SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પરંતુ જિનશાસનની શારદા સ્વરૂપા માતા પદ્માવતીની આ વંદનાની વિશેષતા એ છે કે તે ભારતની સંસ્કૃતિની સમન્વયલક્ષી ચેતના સુધી નથી અટકતી; માતા પદ્માવતીની આ સંકલ્પના સમન્વયભાવથી આગળ વધી ચોથા ચરણમાં ગાઈ ઊઠે છે - “માત{માત ! વિ પૂત મસ્તિવ્યસ્ત મસ્ત વયા - હે માતા ભારતી ! વધુ શું કહેવું? વાસ્તવમાં તો આ બધું જ - સમસ્ત વિશ્વ - તારા થકી વ્યાપ્ત છે; અર્થાત તું વિશ્વસ્વરૂપા છે ! -ને ધર્મના આ મૂળભૂત તત્ત્વ અવિરોધ' અથવા 'સમન્વય'ના પ્રતીક રૂપે વંદના કરવાનો આ લેખનો ઉપક્રમ છે. જૈન ધર્મમાં અવિરોધ' કે 'સમન્વય' ધર્મનું પાયાનું તત્ત્વ રહેલું છે. જૈનદર્શનમાં સ્યાદ્વાદનો સિદ્ધાંત વિરોધની ભાવનાને નિર્મળ કરી, કોઈ પણ પ્રકારની વિરોધી ભાવનાનું નિરસન કરી દે છે. આર્યદર્શનનું પૂ સત વિપ્ર વદા વનિ (એક જ સત્યને વિદ્વાનો ઘણી રીતે વ્યકત કરે છે)ના 'સત્ય'ની જેમ, એમ પણ હોય છે', - Dાત્ - એ ભગવાન મહાવીરના સદ્વાદનું આધારભૂત સૂત્ર છે. આ જ ભાવના 'અવિરોધ' કે 'સમન્વય'ની ધારકશકિત છે. શાર્દૂલ વિક્રીડિત છંદમાં ગવાયેલી શારદાસ્વરૂપા માતા પદ્માવતીની પ્રસ્તુત વંદનામાં જૈનશાસનની આ ભાવના પ્રગટ રૂપે સાકાર થઈ રહી છે. तारा त्वं सुगतागमे भगवती गौरीति शेवागमे, वजा कौलिक शासने जिनमते पद्यावती विश्रुता । गायत्री श्रुतिशालिनां प्रकृतिरित्युक्ताऽसि सांख्यागमे, मातर् ! भारति ! किं प्रभूत भणितैर्व्याप्तं समस्तं त्वया ॥ માતા પદ્માવતીની મહિમામયી વંદનામાં ગવાયેલ આ છંદમાં પ્રથમ ત્રણ ચરણમાં તત્કા બૌદ્ધ, શૈવ, શાક્ત, વૈદિક અને સાંગ મતાવલંબીઓની દેવીવિષયક વિવિધ માન્યતાઓને સમન્વયના એક સૂત્રમાં પરોવી લીધી છે. બૌદ્ધ આગમમાં માતા 'તારા', શૈવાગમમાં ભગવતી 'ગૌરી', શાતમતમાં દેવી 'વા', જૈનશાસનમાં 'માતા પદ્માવતી', વૈદિક ધર્માવલંબીઓમાં “મા ગાયત્રી' તેમ જ સાંખ્ય મતાવલંબીઓમાં પ્રકૃતિ'- આ તમામ દેવી રૂપ તત્ત્વતઃ એક જ છે. આ ત્રણ ચરણોમાં પ્રગટ થતી સમન્વયની ભાવના ભારતના ભાતીગળ સાંસ્કૃતિક વૈવિધ્યમાં એકતાની સાધક મૂળ સાંસ્કૃતિક ચેતનાની સૂચક છે. પરંતુ જિનશાસનની શારદાસ્વરૂપા માતા પદ્માવતીની આ વંદનાની વિશેષતા એ છે કે તે ભારતની સંસ્કૃતિની સમન્વયલક્ષી ચેતના સુધી નથી અટકતી; માતા પદ્માવતીની આ સંકલ્પના સમન્વયભાવથી આગળ વધી ચોથા ચરણમાં ગાઈ ઊઠે છે - “માત૬ ! માત [ પ્રત પતૈિપ્ત સમતું વયા - હે માતા ભારતી ! વધુ શું કહેવું ? વાસ્તવમાં તો આ બધું જ - સમસ્ત વિશ્વ - તારા થકી વ્યાપ્ત છે; અર્થાત્ તું વિશ્વસ્વરૂપા છે ! સંક્ષેપમાં, જિનશાસનમાં શારદા સ્વરૂપા માતા પદ્માવતીની સંકલ્પના અન્ય પંથો કે સંપ્રદાયોની દેવીવિષયક સંકલ્પનાથી નામરૂપે ભિન્ન હોવા છતાં સાંસ્કૃતિક સમન્વયની સાધક બનીને જ નથી અટકતી; પણ આગળ વધી 'સમન્વિત ધર્મચેતના'ના મૂળ સમા આર્યચિંતનની ઔપનિષેદિક અદ્વૈતભાવનાની જેમ તત્ત્વતઃ સમસ્ત વિશ્વની - બ્રહ્માંડની ધારકશકિત - વ્યાપક મહાશકિત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy