SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦] ચારણી સાહિત્યમાં છંદ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. ચારણી ડિંગળ શૈલીના છંદ એ વ્યકિતના પરાક્રમની પ્રશસ્તિ સમાન છે. કવિ શ્રીધરનો 'રણમલ્લ છંદ' અને 'ઈશ્વરી છંદ' એ આ પ્રકારની નમૂનેદાર રચનાઓ છે. વિષય, વસ્તુ, ભાષા, શૈલી અને ઐતિહાસિક રીતે તે મહત્ત્વપૂર્ણ ગણાય છે. ૧૪મા શતકના અંતમાં આ પ્રકારની રચના થઈ છે. જૈનેતરકવિઓની કેટલીક નોંધપાત્ર છંકૃતિઓ નીચે મુજબ છે : કવિ મદન બમ્ભાની 'મયણછંદ' ૩૪ છપ્પયમાં છે. એમાં મદનના પ્રભાવ વિષે વાત છે. એના પર ચારણી શૈલીનો પ્રભાવ છે. કવિ કીર્તિમેરુએ સં. ૧૪૮૭માં 'અંબિકા છંદ'ની રચના કરી. એના પર જયદેવના 'ગીતગોવિંદ'-ની અષ્ટપદી રચનાનો પ્રભાવ છે. એમાં ખંડ હિરગીત છંદનો દેશીમાં પ્રયોગ કર્યો છે, આ એક સ્તોત્રકાવ્યના નમુનારૂપ છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છંદરચનાઓ જોતાં એમ સમજાય છે કે તેના દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે, ભકતજનો ભકિતભાવ પ્રગટ કરે છે. ધર્મને લીધે જેમ અન્ય કાવ્યપ્રકારો ખેડાયા તેમ છંદરચનાનું પણ ખેડાણ થયું. છંદનું વિષયવસ્તુ ઐતિહાસિક સાથે ધાર્મિક બન્યું. મધ્યકાળમાં સમાજજીવન પર ધર્મનો પ્રબળ પ્રભાવ હતો એટલે તો વિવિધ કાવ્યપ્રકારોમાં વિપુલ માત્રામાં રચનાઓ થઈ છે. આવી છંદરચનાઓથી લૌકિક રુચિ ઉપરાંત ભાષાનું લાલિત્ય પણ ખીલી ઊઠયું. ચમત્કારિક ભાષા અને કર્ણપ્રિય છંદરચનાઓ પ્રત્યાયનમાં પ્રોત્સાહક બની. પદ્યની આ વિશિષ્ટ પ્રકારની શકિત છે. પિંગળ શાસ્ત્ર' એ લૌકિક છંદો, અક્ષરમેળ, માત્રામેળ અને રૂપમેળ વૃત્તોનો સંગ્રહ છે. પદ્માવતી દેવી વિષયક છંદરચનાઓ : મુનિ હર્પસાગરે પદ્માવતી દેવીના છંદની રચના ૧૦ ગાથામાં કરી છે. રચનાને અંતે કળશ છે, તેમાં મધ્યકાલીન પરંપરા અનુસાર કવિના નામનો ઉલ્લેખ થયેલો છે : 'હરખસાગર કહે હરખશું, પદ્માવતી પૂજો સુખકારણી.' કવિએ પદ્માવતીદેવીનું ચિત્રાત્મક શૈલીમાં આકર્ષક વર્ણન કરીને પદ્માવતીદેવીનો સાક્ષાત્કાર કરાવ્યો છે. છંદનો આરંભ સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ છંદથી થયો છે. તેમાં કવિએ પાર્શ્વનાથ ભગવાનનું ઇષ્ટદેવ તરીકે સ્મરણ કરીને ધરણેન્દ્રનો શાસનરક્ષક દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. 'श्रीमत् कलिकुंडदंड श्री पार्श्वनाथ संस्तुवे । धरणेन्द्र सचिवं साकं धर्मकामार्थ सिद्धये ।। પદ્માવતી દેવીનું વર્ણન કરતાં કવિએ લલિતમંજુલ પદાવલીમાં દેવીનાં વિશેષણોનો ઉલ્લેખ કરીને તેનો મહિમા ગાયો છે : 'ધરણીધ૨૨ાણી, ભયહરણી, જયકારી, સમકેિતધારી, સાચારી, શીલવંતી, સંતુષ્ટા.' ૨ થી ૬ ગાથામાં પદ્માવતી દેવીનાં અંગોપાંગ, વર્ણ, તિલક, આભૂષણ આદિના નિરૂપણથી તેના મોહક વ્યકિતત્વનો પરિચય થાય છે. જેમકે == Jain Education International 'નાગણી સમ કાલી, જિત ક૨વાલી, જગક ઝમાલી વેણવતી, જિત મીનકપોલી સેંથો ફોલી, આડ અમૂલી શિર ધરતી; તિલકાંકિત ભાલી, પીયલચાલી, ભૂષણમાલા ભાગ્યવતી, સંતુષ્ટ ભવમે ।।૨।। તદુપરાંત, સોમમુખી, કમલાક્ષી, નાસા અણિયાલી, અધર પરવાલી, દાડિમકણદંતી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy