SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૭૯ પદ્માવતી સ્તોત્ર -(3) : આ સ્તોત્રમાં પદ્માવતી દેવીના પ્રભાવથી શોક, રોગ-ઉપદ્રવ દૂર થાય અને અંતે સર્વ રીતે અભ્યદય થાય તેવી શ્રદ્ધાસમ્પન્ન બાબતો રજૂ થઈ છે. આ રચના ૧૦ ગાથામાં, અનુછુપ છંદમાં, સંસ્કૃત ભાષામાં છે. આરંભનો શ્લોક નીચે પ્રમાણે છે : પાવતી નદવી, सर्वदुष्ट निवारिणी मंथिनी सर्व शत्रूणां प्रसन्ना भव भारती ।।१।। જીવનમાં અનેકવિધ ઉપાધિઓ આવે છે ત્યારે મનુષ્ય અત્યંત આકુળવ્યાકુળ બનીને ધર્મ કે વ્યવહારજીવનમાં સ્થિર રહી શકતો નથી, ત્યારે ઉપાધિઓથી મુકત થવા માટે પદ્માવતીનું સ્મરણ અમોઘ શસ્ત્ર સમાન છે. આ રચનાને 'પદ્માવતી-કવચ'થી ઓળખવામાં આવે છે; પરંતુ હકીકતમાં તે 'પદ્માવતી-સ્તોત્ર' છે. અહીં કવિએ પદ્માવતીનું વર્ણન કર્યું નથી, પણ તેનો પ્રભાવ દર્શાવ્યો છે. જેમ કવચથી શરીરનું રક્ષણ થાય છે, તેમ પદ્માવતી સ્તોત્રના નિત્ય સ્મરણ-પઠન-શ્રવણથી માણસનું સર્વ રીતે રક્ષણ થાય છે. કવિએ ઉપરોકત વિચારો દર્શાવતાં ચોથી ગાથામાં જણાવ્યું છે : पद्यावती महामाया, कवचं सारमद्भुतम् ब्रह्म इन्द्रे पद्य रक्षे पद्यनाभ महत्यपिः ।।४।। કવિએ શરીરનાં અંગો - મુખ, નાસિકા, નાભિ, જાનુ, શિર, જંઘા, પગ વગેરેનું પદ્માવતી દેવી રક્ષણ કરે એમ અન્ય ગાથામાં જણાવ્યું છે. સ્તોત્રની ૧૦મી ગાથામાં ફલશ્રુતિનો કવિ જણાવે છે : त्रिकालं पठते नित्यं, क्रोधलोभ विवर्जितः सर्वसिद्धिमवाप्नोति, लभतेम्युध्यपद्य ।।१०।। (નવસ્મરણાદિ સ્તોત્રસંગ્રહ, પૃ. ૧૮૩.) પદ્માવતી-કવચની રચના સરળ સંસ્કૃત ભાષામાં થયેલી છે. કવિએ પદ્મનો ઉલ્લેખ કરીને શાશ્વતપદ મળે એવી અભિલાષા પ્રગટ કરી છે. પદ્માવતીદેવી સમકિતધારી હોવાથી તેની ઉપાસના પણ આપણને અંતે તો સમકિત આપીને ભવભ્રમણામાંથી મુકત થવાનો રાજમાર્ગ દર્શાવે છે એવી અહીં અભિવ્યકિત સધાઈ છે. છંદરચના : મધ્યકાલીન કાવ્યપ્રકારો વૈવિધ્યપૂર્ણ છે. કેટલાંક જૈન અને જૈનેતર કાવ્યો 'છંદ' સ્વરૂપે રચાયાં છે. છંદ એટલે અક્ષર અને માત્રાના નિયમથી રચાયેલી કવિતા. છંદ માટે વત્ત શબ્દ પણ પ્રચલિત છે. એક જ છંદમાં દેવની સ્તુતિ કરવામાં આવે એવી સ્તોત્રરચના એવો અર્થ "છંદ” માટે જાણીતો છે. તેમ છતાં, ભિન્ન ભિન્ન છંદોના સમુચ્ચયથી પણ કાવ્યરચના થયેલી છે. બંને પ્રકારની રચનાઓ સાહિત્યમાં ઉપલબ્ધ છે. રાજસભામાં ભાટચારણો રાજાની બિરાદાવલી બોલે છે તેને પણ "છંદ” કહેવામાં આવે છે. ચર્ચરી, રેણકી, ચારણી આદિ છંદમાં આવી બિરદાવલી ગાવામાં આવતી હતી. એક જ છંદમાં લખાયેલી રચનામાં ભગવાન કે દેવીની સ્તુતિ કરીને એમનો મહિમા પ્રગટ કરવામાં આવે છે તે છંદ'નો અહી સંદર્ભ છે. છંદયુકત રચનાથી ભાષામાં લાલિત્ય આવે છે. આ સમયના જાણીતા છંદ રણમલછંદ, મયણછંદ, કીર્તિમેર રંગરત્નાકર નેમિનાથ છંદ, મુનિ લાવણ્યસમય - ભારતી ભગવતી છંદ, કવિ સંઘવિજય - રાવ જેતસીર છંદ-- આ પ્રકારના મળી આવે છે. રામાયણ અને મહાભારતમાં જેમ અનુરુપ છંદ પ્રસિદ્ધ છે, તેવી રીતે લોકભાષામાં ઉપરોકત છંદ સ્થાન ધરાવે છે. પિંગળનો ગ્રંથ છંદના અલૌકિક નમૂના રૂપ છે. જૈનસાહિત્યમાં એક જ છંદમાં કેટલીક રચનાઓ થયેલી છે, તે આ પ્રકારની છે. છંદમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દપ્રયોગો નોંધપાત્ર છે. આ છંદરચનાઓ વિકાસ પામીને શુદ્ધ ગુજરાતીમાં પણ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy