SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તીર્થની સ્થાપનામાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે, ત્યારે આ દેવીદેવતાઓ ચોથા ગુણઠાણે હોવાથી સમ્યદ્રષ્ટા શ્રાવકની વ્યાખ્યામાં આવતાં હોવાથી તે તીર્થસ્વરૂપ પણ છે. તીર્થકર ભગવાન વિચરતા હતા ત્યારે ગણધરો, આચાર્યો અને ચૌદ પૂર્વધરો ઘણા જ સમર્થ અને શક્તિમાન હતા. ત્યારે તેમને દેવદેવીઓની સહાયતા લેવી પડતી ન હતી, પરંતુ શ્રી શાસન દેવદેવીઓ સ્વયં સેવાભક્તિથી પરમાત્માના પરમ તારક સાન્નિધ્યમાં રહેતાં હતાં. પ્રભુના વિરહકાળમાં કેવળજ્ઞાન વિચ્છેદ ગયા પછી આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વધરને કોઈક વેળા શંકા ઉપસ્થિત થાય ત્યારે એક મૂંડા હાથી પ્રમાણનું શરીર બનાવી પોતાની લબ્ધિથી મહાવિદેહમાં મોકલાવી શ્રી સીમંધર સ્વામીજી ભગવાનને પૂછીને સંશયો આદિનું સમાધાન મેળવતા હતા. પરંતુ ચૌદ પૂર્વધરો પણ વિચ્છેદ ગયા પછી તો મહાન આચાર્યોને પણ મૂંઝવતા પ્રશ્નો માટે તો શ્રી ચકેશ્વરી – પદ્માવતી આદિ શાસનદેવીઓની સેવા લેવી અનિવાર્ય બની. એ મહાદેવીઓએ જ એક માત્ર શાસનસેવા માટે જ આચાર્ય ભગવંતોને મહાવિદેહનો વ્યવહાર પૂરો પાડ્યો, જે અન્ય કોઈથી ક્યારેય બની શક્યો હોય એવું જાણમાં નથી. પૂર્વકાળમાં વિસ્સગ્ગહર સ્તોત્રની રચના થયેલી છે તે મહાપ્રભાવક સ્તોત્રમાં મહાદેવી શ્રી પદ્માવતીજી માતાજીની અને ધરણેન્દ્રદેવની સ્તુતિગાથાઓ ખૂબ જ શ્રેષ્ઠ ઉપમા યોગ્ય પ્રતીત થાય છે, જે અવધિજ્ઞાનના લોચનવાળી છે, જે ચૌદ મહાવિદ્યાઓની અધિષ્ઠાત્રિ છે. જે મહાશક્તિ સ્વરૂપા છે, જે સૌભાગ્યની વૃદ્ધિ કરનારી છે, જે ઉજ્વલ યશનો વિસ્તાર કરનારી છે અને ઉત્તમ વરદાનને આપનારી છે અને જેમની શોભા અને સૌંદર્યનું વર્ણન કરતાં સ્તુતિકારો પણ થાકતા નથી તે મહાદેવી પદ્માવતીજીને વારંવાર ભાવભરી વંદના કરીએ છીએ. શ્રી જૈન શાસનમાં આ સમ્યગુદ્રષ્ટિ દેવદેવીઓનું સ્થાન-સ્થાપના ક્યારથી થયું, કોણે કર્યું, શા માટે કર્યું – તે સંબંધમાં પ.પૂ.આ. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન પ્રભાવક આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજે એક પુસ્તિકામાં નોંધ્યું છે : “આ અવસર્પિણીમાં અનન્તાનન્ત પરમ ઉપકારક, પરમ તારક, પ્રથમ તીર્થંકર પરમાત્મા દેવાધિદેવ શ્રી ઋષભદેવસ્વામીજીએ દીક્ષા અંગીકાર કર્યા પછી એક હજાર (૧૦OO) વર્ષે તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું. તે સમયે શ્રી સૌધર્મ આદિ ચોસઠ (૬૪) ઇન્દ્ર અને ચારે નિકાયના કરોડો દેવતાઓએ દેવાધિદેવની અનન્ત મહાતારક સેવામાં ઉપસ્થિત થઈને સમવસરણની રચના કરી. દેવાધિદેવશ્રીએ સમવસરણમાં વિરાજમાન થઈને ધર્મદેશના આપી. ધર્મદેશના પૂર્ણ થતાં દેવાધિદેવશ્રીએ, શ્રી ઋષભસેના પ્રમુખ રાજુકમારોને દીક્ષા આપીને ‘ઉપનેઈ વા, વિગમેઈ વા અને ધુવેઈ વા' રૂપ ત્રિપદીની વાચના આપી. ત્રિપદીના શ્રવણમાત્રથી દ્વાદશાંગીની રચના કરી. બારમા અંગના પાંચ ભાગ, તેમાંના એક વિભાગ રૂપે ૧૪ પૂર્વો હોય છે. તેમાંના દસમાં પૂર્વનું નામ “વિદ્યાપ્રવાદ પૂર્વ' છે, તેનું પ્રમાણ મહાવિદેહક્ષેત્રીય એક હજાર ને ત્રેવીસ (૧૦૨૩) હસ્તિપ્રમાણ મષિ એટલે શાહીના ઢગલાથી જેટલા ગ્રંથો લખી શકાય તેટલું વિશાળ છે. તે વિદ્યાપ્રવાદ પૂર્વમાં પરમ આશ્ચર્યકારી “શ્રી વર્ધમાન વિદ્યા' આદિ વિશ્વભરની શ્રેષ્ઠમહાવિદ્યાઓ તેમ જ મહાશ્ચર્યમુગ્ધ મહામંત્રો અને સૂરિમંત્રપ્રમુખ મહાચમત્કારી સર્વસ્વ મહામંત્રોનું, તેના અધિષ્ઠાતાઓનું, મહાપ્રભાવક સમદ્રષ્ટિ દેવદેવીઓનું અને તેમનાં કર્તવ્યોનું અતિવિશદપણે સંપૂર્ણ વર્ણન હોય છે. એ ઉપરથી એટલું તો સોએ સો ટકા સિદ્ધ થાય છે કે શ્રી જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy