SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૮૧ જિતકિન્નરવાદી, કરિકરભુજદંડી મંડિતચુડી, ગંભીર ઊંડી નાભિધર, હરિકટિહરિણી, ઝાંઝરચરણી હંસગતિ, કૂકડાના વાહનવાળી, ચાર ભુજાવાળી, પહરણ પટકુલી, ચણાચોળી વગેરે સામાસિક શબ્દોથી દેવીનું વર્ણન કરવામાં આવ્યું છે. વાચકો પદ્માવતી દેવીને પ્રત્યક્ષ નિહાળતા હોય તેવી હૃદયસ્પર્શી અને નયનરમ્ય અભિવ્યકિત થયેલી છે. ભકતજનો દેવીની કૃપા પોતાની પર ઊતરે એવી અપેક્ષા રાખે છે. સ્તોત્ર કે છંદના કાવ્યપ્રકારોમાં ફળશ્રુતિ સર્વસામાન્ય રીતે જોવા મળે છે. કવિએ અહીં ભૌતિક સુખની પ્રાપ્તિ થાય તેવી ફળશ્રુતિ દર્શાવી છે. પદ્માવતીની ઉપાસનાથી ભૌતિક સુખ તો મળે જ; પણ જો પરમ ઇષ્ટ માંગણી હોય તો ભવસમુદ્ર પાર કરી શકાય છે. અજ્ઞાની જીવો ભૌતિક સુખ માંગીને હીરા સમાન માનવજન્મને કોડી સમાન કરી નાખે છે. પદ્માવતી દેવી કે અન્ય કોઈ દેવ, ગુર, ને ધર્મની ઉપાસનાથી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એમ માંગવાને બદલે, હવે ચિંતા ટળી જાય, ધર્મસાધનામાં સ્વસ્થ ચિત્તે લાગી જઉં, એમ સંકલ્પ કરવો જોઈએ; નહિતર ભવભ્રમણાની વૃદ્ધિ સિવાય કશું જ થવાનું નથી. અંતમાં, કવિએ કળશ-રચના કરીને પુનઃ પદ્માવતી દેવીનો મિતાક્ષરી પરિચય આપ્યો છે કવિ રૂપવિજયે પદ્માવતી દેવીના છંદની રચના સંસ્કૃત અને ગુજરાતી ભાષાના શબ્દપ્રયોગથી ૬ ગાથામાં કરી છે. કવિએ પદ્માવતી દેવીનું વર્ણન રસિક શૈલીમાં કર્યું છે. વર્ણપસંદગી અને તેની ક્રમિક રચનાથી વિશિષ્ટ પ્રકારનો કાવ્યલય આંખ, કાન અને હૃદયને સ્પર્શે છે. છંદનો આરંભ નીચેના દુહાથી થયો છે : દાનવ મુચિત સઘનઘન, ચલિતાસન અહિરાજ, ફનન થગન પદ્માવતી, નચત નાચ શિવાજ.” ૧ થી ૪ ગાથામાં કવિએ પદ્માવતીનું વર્ણન કર્યું છે. હર્ષસાગરની રચનામાં દેવીનાં વિશેષણોને વધુ પ્રભાવક રીતે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે રૂપવિજયે સંગીતના મધુર ધ્વનિનો ચિત્તમાં આલાદક ગુંજારવ થાય તેવી અભિવ્યકિત કરી છે. અપાય ઠમકતી ઠણણ, ઘુઘર ઘણણ ઝણણ નેઉર ઝણકંતી ચૂડી અતિ ખણણ, ધુધરી ઝણણ કાંશિય કણણ, તણણ તંતિય તાણ ભરે, પઉમાવે અમરિય, જિનગુણ સમરીય, રંગભર રાચીય નામ કરે...(૧) વાજત સમ તાલન દુંદુહિચાલન, ભીલનફેરી ભણવંતી, દુક્કડ દડ દડનને, શંભ શોભનન, કણણ કાંશિય કણસંતી. કુલ અકલયકારી, અતિ મનોહારી, વાણી શ્રવણા સુખકરે પઉમા...(૨) પદ્માવતીદેવીના સ્મરણથી પણ જલ, અગ્નિ, રણ, શત્રુ, સમુદ્ર અને અન્ય કોઈપણ પ્રકારની આપત્તિ દૂર થાય છે. કવિએ પાંચમી ગાથામાં પદ્માવતી દેવીનો પ્રભાવ વર્ણવતાં જણાવ્યું છે કે, દૈત્યસંહારી, વિMવિદારણી, સગભયવારી' વગેરે શબ્દપ્રયોગો દ્રારા દેવીનો મહિમા પ્રગટ કરે છે. કાવ્યની પંકિતઓ નીચે પ્રમાણે છે : 'તું દૈત્ય સંહારી, વિનવિદારી, સમકિતધારી, જયકારી, શાસનસુરી સારી સગભય વારી, અહિપતિ પ્યારી, મનોહારી, સાગર હરિ અરિ કિરિ જલન જલોદર, નામ જયાં દુઃખ દૂર કરે ૫૩માવે.” આમ, છંદની રચના લલિતમધુર પદાવલીમાં થયેલી છે. પ્રાસરચનાથી સમગ્ર છંદ આસ્વાદ્ય બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy