SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ] મુશળ ધારણ કરતાં હોવાનું જણાવેલ છે.” બાકીના બે લેખકોના મતે દેવીના હાથમાં આયુધો પાશથી શરૂ થાય છે. નેમિચંદ્રના મતે આ સ્વરૂપના આરાધનથી દુશ્મનો ઉપર વિજય મળે છે.૫ [ શ્રી પાર્શ્વનાોપસર્ગ-હારિણી (૫) દ્વાદશભુજ સ્વરૂપો : આ સ્વરૂપોનાં કોઈ ચોક્કસ ધ્યાન મળતાં નથી. છતાં આ સ્વરૂપની કેટલીક પ્રતિમાઓ ગુજરાત બહાર દેવગઢ, શાહડ સંગ્રહાલયમાં નોંધાયેલ છે. (૬) બાવીસ હાથ ધરાવતાં સ્વરૂપ : પદ્માવતી-સ્તોત્રમાં દેવીના આ સ્વરૂપના અને હાથનાં આયુધો અંગેના શ્લોકો મળે છે, જે મુજબ જમણા હાથમાં વજ્ર, ડાબા હાથમાં અંકુશ અને ત્યાર બાદ જમણા તથા ડાબા હાથમાં ક્રમશઃ પદ્મ અને ચક્ર, છત્ર અને ડમરું, કપાલ અને તલવાર, ધનુષ્ય અને મુશળ, હળ અને જ્વાળા, ભિડીમાળા અને તારામંડળ, ત્રિશૂળ અને કુહાડી, નાગ અને ગદા, દંડ અને પાશ તથા પાષાણ અને વૃક્ષ હોવાનું જણાવેલ છે. છતાં આવી કોઈ મૂર્તિ નોંધાયાનું જણાયેલ નથી.૮ (૭) ચતુર્વિશતિહસ્ત સ્વરૂપ : વસુનંદીના પ્રતિષ્ઠાસારોદ્વારમાં ચોવીશ હાથ ધરાવતાં પદ્માવતી દેવીના સ્વરૂપમાં દેવીના હાથમાં શંખ, તલવાર, ચક્ર, બીજનો ચંદ્ર, પદ્મ, ઉપલ, ધનુષ્ય, શકિત, પાશ, અંકુશ, ઘંટા, તીર, મુશળ, ઢાલ, ત્રિશૂળ, કુહાડી, બરછી, વજ્ર, અક્ષમાળા, બિજોરું, ગદા, પર્ણ, સાંઠો અને વરદમુદ્રા હોવાનું જણાવેલ છે. આશાધર અને નેમિચંદ્ર” પણ આવાં સ્વરૂપનાં વર્ણન આપે છે; પરંતુ તેમાં આયુધ દર્શાવેલ નથી. (૮) અનેક હસ્ત ધરાવતાં સ્વરૂપ : પદ્માવતી સ્તોત્ર માં મળતાં વર્ણનો મુજબ દેવીના હાથમાંનાં આયુધોમાં તલવાર, ધનુષ્ય, તીર, સાંબેલું, હળ, વજ્ર, શક્તિ, શલ્ય, ત્રિશૂળ, કુહાડી, ગદા, ચાપ, પાશ, પાપાણ, વૃક્ષ કે આમ્રલંબી વગેરે જણાવેલ છે. આ સ્વરૂપે દેવી દુરાચારીઓનો સંહાર કરતા હોવાનું જણાવેલ છે, છતાં આવી પ્રતિમાઓ નોંધાયેલ નથી. ઉપસંહાર : આમ, પદ્માવતી દેવીનાં પ્રતિમાવિધાનોને સ્પર્શતાં સાહિત્યિક વર્ણનો અને મળી આવતી પ્રતિમાઓ પરથી જણાય છે કે જૈન ધર્મમાં અંબિકા અને ચક્રેશ્વરી પછી પદ્માવતી દેવીનું સ્થાન નોંધપાત્ર છે. આમ છતાં સ્વતંત્ર પ્રતિમાઓ ઈસુની લગભગ ૯મી સદીથી શરૂ થાય છે. અને ત્યાર બાદ સ્વતંત્ર રૂપે અને યક્ષિણી તરીકેની ઘણી પ્રતિમાઓ નોંધાયેલ છે. તંત્રમાર્ગમાં પદ્માવતી દેવીનું ઘણું મહત્ત્વ જોવા મળે છે. પાદટીપ : (૧) ભૈરવ પદ્માવતી કલ્પ; પરિ. ૧-૯, પૃ.૫૭. (૨) જૈનસ્તોત્ર; પરિ. ૬, પૃ. ૭૭. (૩) ભૈરવ પદ્માવતી કલ્પ; રિ. ૧૦. પૃ. ૫૭-૬૦. (૪) શાહ યુ.પી., જૈન રૂપમંડન (જૈન આઈકોનોગ્રાફી) અંગ્રેજી, ભાગ-૧, અભિનવ પબ્લીકેશન, ન્યૂ દિલ્હી, ૧૯૮૭, પૃ. ૨૭૭. (૫) એજન. (૬) ગણધર સુધર્માસ્વામીકૃત 'ભગવતી સૂત્ર' ૧૦-૫ (બેચરદાસજી સંપાદિત), વૉ.૩, પૃ. ૨૦૧. (૭) સ્થાનાંગસૂત્ર, ૬-૩, સૂ. ૫૦૮. (૮.૯) બપ્પભટ્ટિસૂરિકૃત 'ચતુર્વિશતિકા', સં. મો.ગી. કાપડિયા, મુંબઈ, ૧૯૨૬ પૃ. ૧૮ અને પૃ. ૨૬૮. (૧૦) શાહ યુ. પી., ઉપર્યુકત ૨૭૭. (૧૧) વસુનંદિકૃત 'પ્રતિષ્ઠાસારસંગ્રહ' પૃ. ૬૭-૭૧. (૧૨) શાહ યુ.પી, ઉપર્યુકત (૧૩) સી.શિવરામમૂર્તિ પનોરમા ઑવ જૈન આર્ટ', ધ ટાઈમ્સ ઑવ ઇન્ડિયા પબ્લિકેશન, ન્યૂ દિલ્હી, ૧૯૮૨, ચિત્ર-૧૪૨. (૧૪) શાહ યુ.પી., ઉપર્યુકત, પૃ. ૨૬૭. (૧૫) બુલેટિન ઑવ ધ ફ્લીવલેન્ડ મ્યુઝિયમ ઑવ જૈન આર્ટ; ડિસે. ૭૦, પૃ. ૩૦૩, ચિત્ર-૧૫. (૧૬) શાહ યુ.પી., ઉપર્યુકત, પૃ.૨૬૭. (૧૭) ઍન્યુઅલ રિપોર્ટ ઑવ ધ આરકેયોલોજી ડિપાર્ટમેન્ટ, બરોડા સ્ટેટ,૧૯૩૮, ચિત્ર-પ(બી). (૧૮) જૈન ચિત્ર કલ્પદ્રુમ; વૉ. ૧, ચિત્ર-૧. (૧૯) હેમચંદ્રાચાર્યકૃત 'ત્રિશષ્ટિશલાકાપુરુષ'-૩, ૩૬૪-૩૬૫. (૨૦) વર્ધમાનસૂરિ કૃત આચાર દિનકર', પૃ.૧૭૮ અને ભાવદેવસૂરિકૃત 'પાર્શ્વનાથચરિત'- ૭, પૃ. ૮૨૯-૩૦. (૨૧) પ્રવચન સારોદ્વાર ટીકા-૧; પૃ. ૯૫. (૨૨) સાગરચન્દ્રસૂરિકૃત 'મંત્રાધિરાજકલ્પ' k Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy