SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પદ્માવતીસ્તોત્ર, પદ્માવતી સહસ્રનામ સ્તોત્ર વગેરેમાં પણ આ પ્રકારનાં વર્ણનો મળે છે. વળી, શ્વેતાંબર વિદ્વાન શ્રી પાર્શ્વદેવ ગણિની પદ્માવતી અષ્ટક પરની ટીકા મળે છે; જેમાં તાંત્રિક વિધિવિધાનની વિગતે ચર્ચા થયેલી છે. જ્યારે જિનભદ્રસૂરિએ પદ્માવતી ચતુપૂદિકાની રચનાનું સંપાદન કરેલ છે. પદ્માવતી દેવીની સાથે સાહિત્યમાં તેમના પરિવાર દેવોની પણ વિગતો મળે છે. અભુત પદ્માવતી કલ્પ' મુજબ પદ્માવતીની સહાયક દેવીઓની સંખ્યા ચોવીસની છે. ઉપરાંત, ચાર હજાર અંગરક્ષકો અને પાંચસો દાસીઓ હોવાનું જણાવેલ છે. વધુમાં આઠ ઘુતિકાઓનું પણ ત્રિયાવિધિમાં પૂજન થાય છે. અન્ય છ સ્વરૂપો યંત્ર તરીકે પૂજાય છે, જે પરિચારક સ્વરૂપો છે; જેના ઉલ્લેખો ઇન્દ્રનંદી, મલિપેણ અને વિદ્યાનુશાસનના રચયિતા પણ કરે છે. પદ્માવતી અષ્ટકમાં શ્રી પદ્માવતીના પરિજ્ઞાન નામ દર્શાવેલ છે. ઉપરાંત, તેમાં યંત્રસ્વરૂપોની પણ ચર્ચા છે. પદ્માવત્યારક પરની પાર્ષદવ ગણિની ટીકા મુજબ દેવીને અડતાલીસ હજાર પરિચારકો છે. આમ છતાં, ધરણેન્દ્રની પટરાણીઓનાં પ્રાચીનતમ સ્થાનોમાં પદ્માવતીનું નામ જોવા મળતું નથી. ભગવતીસૂત્રમાં ઇલા, શૂદ્રા, સકારા (તારા), ઇન્દ્રા અને ગણવિદ્યુતા - એ છ નામ ધરણેન્દ્રની છ પટરાણીઓ તરીકે જોવા મળે છે. સ્થાનાંગ સૂત્ર પણ આ જ પરિપાટીને અનુસરે છે. બપ્પભટ્ટસૂરિ અને શોભન જેવા લેખકો અંબિકા, વિદ્યાદેવીઓ અને શ્રુતદેવતાઓની પૂજામાં પદ્માવતીને સમાવતા નથી, જ્યારે કે, વૈરોટ્યાનો નિર્દેશ બંનેમાં મળે છે. શોભન પણ અહિ નાગરાયપત્ની પરની ટીકામાં વૈરો તરીકે વર્ણવે છે, પદ્માવતી તરીકે નહિ.૯ પુરાતત્ત્વી સંશોધનો પણ આ વાતને પુષ્ટિ આપે છે. ૧૦ - શ્રી પદ્માવતી દેવીનાં વિભિન્ન સ્વરૂપો : પ્રતિમાવિધાન અને ઉપલબ્ધ પ્રતિમાઓના આધારે પદ્માવતી દેવીની પ્રતિમાઓને ઘણા વિભાગમાં વહેંચી શકાય તેમ છે. જેમ કે, (૧) દ્વિભુજ પ્રતિમાઓ, (૨) ચતુર્ભુજ પ્રતિમાઓ, (૩) પભુજ પ્રતિમાઓ, (૪) અષ્ટભુજ પ્રતિમાઓ, (૫) દ્વાદશભુજ પ્રતિમાઓ, (૬) વીશ હાથ ધરાવતી પ્રતિમાઓ, (૭) ચતુર્વિશતિહસ્ત પ્રતિમાઓ અને (૮) અનેક હાથ ધરાવતી પ્રતિમાઓ. જ્યારે બીજા પ્રકારમાં આસનસ્થ અને ઊભી પ્રતિમાઓ પણ મળે છે.૧૧ (૧) દ્વિભુજ પ્રતિમાઓ : આ પ્રકારની પ્રતિમાઓ વિશે કોઈ ચોક્કસ સ્થાન મળતું નથી, છતાં આ સ્વરૂપની અનેક પ્રતિમાઓ ઉપલબ્ધ છે.૧૨ કમઠ ઉપસર્ગના પ્રસંગમાં ધરણેન્દ્ર અને તેની રાણી કે રાણીઓની પ્રતિમાઓ મળે છે, જે પૈકી એક રાણી પાર્શ્વનાથના મસ્તક પર છત્ર ધરે છે, જ્યારે અન્ય રાણીઓ નમસ્કા૨મુદ્રામાં અથવા નત્યમુદ્રામાં દર્શાવેલ છે.૧૩ ધરણેન્દ્રની પત્નીઓની આ પ્રતિમાઓમાં મસ્તક પર નાગછત્ર અથવા અર્ધમાનવ-અર્ધસર્પ શરીર દ્વારા અભિવ્યકત થયેલ છે. ધરણેન્દ્રની પટ્ટરાણી તરીકે પદ્માવતીનું જે ચિત્રણ મળે છે તે ઈડરમાંથી મળેલ ભોજપત્ર પરનાં ચિત્રમાં, જે શ્વેતાંબર સંપ્રદાયની પરિપાટીનું અને ઈસુની ૧૪મી સદીનું છે. અન્ય એક સ્વરૂપમાં પદ્માવતી બંને હાથ જોડીને દર્શાવેલ છે, જેમાં પાર્શ્વનાથ આસનસ્થ કે ઊભેલા હોય છે, જ્યારે ધરણેન્દ્ર અને પદ્માવતી ચામર ધારણ કરેલ હોય છે. કયારેક પદ્માવતીના બંને હાથ નમસ્કારમુદ્રામાં હોય છે. મહુડીમાંથી મળેલ અને વડોદરાના સંગ્રહાલયમાં મૂકેલ પાર્શ્વનાથની પ્રતિમામાં ધરણેન્દ્ર અને પદ્માવતી અર્ધમાનવ અને અર્ધસર્પ રૂપે દર્શાવેલ છે." ધરણેન્દ્ર અને પદ્માવતીનું યક્ષ-યક્ષિણી તરીકે આલેખન પાછળના સમયનું છે. પ્રાચીન સમયમાં સર્વાનુભૂતિ અને અંબિકા યક્ષ-યક્ષિણી તરીકે જોવા મળે છે. આ પ્રકારની પ્રતિમાઓ વસંતગઢ મહુડી વગેરે જગ્યાએથી મળેલ છે. ૧૭ પદ્માવતીના દ્વિભુજ સ્વરૂપની પ્રતિમા પાટણના શીતલનાથ મંદિરમાં છે, જેમાં દેવીના મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy