SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] त्वम् । आँ इँ ॐ पद्महस्ते कुरु कुरु घटने रक्ष माँ देवि पद्मे ! ગાથા ૬ ની પંકિત ૩: કાઁા હૂઁદા દરન્તિ દાદા દુકાર મીમવનારે । માં જૂનો પ્રાસ વિશિષ્ટ પ્રકારની ગંભીર મંત્રનાદની અનુભૂતિ કરાવે છે અને પદ્માવતી દેવીનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય તેવી હૃદયસ્પર્શી રજૂઆત થઈ છે. ગાથા ૮ ની પંકિત ૪ : શ્રાઁ શ્રી બ્રૂ શ્રી મત્તિ માનગમને રક્ષ માં ટેવિ પદ્મ । [ ૨૭૭ આમ, ઉપરોકત પંકિતઓ મંત્રશાસ્ત્રના વિવિધ અર્થપૂર્ણ નાદવૈભવયુકત અને પ્રભાવક વર્ણોનો પરિચય કરાવે છે. કવિની વિશેષતા એ છે કે આવા મંત્રાક્ષરોને સ્રગ્ધરા છંદના લયમાં ગૂંથી લીધા છે. લલિત કોમલ પદાવલી સંધિ-સમાસયુકત હોવા છતાં મંત્રોની દુનિયાનો ક્ષણભર અનુભવ કરાવીને પરમ શકિતનો ભેદ પામવા માટે ઉત્સુક કરે છે. વર્ણાનુપ્રાસ અને અન્ત્યાનુપ્રાસની રચનાથી સમગ્ર સ્તોત્ર અનુપમ કાવ્યમય બની રહે છે. માત્ર આ એક જ ગાથા એવી ચમત્કારપૂર્ણ છે કે તેની સાધના મન, વચન અને કાયાના વિશુદ્ધ યોગથી કરવામાં આવે તો દેવીની દૈવીશકિતનો પરચો મળી રહે છે, તો સમગ્ર સ્તોત્રનો પાઠ કેટલો લાભ આપે તેની તો કલ્પના જ કરવી રહી. સ્તોત્રમાં યેનકેનપ્રકારેણ ફળશ્રુતિ આવે છે. નવમી ગાથા ફળશ્રુતિના નમૂનારૂપે જોઈએ તો दिव्यं स्तोत्रं पवित्रं पटुतरपठतां भक्तिपूर्व त्रिसन्ध्यम्, लक्ष्मी सौभाग्यरूपं दलितकलिमलं मंगलं मंगलानाम् । पूज्यं कल्याणमान्यं जनयति सततं पार्श्वनाथ प्रसादात् देवी पद्मावती नः प्रहसितवदना या स्तुता दानवेन्द्रैः ||९|| પત્ની, પુત્ર અને લક્ષ્મી-- આ પ્રકારની માગણી માટે સર્વસામાન્ય લોકો દેવીની ઉપાસના કરે છે; પણ આ તો ઘોર અજ્ઞાનતા છે. ઉપરોકત ત્રણમાંથી એક વસ્તુ જો ભવભ્રમણા વધારનારી હોય, તો ત્રણનો સમન્વય થવાથી આત્મા કયાં જાય ? એ કલ્પના કરવા જેવી છે ! છતાં આવી સાધના કરનારો આત્મા કોઈકવાર જ્ઞાનનો પ્રકાશ કે દષ્ટિ જાગૃત થતાં પશ્ચાત્તાપ કરીને ભવોભવ પ્રભુની સેવા અને બોધિબીજ કે સર્વવિરતિ ધર્મની ભાવનાને ચરિતાર્થ કરાવે. 'વીતરાગની ઉપાસના વીતરાગ થવા માટે છે.' એવા લક્ષ્યથી નાનીમોટી તમામ ઉપાસના હોય તો જ સાર્થક થાય. યંત્રસંસ્કૃતિની યંત્રણાથી ત્રસ્ત માનવી મંત્રનો આશરો લઈને શાંતિ પામવા ઇચ્છે છે, ત્યારે આ મંત્રો શાંતિ, તુષ્ટિ અને કલ્યાણકારક બને છે. પદ્માવતી દેવીનો જપ કરવા માટેનો મંત્ર આ મુજબ છે : ॐ औं क्रौं ह्रीँ औं क्लीं हसौं पद्मावत्यै नमः ।' પદ્માવતીજી સમક્ષ મુખ રાખીને નાનુંમોટું તપ કરી, બ્રહ્મચર્યના પાલનપૂર્વક જપ કરવાથી મનોવાંછિત ફળ મળે છે. રોગ, ઉપદ્રવ આદિ પીડા નાશ પામે છે. શ્રદ્ધાહીન અને કુતર્કવાદી લોકો માટે મંત્રશાસ્ત્ર નિરર્થક છે. માટે સમ્યગ્ દર્શન સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધાના પાયા પર મંત્રની શકિતનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. મિથ્યાત્વી દેવોની પૂજા, પીરની દરગાહની મુલાકાત અને અન્ય દર્શનીઓની મિથ્યા ઉપાસનાને પરિણામે પદ્માવતી મંત્ર કે જૈનધર્મનો કોઈ પણ મંત્ર લાભદાયક બનતો નથી. મહાન પુણ્યના ઉદયથી નવકાર મંત્ર કે જૈન ધર્મનાં અન્ય મંત્રો મળ્યા હોય પછી બીજા કોઈ મંત્રને જીવનમાં સ્થાન હોય જ નહિ. ‘અવિત્ત્વમણિમંત્રોષષિનાં પ્રમાવ' ની અનુભૂતિ ત્યારે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy