SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૨] [ શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી લક્ષ્મીવિનય સં.૧૭૬૦ માં અભયકુમાર મહામંત્રીશ્વર રાસ'માં આદિના પ્રથમ દોહામાં પાણ્વનાથજીને વંદીને પછી બીજા દોહામાં લખે છે : "વિઘન વિદાર સુખકરણ, પુરણવાંછિત કોડ; ધરણિંદ ને પદમાવતી, સેવે બે કર જોડ." ગંગમુનિ (ગાંગજી) રત્નસાર-તેજસાર રાસ' (સં.૧૭૬૧)માં આદિ દુહામાં પાર્શ્વનાથ સાથે પદ્માવતીજીને યાદ કરે છે : "પુરસાદાણી પાસ જિન, સમર્યા સંપતિ કોડિ; ધરોંદર પદમાવતી, સેવે દો કર જોડિ.” કવિ ચતુર 'ચંદન-મલયાગિરિ ચોપાઈ (સં. ૧૭૭૧)માં આદિના ચોથા દુહામાં કહે છે : "વલી પ્રણમું અસિ આઉસ, મૂલમંત્ર નમોકાર; ધરણેન્દ્ર અનઈ પદમાવતી, સુરપદ પામ્યા સાર.” (૦) અન્ય (શ્રી પાર્શ્વનાથનાં આરતી સ્તુતિ-સ્તવનાદિમાં પદ્માવતીદેવી અને ધરણેન્દ્રનાઆવતાઉલ્લેખો) "...તવ ધરણેન્દ્રાસન કંપાવે પદ્માવતી સાથે સિંહા આવે, નાથ ઊંઘશિર ફરિ કુંઢ લાવે જઈ અપરાધી દેવડરાવે... ..શાંઈ શરણ સરિ સમકિત પાવે ફણિપતિ નાટકવિધિ વિરાવે. પ્રભુચરણે નમી ગેહ સિધાવે, જગદીશ્વર ઘનઘાતી હરાવે..." શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનસ્તવનમાં : "કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્વે, બળતો નાગ ઉગાર્યો રે; દીઓ સાર નવકાર નાગકે, ધરણીન્દ્ર પદ પાયો...” બીજા સ્તવનમાં : "ધરણેન્દ્ર પદ્માવતી સમર શોભાવત...” એમ ગાયું છે. * શ્રી પાર્વાંજિન સ્તુતિ'માં : "...ચઉકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પાવતી; સોવન ક્રાંતિ પ્રભુગુણ ગાતી, વીર ઘરે આવતી...” કવિ ઉદયની સ્તુતિ'માં : "નાગ-નાગિણી અધબલતા જાણી, કરુણાસાગર કરણા આણી, તાણ કાઢ્યાં તાણી, નવકાર મંત્ર દીયો ગુણ ખાણી, ધરણીધર પદ્માવતી રાણી; થયાં ધણી-ધણિયાણી, પાસ પસાયે પદ પરમાણી, આ પપી જિનપદે લપટાણી, વિજ્ઞહરણ સપરાણી..." 'નવિમલે કરેલી શ્રી પાર્વાંજિનની સ્તુતિમાં : "ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણાં ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલનાં વાંછિત પૂરતી..." અન્ય એક આરાધનામાં : "પઉમાવઈ દેવી ધરણરાય, પ્રણામે શ્રી પાસ નિણંદ પાય; લીલા લક્ષ્મી દ્યો લબ્ધિવંત, ધરણેન્દ્ર તુમ મુજ મન ખંત." શ્રી પાર્શ્વનાથના ચૈત્યવંદનમાં : "ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણિયતે; હી ધરણેન્દ્ર વૈરોટ્ય, પાદેવિ યુતાયતે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy