SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] (૫) શ્રી પદ્માવતીદેવીની સ્તુતિ (રચયિતા : પૂ.મુનિરાજશ્રી ચતુરવિજયજી મ.) કલ્યાણ કમલા પદ્મવનને સર્વદા વિકસાવવા, સૂર્ય જેવા તીવ્ર તેજે તિમિરવૃંદ હઠાવવા; દોષાકરોને દૂર ટાળે, શુદ્ધ કર્મો આચરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૧) જે બન્ને જમણે હાથે ઝાલે, પદ્મ પાસ સુ ંકરું, ને વામ હસ્તે ધરે અંકુશ વળી ફળ ને સુંદરું; શ્રી પાર્શ્વશાસન દેવતા જે, આપદા દૂરે હરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૨) જે દુઃખ સૂરે નિત્ય પૂરે, કામના મનની વળી; શુભ અપ્સરાના વર્ગથી જે ભકિતએ પૂજાયેલી; દુર્વાસનાને જે નિવારે, બુદ્ધિ નિર્મળતા કરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી.(૩) બૌદ્ધ લોકો 'તારા' નામે, અન્ય 'ત્રિપુરા' નામથી; ને 'શક્તિ' રૂપે કોઈ પૂજે, ભિન્ન ભિન્ન અભિધાનથી; ષદર્શનોની જેહ દેવી, વિવિધ સદ્ગુણથી ભરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૪) સમ્યક્ત્વધારી ભવ્ય જનતા વિઘ્નજાળ વિદારતી; પ્રગટ પરચા આપી જગમાં, જૈનધર્મ વધારતી; કનકવરણી દુરિતહરણી કુર્કટોપગ સંચરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૫) (ઉપરોકત સ્તુતિ શ્રી દક્ષિણવિહારી પૂજ્ય શ્રી અમરવિજયજી મહારાજના શિષ્યરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજે સં.૧૯૮૭માં સિનોરમાં-નર્મદાતટે-૨ચેલી છે. કાવ્યરચના ઘણી જ સુંદર છે.) (૬) શ્રી પદ્માવતી માતાનાં કાવ્યો : (કાવ્યારંભે પદ્માવતી) [ ૨૯૧ ગુજરાતના વિવિધ જૈનકવિઓએ કાવ્યારંભે પદ્માવતીજીને આરાધીને પછી કલમ આગળ ચલાવી છે, તેનો થોડો ખ્યાલ મેળવીએ : વિક્રમની તેરમી સદીના કવિ પાલ્હણ નેમિ બારહમાસ રાસો'નો પ્રારંભ આ રીતે કરે છે : "કાસમીર મુખમંડણ દેવી, વાએસર પાણુ પણમેવી, પદમાવતિય ચક્કેસરિ નમિઉ અંબિકા દેવી હઉં વીનવઉં." જિનવિજયજી જયવિજય કુંવર પ્રબંધ' (સંવત ૧૭૩૪)માં આદિ દુહા ક્રમ-૪માં લખે છે : "પુરીસાંદાણી પાસજી, મહિમાવંત મુણિંદ, ધરણરાય પદ્માવતી, સેવઈ પય-અરવિંદ.” વિનયલાભ-બાલચંદ 'વછરાજ દેવરાજ ચોપાઈ' (રચના સં. ૧૭૩૦)માં આરંભમાં શ્રી પાર્શ્વનાથને નમીને પદ્માવતીજીનું સ્મરણ કરે છે : "જાસુ ચરણ સેવા કરે, રાતદિવસ કર જોડિ, ધરણરાજા પદ્માવતી, મદ-મચ્છર સહુ મોડ” જ્ઞાનવિમલસૂરિ - નયવિમલસૂરિ 'અશોકચંદ્ર રોહિણી રાસ' (૨.સં. ૧૭૭૪)માં આદિનો દુહો લખે છે : "પરમાપૂરણ પરગડો, મહિમા મહિમનિવાસ, ધરણરાય પદમાવતી, પૂરો વાંછિત આશ.” રાજ - હેમરાજ 'વિક્રમાદિત્ય પંચદંડ રાસ' અથવા ચોપાઈની આદિ પંકિતમાં લક્ષ્મીવલ્લભ – - લખે છે : "પ્રણમું પાસ જિણંદ પાય, કલિયુગ સુરતરુકંદ; સેવ કરઈ નિત જેહની પદમાવત ધણિંદ.” Jain Education International કવિ ખેતો ધન્નાનો રાસ' (સં.૧૭૩૨)માં આદિ પંકિતમાં લખે છે : "પ્રથમ નમું પ્રભુ પાસજિણ પોહોંવ માહિ પ્રસિદ્ધ; ઈન્દુ પદમાવતિ પુરર્વે નામેં કર નવનિધિ.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy