SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'વિવિધ સ્થળોમાં અને વિવિધ ગ્રંથોમાં પદ્માવતીજી સંકલન : ડૉ. હરિભાઈ ગૌદાણી આદિના લેખના આધારે પ્રાચીન તેમ જ અર્વાચીન કાળના વિવિધ ગ્રંથોમાં પદ્માવતીજીના ઉલ્લેખો મળી આવે છે. ઉપરાંત ભારતના વિવિધ સ્થળે જૈન તેમ જ હિન્દુ મંદિરોમાં પદ્માવતી દેવીની મૂર્તિઓ જોવા મળે છે. આ તેમ જ ચાર, છ, આઠ અને ચોવીશ ભુજાઓવાળી પદ્માવતી દેવીની મૂર્તિઓ સંબંધી ઠીકઠીક એવી રસપ્રદ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આ લેખ તૈયાર કરવામાં મુખ્યતયા ડૉ. હરિભાઈ ગૌદાણીના લેખનો આધાર લેવામાં આવ્યો છે. ડૉ. ગૌદાણી પ્રવાસ-પર્યટનના જબરા શોખીન અને સ્થાપત્યકલાના અચ્છા જાણકાર છે. એમની પાસેનો ફોટોગ્રાફીનો સંગ્રહ અદભુત છે, જે સ્થાપત્ય આદિમાં રુચિ અને રસ ધરાવનાર યુવાવર્ગ માટે માર્ગદર્શન અને પ્રેરણારૂપ બને તેવો છે. તેઓશ્રી ઘણાં વર્ષોથી (અમારા માર્ગદર્શક રહ્યા છે, જે અમારા માટે ખુશનસીબીની વાત છે. --સંપાદક. જૈન ધર્મમાં ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથનાં શાસનદેવી શ્રી પદ્માવતી તાંત્રિક દેવી તરીકે પણ પૂજાય છે. પદ્માવતી પૂજન, પદ્માવતીકલ્પ, પદ્માવતી રકતકલ્પ, પદ્માવતીસ્તોત્ર અને ભૈરવ પદ્માવતી કલ્પમાં આ દેવી અંગે વિપુલ પ્રમાણમાં લખાયેલું છે. વૈદિક ધર્મમાં દેવી પદ્માવતી અંગે દેવીકવચમાં નોંધ થયેલી છે. તદુપરાંત, વરાહપુરાણમાં પદ્માવતી દેવીનું સ્થાન પાકોપ ઉપર છે એમ લખાયું છે. નારદ મહાપુરાણમાં પદ્માવતી દેવીનું પૂજન અને ઉપાસના અંગેની વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે. રૂદ્રામલ ગ્રંથમાં પણ પદ્માવતી દેવીનાં પૂજન, અર્ચન અને ઉપાસના વિશે માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત અજિત મુખરજી લિખિત પુસ્તક તંત્ર આર્ટ'માં પદ્માવતીદેવી અને તેની તાંત્રિક ઉપાસના અંગે લખાયું છે. જૈનધર્મમાં ચાર તીર્થકરો અને તેનાં ચાર શાસનદેવીઓ વિશેષ પ્રસિદ્ધિ પામ્યાં છે, તેમાં પદ્માવતી દેવીનું સ્થાન શાસનદેવીઓમાં મહત્ત્વનું જોવા મળે છે. 'નિત્યા પોડશીકાર્ણવ'માં લખાયા મુજબ સોળ નિત્યાઓમાં પદ્માવતીનું સ્થાન છે. સાધનમાલા' નામના ગ્રંથમાં લખાયા મુજબ, પદ્માવતીદેવી કેટલીક બાબતમાં બૌદ્ધોની તારાદેવી સાથે સામ્ય ધરાવે છે. પાટણમાં ખેતરપાળની પોળમાં ભગવાન શીતલનાથના દેરાસરમાં પદ્માવતીની નયનરમ્ય મૂર્તિ છે. તેમના ચાર હાથોમાં અનુક્રમે પહેલા બેમાં અંકુશ, ત્રીજામાં પાશ અને ચોથામાં બીજોરું છે. શત્રુંજય ગિરિરાજ ઉપર છાલા કુંડના વિશ્રાંતિસ્થાન પાસે અને જમણી બાજુની ટેકરી ઉપર શંખેશ્વરની દેરીમાં તથા ભાવનગરમાં મોટા દેરાસર નામે પ્રસિદ્ધ આદીશ્વર ભગવાનના દેરાસરમાં, નરોડામાં પાર્શ્વનાથના દેરાસરમાં, અમદાવાદમાં જમાલપુરમાં આવેલી ટોકરશાહની પોળના પાર્શ્વનાથના દેરાસરમાં, પાટણમાં ફેંકટર પંડ્યાના અધ્યયનગૃહમાં શ્રી પદ્માવતીદેવીની સુંદર મૂર્તિઓ જોવા મળે છે. પ્રભાસપાટણમાં તપાગચ્છ ઉપાશ્રયની અંદર લીલા આરસપહાણમાંથી કોતરાયેલી પદ્માવતી દેવીની મૂર્તિ છે. આ મૂર્તિમાં દેવી પદ્માવતી અર્ધપર્યકાસને બેઠેલાં છે. તેમનો બીજો પગ લટકતો છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy