SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] કમલ સમાન નેત્રોવાળાં હે મા ! અત્યંત પ્રકાશવંત, પ્રભાતે ઊગતા સૂર્ય કરતાં વધુ ઉત્કૃષ્ટ રકત વર્ણવાળાં, ભયાનક ઉપસર્ગોને દૂર કરવાવાળા મહાદેવી ! આપને મારાં લાખો લાખો વંદન છે. ભેદીને, વીજળી વેગે પધારો છો. આપની સાધના કઠિન છે; છતાં આપ વાત્સલ્યથી ભરપૂર છો. આપ દર્શન આપવામાં ઊર્મિશીલ બની જાઓ છો ! સાધક નિર્મળ ચિત્તવાળો, એકાગ્ર ચિત્તવાળો હોય તો તે મા ભગવતી ! આપશ્રી સર્પ જેવી ગતિથી, તે કરતાં પણ ત્વરિત ગતિથી સાધક સન્મુખ પધારો છો. વીજળીના ચમકારા મનુષ્યોની આંખો આંજી નાખે તે કરતાં પણ વધુ પ્રકાશ આપશ્રીના દિવ્ય શરીરમાંથી પ્રકાશિત થતા હોય છે. આપશ્રીએ જે શસ્ત્રો ધારણ કર્યા છે તે તો માત્ર લીલા માટે છે, જિનશાસનની રક્ષા કરવા માટે છે. - આ મંત્રના જાપ જે કરે છે તે મંત્ર શત્રુઓને ભયભીત બનાવી દે છે. આ મંત્ર સર્વ સંકટોને હરણ કરનાર છે. ઑ ઈ ઉં પદ્મહસ્તે ! માઁ રક્ષ રક્ષ કર કર સ્વાહા !” આ મંત્રનાં હે અધિષ્ઠાત્રી . મા ! મારું રક્ષણ કરો. આ શ્લોકનું ગમે તે સમયે સ્મરણ કરવાથી વશીકરણ થાય છે. વશીકરણનો અર્થ એ છે કે જેની સાથે અબોલા હોય તે મિત્ર બની જાય છે ! હે મા ! તું રંકને રાય બનાવનારી છો, વંધ્યાને સુપુત્ર આપનારી છો અને મૂર્ખને વિદ્વાન બનાવનારી છો. આપનું નામસ્વરૂપ સુખકારી છે, વિવિધ કોને કાપનારું છે. આપ સાધકને પ્રભુતાના શિખરે પહોંચાડનાર છો. આપના સ્તોત્રનું જે કોઈ સ્મરણ કરે તેને ભૂતપ્રેત કાંઈ જ કરી શકતાં નથી, દૂર દૂર ભાગે છે. આ સ્તોત્ર સૌભાગ્ય અપાવનારું છે, ઉજ્જવળ યશને કરનારું છે, .. સર્વ રોગોને હરનાર છે, મનની શાંતિ-પ્રસન્નતા બક્ષનાર છે, ચેતનશકિતને જગા સ્તોત્રથી ગ્રહપીડા પણ શાંત થાય છે. આ સ્તોત્ર માંત્રિક અને તાંત્રિક પણ છે. - હે મા ! જાણકાર યોગીજનો હંમેશાં આપનું ધ્યાન ધરે છે. શ્વેત ધ્યાન વડે સ્તોત્રપાઠ કરવાથી શાંતિ-પરમ શાંતિ મળે છે. રકત ધ્યાન વડે સ્તોત્રપાઠ કરવાથી સૌભાગ્ય મળે છે. પીત ધ્યાન વડે સ્તોત્રપાઠ કરવાથી શત્રુની ગતિ-મતિ-વાણીનું સ્તંભન થાય છે. હે મા જે આપનું નિરંતર ધ્યાન કરે છે, સાચા દિલથી આપને ભજે છે તેનું આપ કલ્યાણ કરો છો; માટે આપ કલ્યાણી’ એવા નામથી ઓળખાઓ છો. હે સર્વવ્યાપી મા ! આપ ત્રણ ભુવનમાં પૂજવાયોગ્ય છો. સર્વ દેવ-દાનવ આપશ્રીની પૂજા કરે છે; માટે આપ 'ભુવનેશ્વરી' તરીકે ઓળખાઓ છો ! આ સ્તોત્ર સાવધાનીથી, ગુરૂપદેશપૂર્વક તેમ જ ભકિતપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાહન અને સાયંકાળ - ત્રિસંધ્યાએ જે કોઈ શુદ્ધ ઉચ્ચારણપૂર્વક ગીતગાનની જેમ ગુંજન કરશે, તેનાં ભાગ્ય ખીલી ઊઠશે. સવારે ૬ વાગે, બપોરે ૧૧ થી ૧૨ વચ્ચે, રાત્રે ૧૧ થી ૧૨ વચ્ચે કે અપવાદે સાંજે ૭ વાગે જાપ કરવાથી સકલ મનોકામના સિદ્ધ થાય છે, સર્વ અમંગળોનો નાશ થાય છે અને મંગળોનો ઉદય થાય છે. આ સ્તોત્રની રચના કરનાર મા પોતે જ છે. માટે સકલ શ્રીસંઘને મંગલકારી નીવડો એ જ અંતર તણી આશા ! ('શ્રી પદ્માવતી દેવીપૂજા' પુસ્તિકામાંથી ટૂંકાવીને સાભાર.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy