SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૧૧ પર પંચફણા સર્પ છે. જ્યારે બે હાથ પૈકી જમણા હાથમાં પદ્મ અને ડાબા હાથમાં પાત્ર કે બિજોરું છે, જે વિક્રમની ૮મી શતાબ્દીની છે. (૨) ચતુસ્ત પ્રતિમાઓ : પદ્માવતી દેવીની ચતુસ્ત પ્રતિમાઓને સ્પર્શતાં અનેક વર્ણનો અને પ્રતિમાઓ મળે છે. હેમચંદ્રાચાર્યનાં વર્ણન મુજબ સ્વર્ણરંગ, કુક્કટ-સર્પ પર આરૂઢ દેવીના ચતુર્વસ પૈકી જમણા બે હાથમાં પા અને પાશ તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ ધારણ કરેલ છે.૧૯ આચાર્ય દિનકર,૨૦ પ્રવચન-સારોદ્ધાર ટીકા, મંત્રાધિરાજ કલ્પષ્ટ અને કાલલોકપ્રકાશ આ બાબતમાં હેમચંદ્રાચાર્યને અનુસરે છે. મંત્રાધિરાજ કલ્પ વધુમાં દેવીના મસ્તક પર ત્રિફણા સર્પછત્ર કરવાનું જણાવે છે. નિર્વાણકાલિકા માત્ર વાહન તરીકે મુકુટ દર્શાવવાનું જણાવે છે. દેવતા મૂર્તિ પ્રકરણમાં દેવીના ચાર હાથનાં આયુધોમાં જમણા નીચલા હાથથી માલાકારે પદ્મ, પાશ, અંકુશ અને બિજોરું સૂચવેલ છે. ઉપરાંત, રકતવર્ણ અને વાહન તરીકે કુફ્ફટસર્પ દર્શાવેલ છે.૨૪ રૂપમંડન પણ આવા સ્વરૂપને પુષ્ટિ આપે છે. કુંભારિયાજીના નેમિનાથ મંદિરમાં આ સ્વરૂપની એક પ્રતિમા છે," જેમાં પદ્માવતી દેવીએ જમણા અને ડાબા ઉપલા હાથમાં અંકુશ અને પાશ તથા નીચલા હાથમાં પા અને બિજોરું ધારણ કરેલ દર્શાવેલ છે. આબુ-દેલવાડાના ખરતરવસહી ચૌમુખજી મંદિરમાં પદ્માવતી દેવીની પ્રતિમા પદ્માસનસ્થ અને ઉપર મુજબ આયુધ ધારણ કરેલ છે. અહીં મસ્તક ઉપર પાંચને બદલે ત્રણફણા સર્પ છે અને વાહનમાં કુકકુટ સર્પની જગ્યાએ વ્યાધ્ર છે. ભૈરવ પદ્માવતી કલ્પ” પદ્મની જગ્યાએ વરદમુદ્રા દર્શાવવાનું જણાવે છે. અદૂભૂત પદ્માવતી કલ્પ'માં શ્રી ચંદ્રસૂરિએ દર્શાવ્યા મુજબ, દેવી હંસારૂઢ અને આયુધોમાં બિજોરું, વરદમુદ્રા, પાશ અને અંકુશ રાખવાનું જણાવેલ છે.૨૭ મલ્લિપેણસૂરિ રચિત ભૈરવ પદ્માવતી કલ્પ'માં વર્ણવ્યા મુજબ, આયુધોમાં પાશ, બિજોરું, વરદમુદ્રા અને અંકુશ જણાવેલ છે. આ ક્રમ ટીકાકાર બધુસેનના મતે ડાબા ઉપલા હાથથી દર્શાવેલ છે. રકતવર્ણા દેવી ત્રિનેત્રયુકત છે અને પદ્મ પર આસનસ્થ છે. વિશિષ્ટ પ્રતિમાઓ : મલ્લિણના મતે પદ્માવતી દેવી અન્ય છ નામથી પણ ઓળખાય છે. જેમાં (૧) તોતલા, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામાસાધિની અને (૬) ત્રિપુરામૈરવી છે. વિદ્યાનુશાસનમાં આ છએ સ્વરૂપનાં વર્ણન મળે છે. આ છ પૈકી પ્રથમ ચાર સ્વરૂપ ચતુતિ અને બાકીનાં બે અષ્ટ્રભુજ છે. જેમ કે, (૧) તોતલા : ચતુસ્તિમાં પાશ, વ્રજ, બિજોરું અને પા છે. વર્ણ અને વાહનનો નિર્દેશ નથી.૨૮ (૨) ત્વરિતા : રકૃતવર્ણ અને આયુધોમાં શંખ, પા, અભય અને વરદમુદ્રા દર્શાવેલ છે. વાહન અંગે સ્પષ્ટતા નથી. ૨૯ (૩) નિત્યા : ચતુહસ્તમાં પાશ, અંકુશ, પદ્મ અને માળા હોવાનું જણાવેલ છે. વાહન હંસ છે. રકતવર્ણ અને જ્વાળાઓની પ્રભાવલી છે.૩૦ (૪) કામસાધિની : રકતવર્ણ છે. વાહન તરીકે મુક્લસર્પ અને ચાર હાથમાં શંખ ચક્ર, બિજોરું અને પદ્મ છે.” (૩) અષ્ટભુજ સ્વરૂપો : ઉપર વર્ણવેલ સ્વરૂપો પૈકી (૧) ત્રિપુરા અને (૨) ત્રિપુરામૈરવી એ અષ્ટભુજ સ્વરૂપો છે. (૧) ત્રિપુરા દેવીના આ સ્વરૂપમાં દેવીનો વર્ણ કેસર જેવો છે. આઠ હાથનાં આયુધોમાં ત્રિશૂળ, ચક્ર, અંકુશ, પદ્મ, ધનુષ્ય, બાણ, બિજોરું અને કળશ હોવાનું જણાવેલ છે.૨ અને (૨) ત્રિપુરામૈરવી (પદ્માવતી દેવી)ના સ્વરૂપમાં દેવી ત્રિનેત્ર અને અષ્ટભુજ હોવાનું જણાવેલ છે. જેનાં આયુધોમાં શંખ, ચક્ર, ધનુષ્ય, બાણ, તલવાર, ઢાલ, પદ્મ અને બિજોરું જણાવેલ છે.૩૩ (૪) પડભુજ સ્વરૂપો : વસુનંદી, આસાધર અને નેમિચંદ્ર પદ્માવતી દેવીના પભુજ સ્વરૂપનાં વર્ણન આપે છે. વસુનંદીના મતે આ સ્વરૂપમાં દેવી પાશ, બરછી, તલવાર, બીજનો ચંદ્ર, ગદા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy