SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીદેવીનાં સ્તોત્રયુકત ૧૦૮ નામો જ સંકલનકર્તા : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી પ્રાચીન તાડપત્રીય ગ્રંથોમાં ઘણા રહસ્યો છુપાયેલાં છે. એક કન્નડ પ્રત અને બીજી પાટણના જ્ઞાનભંડારની એક પ્રતના આધારે શ્રી પદ્માવતીજીનાં અષ્ટોત્તરશત નામસ્તોત્રનું પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીએ સુંદર સંકલન કરીને અત્રે પ્રસ્તુત કર્યું છે. એમાં કેટલાંક નામોના અર્થ સુપેરે સમજાવ્યા છે. છૂટાં નામ અને મૂળ સ્તોત્ર અધિકાર પ્રમાણે ઉપયોગી થશે. નિત્ય સ્તોત્રપાઠથી માનસયાત્રારૂપે ભગવતીજીની અવશ્ય આરાધના થવા પામે છે. -- સંપાદક જેમ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ છે, તે રીતે શ્રી પદ્માવતીદેવીનાં પણ પ્રભાવયુકત ૧૦૮ નામો છે, જે એક સંસ્કૃત સ્તોત્રના આધારે રજૂ કરેલ છે. આ સ્તોત્ર મુડબિદ્રીના ભંડારની કન્નડ પ્રત અને પાટણના ભંડારની પ્રતને આધારે લેવાયેલ છે. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ જેવા વિદ્વાનનું મંતવ્ય છે કે , “ૐ નમોન્નેકાન્ત - દુર્વારમત - સદ્ધશમાનવે, જિનાય સકલાભીરદાયિને કામધેનવે નવા (અનામગર્ભ પ્રાર્થના) આ સ્તોત્ર દિગંબર સંપ્રદાયમાં જ નહિ, પરંતુ શ્વેતામ્બર સંપ્રદાયમાં પણ પ્રચાર પામ્યું હતું એ નિશ્ચિત છે.' આ સ્તોત્રમાં પદ્માવતીદેવીનાં ૧૦૮ નામ પૈકી જે નામો સરળ છે તેનો અર્થ આપ્યો નથી. કેટલાંક નામો અન્ય દેવીઓને પણ સંબોધાય છે; પરંતુ અમુક નામો ગુણનિષ્પન્ન છે તેનો અર્થ સાથે સાથે આપવામાં આવ્યો છે. ૧. મહાદેવી; ૨. કલ્યાણી; ૩. ભુવનેશ્વરી; ૪. ચંડી; ૫. કાત્યાયની; ૬. ગૌરી; ૭. જિનધર્મપરાયણી - જૈનધર્મમાં પરાયણ કે તત્પર દેવી; ૮, પંચબ્રહ્મપદારાધ્યા - પાંચ બ્રહ્મપદ (નમસ્કારમંત્રનાં પાંચ પદો) વડે આરાધ્ય; ૯. પંચમંત્રોપદેશિની - પાંચ મંત્રોનો ઉપદેશ કરનારી અથવા હૈ, હૈ, હૈં, , છૂઃ - એ પાંચ બીજમંત્રો વડે પ્રત્યક્ષ થનારી દેવી; ૧૦. પંચવ્રતગુણોપેતા - પાંચ વ્રતોના ગુણવાળી; ૧૧. પંચકલ્યાણકદર્શિની - તીર્થકરોનાં પાંચ કલ્યાણકોને દર્શાવનારી; ૧૨. શ્રી; ૧૩. તોતલા; ૧૪. નિત્યા; ૧૫. ત્રિપુરા; ૧૬. કામ્યસાધિની; ૧૭. મદોન્માલિની; ૧૮. વિદ્યા; ૧૯. મહાલક્ષ્મી; ૨૦. સરસ્વતી; ૨૧. સારસ્વતગણાધીશા - સરસ્વતીને પૂજનારા સારસ્વત, એટલે વિદ્વાનોના સમૂહની અધિષ્ઠાયિકા; ૨૨. સર્વશાસ્ત્રોપદેશિની; ૨૩. સર્વેશ્વરી; ૨૪. મહાદુર્ગા, ૨૫. ત્રિનેત્રી; ર૬, ફણિશેખરી - જેના મસ્તકે સર્પની ફણા છે તેવી દેવી; ૨૭. જટાબાલેન્દુમુકુટા - જેની જટામાં બીજનો ચંદ્ર (બાલેન્દુ) રહેલો છે એવી દેવી; ૨૮. કુફ્ફટોરગવાહિની - કુટ જાતિના સર્પનું વાહન કરનારી; ૨૯. ચતુર્મુખી; ૩૦. મહાયશા; ૩૧. ધનદેવી; ૩૨. ગૃહેશ્વરી; ૩૩. નાગરાજમહાપત્ની; ૩૪. નાગિની; ૩૫. નાગદેવતા; ૩૬. સિદ્ધાંતસંપન્ના - સિદ્ધાંતથી યુકત શાસ્ત્રોની મર્મજ્ઞા; ૩૭. દ્વાદશાંગપરાયણી - જૈનધર્મનાં મૂળભૂત બાર અંગશાસ્ત્રોમાં પર ચતુર્દશ મહાવિદ્યા; ૩૯. અવધિજ્ઞાનલોચના; ૪૦. વાસન્તી; ૪૧. વનદેવી; ૪૨. વનમાલા; ૪૩. મહેશ્વરી; ૪૪. મહાઘોરા; ૪૫. મહારુદ્રા; ૪૬. વીતભીતા; ૪૭. અભયંકરી; ૪૮. કંકાલી; ૪૯. કાળરાત્રિ; ૫૦. ગંગા; ૫૧. ગાન્ધર્વનાયિકા - ગાંધર્વોની નાયિકા; પર, સમ્યગ્દર્શનસંપન્ના; ૫૩, સમ્યજ્ઞાનપરાયણા; ૫૪. સમ્યક ચારિત્રસંપન્ના; ૫૫. નરોપકારિણી - માનવો પર ઉપકાર કરનારી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy