SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શ્રી પદ્માવતી દેવી સંદર્ભગત અધ્યયન * શ્રી ભંવરલાલજી નાહટા સંસ્કૃત ભાષામાં અરિહંત ભગવંતના એક શ્લોકની રોજ રચના થાય, ત્યાર બાદ જ પચ્ચક્ખાણ પારવાના આકરા નિયમધારી પ્રભાવક ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના ચિરત્ર સાથે તેમણે રચેલ વિવિધ કલ્પોમાં શાસનની રક્ષિકા દેવી પદ્માવતીના આવતા વિવિધ ઉલ્લેખોનું અને છેલ્લે આમરકુંડ પદ્માવતી દેવી-કલ્પની રસપ્રદ કથા સાથે વિસ્તૃત જાણકારીનું સુંદર આલેખન વિદ્યર્ય શ્રી ભંવરલાલજી નાહટા દ્વારા અત્રે પ્રસ્તુત કરાયું છે. સંપાદક [ ૩૦૫ વિધર્મી શાસકો દ્વારા નાશ પામી રહેલાં મંદિરોને બચાવવાના હેતુસર ખરતરગચ્છાચાર્ય શ્રી જિનસિંહસૂરિજીએ અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીની આરાધના આદરેલી. તેમના વિલંબે થયેલા આગમન વિષે કારણ પૂછતાં માલૂમ પડ્યું કે પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું છે. પણ કૃતનિશ્ચયી આચાર્યશ્રીએ નીડરતા અને ધૈર્યતાપૂર્વક પદ્માવતી દેવીને કહ્યું કે "સાચે જ, મારા જીવનને કોઈ એક ક્ષણ માટે લંબાવી કે ટૂંકાવી શકવાનું નથી; પરંતુ મેં જે હેતુસર કાર્ય આદર્યું છે તે તો કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થવું જ જોઈએ.” આચાર્યશ્રીનો આ દઢાગ્રહ જોઈ ભગવતી પદ્માવતીએ આશ્વાસન આપતાં કહ્યું, "આપના શિષ્ય દ્વારા જૈનશાસનોન્નતિના પુનિત કાર્ય માટે હું સદૈવ તેની સમક્ષ રહીશ.” ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, "હે દેવી ! તો આપ જ મને મારો પટ્ટશિષ્ય શોધી આપો.” તેના જવાબમાં દેવીએ કહ્યું, "મોહિલવાડી નિવાસી રત્નપાલનો સાતથી આઠ વર્ષનો પુત્ર સુમરપાલ મારી નજરમાં વસે છે. માટે આપ ત્યાં જઈ તેને બોધ આપી, આપનો પટ્ટશિષ્ય બનાવો.” દેવી પદ્માવતીની આજ્ઞાનુસાર આચાર્ય મોહિલવાડી (વર્તમાનમાં વરંગલ નામે પ્રસિદ્ધ છે.) પહોંચ્યા. ત્યાં તેમણે રત્નપાલને દેવીની આજ્ઞા કહી સંભળાવી. આથી ગદ્ગદ થઈ રત્નપાલે પોતાના લાડકવાયા સુમરપાલને આચાર્યશ્રીની નિશ્રામાં અર્પણ કર્યો. આચાર્યશ્રીએ સં.૧૩૨૬માં તેને દીક્ષા પ્રદાન કરી મુનિ શુભતિલક નામ રાખ્યું અને ત્યારબાદ સં.૧૩૪૧માં તેમણે ગણનાયક આચાર્યપદથી વિભૂપિત કરી, જિનપ્રભસૂરિના નામે જાહેર કર્યા. Jain Education International ભગવતી પદ્માવતી ગુરુમહારાજ શ્રી જિનસિંહસૂરિજીને આપેલ વચન મુજબ શ્રી જિનપ્રભસૂરિજી પાસે સદૈવ રહેતાં હતાં, જેની પ્રતીતિ શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાના જીવનકાળ દરમિયાન કરેલાં અનેક શાસનોન્નતિનાં કાર્યો પરથી થઈ જાય છે. શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાના સાહિત્યગ્રંથોમાં પદ્માવતી દેવીનું સ્મરણ સતત કર્યા કર્યું છે. તેમણે 'પદ્માવતી ચૌપાઈ' નામનો ગ્રંથ પણ લખ્યો અને શ્રી મલ્લિપેણસૂરિજીને 'ભૈરવ પદ્માવતી-કલ્પ' ગ્રંથ લખવામાં સહાય પણ કરી. શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાના 'વિવિધતીર્થ કલ્પ' નામના ગ્રંથમાં જ્યાં જ્યાં દેવી પદ્માવતી વિષયક આલેખન કર્યું છે તે તે પ્રસંગોનું અહીં આસ્વાદન કરાવવા નમ્ર પ્રયત્ન કરીશ. 'શ્રી સ્તંભન પાર્શ્વનાથ કલ્પ' અનુસાર પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રાચીન પ્રતિમા ભગવાન મહાવીરસ્વામીના શાસન દરમિયાન કાન્તિનગરીના ધનેશ્વર શેઠની સમુદ્રયાત્રા વખતે પ્રતિમા વહાણ સહિત સાગરના તળિયે જઈ બેસી હતી, ત્યારે અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીએ સાક્ષાત્ દર્શન આપી શેઠને આદેશ આપ્યો કે, "સમુદ્રના પેટાળમાંથી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહાર કઢાવો અને કાચા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy