SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા કર્યો હતો. ભારતમાં શ્રી પાર્શ્વનાથજીનાં તીર્થસ્વરૂપ ભવ્ય જિનમંદિરો અનેક છે. તેમાં અનેક મંદિરોમાં બહુલતાએ મૂળનાયક રૂપે શ્રી પાર્શ્વનાથજીને સ્થાપિત-પ્રતિષ્ઠિત કરવામાં આવેલા છે. તેમની પૂર્વકાલીન મૂર્તિઓ ઈ.સ. પૂર્વે ૧ લી સદીથી મળતી રહી છે. ૨૩ લાખ પ્રયત્ન કરો, સિલકમાં પુણ્ય ન હોય તો ઉદયમાં ન આવે પણ પુરુષાર્થથી ગુણનો ઉદય સંભવે જ. પ્રાણિત દેવલોકમાં પ્રભુ પાર્શ્વનાથના જીવે મહેનત અને પુરુષાર્થ આદર્યાં, આદેયનામકર્મ જોરદાર બનાવ્યું. એના કારણે જતેમની પ્રતિમાઓ સ્થળે સ્થળે વિરાજેછે. શ્રી પાર્શ્વપ્રભુનાંવિદ્યમાન ૧૦૮ તીર્થો છે એવી એક પ્રચલિત માન્યતાને આધારે આ નામો સંકલિત કરવાનો પ્રથમ પ્રયાસ વિ.સં. ૧૬૬૮માં તપાગચ્છીય શ્રી શાંતિકુશલજીના શિષ્ય શ્રી વિનયકુશલજીએ શ્રી ગોડી પાર્શ્વસ્તવનમાં કરેલ છે. તે પછી બીજો પ્રયત્ન વિ.સં. ૧૮૮૧ માં શ્રીગૌતમ વિજયજીના શિષ્ય શ્રી ખુશાલવિજયજીએ કરેલો અને ત્રીજો પ્રયત્ન કવિરાજશ્રી ધીરવિમલજીના શિષ્ય શ્રી નવિમલજીએ કરેલો. ત્યાર પછી શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પણ આવી એક નોંધ તૈયાર કરેલી. છેલ્લે હમણાં જ પૂ. પન્યાસશ્રી જગવલ્લભવિજયજી મ.સા. તરફથી પણ ભારે મોટા પુરુષાર્થ દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પુસ્તક બે ભાગમાં પ્રગટ થયેલ છે. આ સુંદર પ્રકાશન જોઈ જવા જેવું છે. મંત્રોમાં પણ ચિંતામણિમંત્ર આદિમાં શ્રી પાર્શ્વનાથજીને પ્રધાન સ્થાન આપેલું છે અને એમ કહેવાય છે કે તેમનાં અધિષ્ઠાયક દેવદેવી ધરણેન્દ્ર-પદ્માવતી સાક્ષાત્ હાજરાહજૂર છે, જેની કૃપાથી શાંતિ અને તુષ્ટિ થાય છે, જેની સહાયથી શત્રુઓનું સ્થંભન થાય છે. આ યોગી પુરુષનો સમય ઈ.સ. પૂર્વે ૮૨૦થી ૭૨૦ નો ગણાય. તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. કલ્પસૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર ચરિત્ર આલેખાયું છે. ભારતભરનાં અનેક જિનાલયોમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાનાં અવશ્ય દર્શન થાય છે. આ તીર્થંકરોએ જ આપણને ધર્મસત્તાનું વાસ્તવિક ભાન કરાવ્યું છે. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ, અનશનાદિ ૧૨ તપો, ક્ષમાદિ ૧૦ યતિધર્મો, સામયિકાદિ પ ચરિત્રો, ૨૨ પરિષહજય આદિ સંવર - નિર્જરાતત્ત્વ આદિનું ભાન કરાવનારા આ તીર્થંકરો જ ઋષભદેવથી લઈને, પાર્શ્વ અને નેમિ સાથે, મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થંકરના પ્રસંગો આપણને ઢંઢોળે છે, જાગૃત કરે છે, પ્રેરણા આપે છે. શ્રી પાર્શ્વનાથની માત્ર પ્રભાવકતા અને ઐતિહાસિકતાનો ઉલ્લેખ કરી તેમને ભાવાંજલિ અર્પીએ છીએ. જૈન શાસનમાં સમ્યગ્દષ્ટિ દેવદેવીઓનું પ્રદાન વીતરાગશાસનમાં અધિષ્ઠાયક દેવદેવીઓનું મહત્ત્વ ખૂબ જ નોંધપાત્ર છે. તીર્થંકર દેવોની ઉપસ્થિતિમાં તીર્થસ્થાપના સમયે જ ગણધર ભગવંતોની સ્થાપના તથા અધિષ્ઠાયક દેવ-દેવીઓ સ્વયં હાજર થાય છે, જ્યારે શાસન ગણધર ભગવંતોને સોંપાય છે અને સહાયક-મદદગાર રૂપે ચિંતામણિ રત્ન સમાન અધિષ્ઠાયક દેવદેવીઓ અખંડપણે પ્રભુશાસનની સુંદર સેવા બજાવે છે. આવશ્યક સૂત્રોમાં પણ અધિષ્ઠાયક દેવદેવીઓના જે સંદર્ભો સાંપડે છે તે સંબંધમાં પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.સા.નો આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલો એક લેખ વાંચી જવા જેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy