SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] તેની નીચે નાગ કોતરેલો છે. ગુજરાતમાં જૈન મંદિરો ઉપરાંત હિંદુ મંદિરોમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિઓ જોવા મળે છે. જેમ કે અમદાવાદથી ૨૨ કિ.મી. દૂર ગાંધીનગર જિલ્લાના સાદરા નગર પાસે આવેલા જાખોરા ગામમાં મહાદેવના મંદિરમાં અને ખેડા જિલ્લાના વસો ગામના વસુંધરા માતાના મંદિરમાં. આ વસુંધરા માતાને નામે ઓળખાતી મૂર્તિ દેવી પદ્માવતીની જ છે. કારણ, તેના પગ પાસે નાગ કોતરાયેલ છે, મસ્તક ઉપર પાંચણા નાગની છાયા દેખાય છે અને તેના જમણા હાથમાં પદ્મ, ડાબા હાથમાં અંકુશ વગેરે આયુધો સ્પષ્ટ દેખાય છે, જે પદ્માવતી દેવી હોવાની પ્રતીતિ કરાવે છે. [ ૩૧૫ આ જ રીતે ગુજરાત પ્રદેશ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિઓ જોવા મળે છે. જેમ કે મધ્યપ્રદેશમાં ભોપાવર નગર બહાર આવેલા ભગવાન પાર્શ્વનાથના દેરાસરમાં છે. આ અલૌકિક પદ્માવતી દેવીની મૂર્તિના બે હાથમાં મોટું કમળ છે અને તે કમળ ઉ૫૨ સપ્તણા પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. દેવી પદ્માવતી જૈન ધર્મમાં બે સ્વરૂપે પૂજાય છે. તેનું એક સ્વરૂપ ભગવાન પાર્શ્વનાથની યક્ષિણી તરીકે જાણીતું છે. યક્ષિણી પદ્માવતીના ચાર હાથોમાં પદ્મ, પાશ, અંકુશ અને બીજોરું ધારણ કર્યા હોવાના ઉલ્લેખો ઘણાં જૈન પુસ્તકોમાં મળે છે. તદુપરાંત રૂપમંડન શિલ્પરત્નાકર તથા ત્રિપષ્ઠિમાં પદ્માવતી અંગે સંપૂર્ણ વર્ણન કરાયેલ છે. દેવી પદ્માવતીની છ અને તેથી અધિક હાથ ધરાવતી મૂર્તિઓ પણ મળી આવી છે. છ હાથ ધરાવતી મૂર્તિઓમાં પ્રદક્ષિણાક્રમ મુજબ હાથમાં પાશ, ખડ્ગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા અને દંડ હોય છે. આઠ હાથ ધરાવતી મૂર્તિઓમાં પાશ, ખડ્ગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા, દંડ, મુશળ અને વરદમુદ્રા કે અભયમુદ્રા હોય છે. ચોવીસ હાથ ધરાવતી મૂર્તિમાં અનુક્રમે શંખ, ચક્ર, ખડ્ગ, બાલેન્દુ, પદ્મ, નીલપદ્મ, ધનુષ્ય, ભાલો, પાશ, કુશ, ઘંટા, બાણ, દંડ, ઢાલ, ત્રિશૂલ, કંઠાર, વજ્ર, માલા, ફળ, ગદા, પત્ર અને પલ્લવ મૂકવા શાસ્ત્રકારો જણાવે છે. બીજું સ્વરૂપ તાંત્રિક દેવી પદ્માવતીનું છે. પદ્માવતી-દંડકમાં આ અંગે સંપૂર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે. ભગવાન પાર્શ્વનાથની સેવિકા પદ્માવતી દેવી મનુષ્યના ભવનાં દુ:ખ હરનારી છે. જમણી તરફ દક્ષિણે નાગદેવ, જે ભવજળને ધારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણ, જે રક્ષા કરનારા અને રાક્ષસને ભય પમાડનારા છે. હંસ પર બિરાજમાન, ત્રણ લોકને મોહ પમાડનાર દેવી પદ્માવતીના ચોવીસ હાથમાંનાં આયુધો વિશેની વિગત ઉપર આપી છે. આ દેવીની પૂજા કરનારને મનવાંછિત ફળ મળે છે. દેવીનાં નેત્રો કમળ જેવાં છે, તેના મુખ પર ચંદ્રના અમૃતનું તેજ છે. આ દેવીનાં વસ્ત્રો હંમેશાં લાલ હોય છે. પદ્માવતી દેવીનાં ચરણોને સુવર્ણ પાત્રોમાં ધોઇને પૂજા કરે તો પૂજા કરનારને ત્યાં પશુધન, અનાજ અને સંપત્તિ ખૂબ જ વધે છે. ભૈરવ પદ્માવતી કલ્પમાં લખાયા મુજબ, જે દેવીએ હાથમાં પાશ, ફળ, વરદ અને અંકુશ ધારણ કરેલાં છે, જે પદ્મના આસનવાળી, ત્રણ નેત્રવાળી, લાલ પુષ્પના વર્ણવાળી છે, તે દેવી પદ્માવતી સ્મરણ કરનારનું રક્ષણ કરે છે. જૈન શાસનમાં પદ્માવતી દેવીનું સ્થાન તાંત્રિક દેવી તરીકે પ્રસિદ્ધ છે. તેની ઉપાસના માટે આગળ લખાયા મુજબ, ભૈરવ પદ્માવતી કલ્પને આધારે દેવીની પૂજા કરનાર સર્વ સુખને પામે છે. દેવી પદ્માવતીને શ્રીકુળની દેવી તરીકે મનાતી હોવાનું જ્ઞાનાર્ણવ અને નિરુત્તરતંત્રને આધારે જાણી શકાયું છે. આ સિવાય સોળ નિત્યાઓમાં પણ પદ્માવતી દેવીનું સ્થાન છે. દેવી પદ્માવતીના નિત્યા સ્વરૂપમાં હાથમાં પાશ, અંકુશ, કમળ અને અક્ષમાળા ધારણ કરેલ છે. હંસનું વાહન, સૂર્ય જેવો વર્ણ તથા જટામાં બીજનો ચંદ્ર ધારણ કરેલ હોવા અંગે લખાયું છે. તેના ત્રિપુરા સ્વરૂપમાં હાથમાં ત્રિશૂળ, ચક્ર, કમળ, કળશ, ધનુષ્ય બાણ, ફળ, અંકુશ- એમ આઠ હાથમાં આઠ આયુધો ધારણ કર્યા અંગે લખાયું છે. આ સ્વરૂપનો વર્ણ કેસર જેવો હોવાનું લખાયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy