SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી થાય કે આરાધનાના પાયામાં વીતરાગ પરની અતૂટ શ્રદ્ધા હોય. પદ્માવતી સ્તોત્ર – (૨) : પદ્માવતી-અષ્ટકની રચનાનો પરિચય કર્યા પછી આ અષ્ટકથી આગળ વધીને ૯ થી ૩૨ સુધીની ગાથાઓ જે પદ્માવતી સ્તોત્રની રચનામાં રહેલી છે. તે હવે જોઈએ. આ સ્તોત્ર નવસ્મરણ સ્તોત્ર સંગ્રહ'માંથી મળી આવે છે. નવમી ગાથામાં કવિએ પદ્માવતી દેવી સંતુષ્ટ થાય - કૃપા મળે એવી અભિલાષા વ્યકત કરી છે : “આ મામ પાતુ સદા પ્રસન્નના પવિતી રેવતા.' વિવિધ સુરભિયુકત પદ્મની પીઠિકા પર પદ્માવતી બેસે છે. દેવીએ પોતાના દિવ્ય હસ્તને લાંબા કર્યા છે. તેણીનો ચહેરો સ્મિતયુકત છે. તેનાં સર્વ અંગો અલૌકિક સૌન્દર્યયુકત અને પુષ્ટ છે. આવી પદ્માવતી દેવીનું અમેં ધ્યાન ધરીએ છીએ. ઉપરોકત વિચારો ૯ થી ૧૨ ગાથામાં પ્રગટ થયા છે. પદ્માવતી દેવી શાસન ઉપરના કોઈ પણ પ્રકારના આક્રમણ સામે પોતાના ભકતોનું રક્ષણ કરે છે. ૧૮મી ગાથામાં પદ્માવતી દેવીની આરાધના સંબંધે કવિ જણાવે છે કે પદ્માવતીની પૂજા ધૂપ, ચંદન અને ઉત્તમ પ્રકારના તાંદુલ, વિવિધ પ્રકારનાં ઉત્તમ ફળો ધરીને, મનના ઉલ્લાસથી કરીએ તો દેવી પ્રસન્ન થાય છે. કવિએ આ પ્રકારની અભિવ્યકિત બાદ પ્રભુ પાસે ભકતો પ્રાર્થના કરીને મનોવાંછિત પૂર્ણ થાય એવી અપેક્ષા રાખે છે તેમ પદ્માવતીદેવી પાસે પણ પ્રાર્થના કરીને મનોવાંછિત પૂર્ણ થવાનો વિચાર દર્શાવ્યો છે. તેમ જ કવિએ પદ્માવતી દેવીની વિશેષતા પરોક્ષ રીતે દર્શાવતાં નીચેનાં વિશેષણોનો પ્રયોગ કર્યો છે : શુદ્રોપદ્રવરોગશોકહરણી, દ્રારિદ્રવિદ્રાવણી, પાતાલાધિપતિપ્રિયાપ્રણયિની, શ્રીમત્પાશ્ર્વજિનેશશાસનસુરી. આ રીતે ૧૯ થી ૨૫ ગાથામાં સંધિ-સમાસયુકત અર્થગંભીર વાણીમાં દેવીનો પરિચય કરાવ્યો છે. પદ્માવતી અરકની નવમી ગાથા આ સ્તોત્રમાં ૨૬મી ગાથા છે જે ફળશ્રુતિનો નિર્દેશ કરે છે. ગાથા ૨૭ અને ૨૮માં કવિએ પદ્મ શબ્દનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને લલિતકોમલ અભિવ્યકિત દ્વારા કવિત્વશકિતનો અદૂભુત પરિચય કરાવ્યો છે : “ માત પતિ પHRITI વિરે પક્ષે પ્રસુતાનને પક્ષે પH-Mયથિતે પરિવતન પITH पद्मामोहिनि पद्य-पद्मवरदे, पर्दे प्रसूतार्थिने पद्मोल्लासित पद्मनाभिनिलये पद्यालये पाहि माम् ।' કવિએ ૨૯મી ગાથામાં સરળ સંસ્કૃત શબ્દપ્રયોગો દ્વારા પદ્માવતી સ્તોત્રનાં પાઠસ્મરણ અને શ્રવણથી વિજયી તેમ જ વ્યાધિમુકત થવાય એમ દર્શાવ્યું છે. વિવિધ પ્રકારનાં પૂજન ભણાવાય છે ત્યારે છેવટે આવી અભિવ્યકિત થયેલી જોવા મળે છે. કવિના શબ્દો છે : आहवानं नैव जानामि न जानामि विसर्जनम् । पूजार्चानव जानामि त्वंगतिः परमेश्वरी ॥३०।। अपराध सहस्राणि क्रियते नित्यशोमया । तत् सर्व क्षमतां देवि, प्रसीद परमेश्वरी ॥३१।। આમ, આ પદ્માવતી સ્તોત્રમાં દેવી પદ્માવતીનાં અંગોપાંગોનું વર્ણન, દેવીનો પ્રભાવ, ઉપાસનાવિધિ અને ફળશ્રુતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સ્તોત્રના રચયિતાનો કોઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. આ સ્તોત્રના શ્લોકો પદ્માવતીપૂજનમાં વિશેષ ઉપયોગમાં લેવાય છે. પદ્માવતીદેવીનો સાચો પરિચય તો પદ્માવતી મહાપૂજન અક્ષરશઃ એકચિત્તે ભાવપૂર્વક સ્મરણ કરીએ તો જ થાય. કવિનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ અને રચનાની વિશેષતા આ સ્તોત્ર પરથી જાણી શકાય છે. (જુઓ નવસ્મરાદિ સ્તોત્ર સંગ્રહ, પૃષ્ઠ-૧૭૧; પ્રકાશક : જશવંતલાલ ગિરધરલાલ શાહ, જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy