SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા પદ્માવતી : સ્વરચિત સ્તોત્રપાઠનો કરી મહિમા પ્રભાવ . ઈન્દુબહેન એન. દીવાન દેવી પદ્માવતીના સ્તોત્ર પઠન-શ્રવણનો શો મહિમા છે, તે આ વિદુપી લેખિકાના લેખ દ્વારા જાણવા મળે છે. જાણે કે સ્વાનુભૂતિનો જ વિષય હોય એમ ડૉ. ઈન્દુબહેને આ મહિમા પ્રત્યક્ષ કરાવ્યો છે, સાક્ષાત્કાર કર્યો છે. વિદુષી લેખિકાને એવો આધાર મળ્યો છે કે આ સ્તોત્ર શ્રીમગીર્વાણ' દેવી પદ્માવતીજીએ પોતે જ રચેલ છે; અને પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્યને અર્પણ કર્યું છે. આ વાતનું સત્યાનુસંધાન કરવા ભકતોએ, ભકત ઇતિહાસકારોએ જરૂર આગળ આવવું જોઈએ. - સંપાદક - હે મા ભગવતી ! રાજરાજેશ્વરી ! આપશ્રીના પાવનકારી શ્રીપાદ ચરણ કમલમાં દેવ-દેવી સમુદાય અતિ વિનમ્રભાવે પ્રણામ કરે છે, નમન-વંદન કરે છે. તેમના મુગટમાં જડાયેલ દિવ્ય જયોતિરૂપ પ્રકાશજ્વાલા સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ પાથરવાની શકિત ધરાવે છે; પરંતુ આપશ્રીના મુગટમાં રહેલાં માણિકયો એવાં તેજસ્વી છે કે દેવોના મુગટના માણિકયનો પ્રકાશ ફકત આપશ્રીનાં ચરણોમાં જ સમાઈ જાય છે, ઝાંખો પડે છે. વિલીન થઈ જાય છે ! ' હે મા ! આપશ્રીએ ધારણ કરેલા નાગપાશ અને અંકુશ - બંને શસ્ત્રો એટલાં બધાં પ્રકાશવાળાં છે કે જે પ્રકાશમાં દેવ-દેવીઓ પણ ઝાંખાં લાગે છે ! દિવ્ય શસ્ત્રો વડે આપ એટલાં તો ઓજસ્વિની લાગો છો કે મારા મુખમાંથી કોઈ વાણી નીકળી શકતી નથી કે હું બહાર શબ્દાવલી કાઢી શકું ! આપશ્રીના સ્વરૂપને વર્ણવવા શબ્દો નથી. આપશ્રી એવાં સૌદર્યવંત છો કે જે મનુષ્યલોકની લાખો સ્વરૂપવાન નારીઓનો સમૂહ એકઠો થાય તો પણ તેની કાંઈ વિસાત ન રહે ! છતાં હે મા ! આપશ્રી નિરભિમાન અને કરણાવંત બની તથા સર્વને આશીર્વાદ આપી ૐ ઑ ૉ હીં' આ બીજમંત્રોને માનવલોકના હિતાર્થે અમૂલ્ય ભેટ આપો છો. હે મા ! આ સ્તોત્રપાઠની રચના આપશ્રીએ આજથી ર૭૫૦ વર્ષ પહેલાં કરીને પુરુપાદાનીય શ્રી પાશ્ર્વનાથ ભગવંતના પ્રશિષ્યને ચરણે અર્પણ કરી હતી. તે સ્તોત્રપાઠના પહેલા શ્લોકનો છ માસ પર્યન્ત નિયમિત, નિયત સમયે, એકાંતમાં નિત્ય એક હજાર વાર જાપ કરે તેને આપશ્રી પ્રત્યક્ષ દર્શન આપો છો તે સત્ય છે. મા ! 'ૐ ઑ ક્રીં હ્રીં' આ ચાર બીજમંત્રોની જ એવી તાકાત છે, પરમ શકિત છે, જેના સ્મરણથી આપશ્રી આકર્ષાઈ જાઓ છો, એ પણ આનંદની વાત ન ગણાય, મા ! કમલ સમાન નેત્રોવાળાં હે મા ! અત્યંત પ્રકાશવંત, પ્રભાતે ઊગતા સૂર્ય કરતાં વધુ ઉત્કૃષ્ટ રકત વર્ણવાળાં, ભયાનક ઉપસર્ગોને દૂર કરવાવાળાં મહાદેવી ! આપને મારાં લાખો લાખો વંદન છે. હે મા ! સાધક જયારે આપની સાધના કરે છે ત્યારે આપશ્રી દર્શન આપવા, આકાશ-પાતાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy