ની ગૌરીનાં બાર નામોમાં આવી જાય છે. બ્રહ્મદેશમાં બૌદ્ધ સાધુઓ તાંત્રિક વિધિ પ્રમાણે અમુક પ્રકારના જપ કરતા હોય છે ત્યારે એ જપના શબ્દો “અરહદો ભગવટો પદ્માવતી નમૈહુ' એમ કહેતા હોય છે. એ દર્શાવે છે કે બૌદ્ધ ધર્મમાં પદ્માવતીદેવીનું સ્થાન તાંત્રિક દેવી તરીકેનું હશે એમ કહી શકાય. આ ઉપરાંત પણ અનેક સ્થળોએ દેવી પદ્માવતીની વિશિષ્ટ મૂર્તિઓ જોવા મળે છે. કચ્છમાં સુથરી તીર્થમાં નિરાળા ઢંગની પદ્માવતી દેવીની મૂર્તિ છે. ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા ગામે ભટેવા પાર્શ્વનાથના મંદિરમાં ધરણેન્દ્ર-પદ્માવતીની બેનમૂન મૂર્તિઓ દર્શનીય છે. આ તીર્થની સ્થાપના ચૌદમી સદી પહેલાંની મનાય છે. પાલીતાણાથી તળાજા આવતાં રસ્તામાં શેત્રુંજી ડેમ નજીક વિશાળ જૈન પ્રાસાદમાં શ્રી ચક્રેશ્વરી દેવી અને શ્રી પદ્માવતી દેવીની સુંદર પ્રતિમાઓ બિરાજમાન છે. ઉના તીર્થમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કે જેમાંથી અનેક વાર અમી ઝરતાં જોવામાં આવે છે, એ પ્રતિમાજી પર ક્યારેક એક વૃદ્ધ સાપ છત્ર ધરીને બેઠો જોવામાં આવે છે. અજારા તીર્થમાં પણ પાર્શ્વપ્રભુની પ્રતિમા ચમત્કારિક છે. હમણાં જ નાગસ્વરૂપ ધરણેન્દ્રદેવ પ્રતિમા સામે કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જવાનું દશ્ય ઘણા ભાવિકોએ જોયું છે. આવી ઘટના પૂર્વે પણ અવાર-નવાર જોવા મળી છે. જગપ્રસિદ્ધ રાણકપુર તીર્થના ગગનચુંબી વિશાળ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું કાઉસગ્નધ્યાનાવસ્થાનું કમઠના ઉપસર્ગ અને ધરણેન્દ્રદેવ વડે સહસ્ત્રફણા નાગસ્વરૂપે ભગવાનની રક્ષા દર્શાવતું એક શિલ્પ એક અખંડ આરસમાં અદ્દભુત કોતરણીથી રચાયું છે. લોદ્ધવપુર તીર્થ એક કાળે રાજપૂતોની રાજધાની અને મોટું શહેર હતું. અહીં જૈનમંદિરમાં અધિષ્ઠાયક દેવ ધરણેન્દ્રનાં દર્શન ભકતજનો માટે અલૌકિક ગણાય છે. સાંડેરાવ તીર્થમાં પણ કોઇ કોઇ વખત શ્રી ધરણેન્દ્ર નાગદેવતા રૂપે પ્રગટ થાય છે. રાજસ્થાનમાં સેવાડી તીર્થમાં મૂળ ગભારાના દ્વાર પર ૧૬ વિદ્યાદેવીઓની મૂર્તિઓ, યક્ષ કુબેરની મૂર્તિઓ ઉલ્લેખનીય છે. અહીં તેમ જ અજારી તથા સિરોહી તીર્થમાં પણ સરસ્વતીદેવીની કલાત્મક ભવ્ય મૂર્તિઓ છે. વિજાપુર તીર્થમાં પણ શ્રી પદ્માવતી દેવીના સુંદર દેરાસરમાં લક્ષ્મી અને સરસ્વતીની મૂર્તિઓ દર્શનીય છે. કર્ણાટકમાં હુમ્બજ તીર્થ પદ્માવતી દેવીનું મુખ્ય સ્થાન ગણાય છે. તામિલનાડુમાં મુનિગિરિતીર્થમાં અંબિકાદેવીનું સુંદર મંદિર છે. એ જ પ્રમાણે મનારગુડી તીર્થમાં પણ ૮૦૦ વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં પદ્માવતી, સરસ્વતી, ધર્મદવી, જ્વાલામાલની આદિ દેવીઓની પ્રાચીન મૂર્તિઓ છે. ત્યાં જ, પુડલ તીર્થમાં પદ્માવતીજીની પ્રાચીન મૂર્તિ દર્શનીય છે. ઉપરાંત, દક્ષિણમાં કોઇમ્બતુરથી કેરલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy