SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ભકતો કરે ભકિત પ્રભુની કર્મ આડે આવતાં, નડતર કરે નૈયા તરે નહિ જૂઠ કારણ લાવતાં; ભકતો તણા અંતરાય ટાળવા તર્ત ઊડી આવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૨ સોહામણી રળિયામણી પારસમણિ તું પધણી, ચિંતામણિ સમ ઝળકતી ઉજાસ ઓપે દિનમણિ; અહોભાવ અંતર જિન વસે શ્રી પાર્શ્વના ગુણ ગાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. તારા સહારે કૈક સીધ્યા ભકિતવંતા આતમા, જાપો જપે પાપો ખપે ને મેળવે પરમાતમા; વરસે કૃપા ત્યાં તાહરી અમીછાંટણાં છંટકાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૪ ભગવાન પરચા શ્રાપ કે વરદાન પણ આપે નહીં. પ્રભનો પ્રભાવ વધારવા સાક્ષાત તું આવે સહી. તારા શિરે બિરાજતી જિન પાર્શ્વ મૂર્તિ સોહતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૫ પદ્માવતી પાવન સતી કર વાસુદેવ પદમ ધરે, દશમે સુપન ગુણ ઠાણમાં તુજ નામનિક્ષેપ ખરે; સંદેશ સીમંધર તણા આચાર્યને પણ આપતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. પ્રતિક્રમણમાં નવસ્મરણમાં વિધિવિધાને તું રહે, સંતોપ તારા નામથી ચિત પ્રશનતા ભવિજન લહે; ભગવાન અંતરમાં રમે ભગવાન આગે નાચતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૭ તીરથપતિના તીર્થમાં અભિષેક પણ તારો થતો, અશાતના વિરાધનાનો સર્વ દોપ ટળી જતો; શાસન તણી રક્ષા નિમિત્તે જોગમાયા જાગતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. સુલક્ષણી છો યક્ષણી તું ધર્મિણી કહેવાય છે, ઉપકાર સારા વિશ્વમાં જિનભકિતમાં પંકાય છે; સંસારમાં સાધન ભલું તું પુણ્યવંતી પાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૯ વહેલી પ્રભાતે શ્રેષ્ઠ સ્મરણો શ્રમણ ભગવંતો કરે, એ શ્રેષ્ઠના સમુદાયમાં તુજ નામની યાદી ભરે; સ્વાધ્યાય ઉત્તમ સાધનામાં ભાવફુરણા લાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૧૦ દેવો અને દેવી તણાં તીરથ ઘણાં દેખાય છે, તેમાં અનોખું ધામ તારું જ્યાં પ્રભુ પૂજાય છે; ભગવાન ભાવે ભાવતાં સહાયક બનો છો ભગવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૧૧ સેવા થકી જિન પાર્શ્વની મહાપુણ્ય તારું જાગતું, રિદ્ધિ અને સિદ્ધિ થતી ઉપકાર ભાવે ગાજતું; ચિંતન રહે ચિત્તધામ નારાયણ તણા મન ભાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૧૨ (૪) દુહા (આરતી તરીકે પણ આ ઉપયોગમાં લઈ શકાય છે.) પુરિસાદાણી પાસજી, સિદ્ધિ સકલ ભંડાર; સાન્નિધ્યે પદ્માવતી, વંદુ વાર હજાર. માતા તું સરસ્વતી, કાલીનો અવતાર; લક્ષ્મી રૂપે તું રહી, જગદંબા જગસાર. તું જ જ્યા જગવાહિની, વિજયા અજયા માત; અલબેલી અપરાજિતા, વસુધામાં વિખ્યાત.૩ તું કલ્યાણી કામદા, ભદ્ર તણો ભંડાર; ભવ્ય મહા ભુવનેશ્વરી, દૈત્ય દમન કરનાર. ૪ શ્રી ફ્રી ધૃતિમતિકીર્તિ તું, કાંતિ શાંતિ અનૂપ; સિદ્ધિદાયિની શ્યામલા, વિધવિધ તારાં રૂપ, ૫ તું પૂર્ણા પરમેશ્વરી, જયોતિ ઝળહળ જ્વાલ, ત્રિપુરા બાલાસુંદરી, કાપે કષ્ટ કરાલ. ૬ તું ચામુંડા ચંડિકા, ગૌરી અતિ ગુણવંત; આશાપુરા અન્નદા, સમરે સંત મહંત. ૭ તું ઉમા તું પાર્વતી, અઘહરણી અભિરામ; ઇશારે કરતી અહો! ભકતજનોનાં કામ. ૮ કરી શકું ના વાણીથી, તુજ રૂપગુણનાં ગાન; મૂઢ મહામતિમંદ હું, નથી ભકિતનું ભાન. ૯ માગું માતા એટલું આપ તણું વરદાન; શ્રી સિદ્ધિ ને શારદા, સદા રહો મુજ સ્થાન. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy