SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી તેત્રાગમ તથા જૈન ધર્મમાં ભગવતી પદ્માવતી - શ્રી સદાનન્દ ત્રિપાઠી સાધનાની આત્યંતર પર્ષદામાં તંત્રશાસ્ત્રની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મુકાયો છે. પદ્માવતી” શબ્દની વ્યુત્પત્તિ સાથે જ 'ઉપાસના” શબ્દ સંકળાયેલો છે. એનો અત્રે પ્રકાશિત ગ્રંથો દ્વારા તલસ્પર્શી પરિચય કરાવ્યો છે. સંશોધનકાર્યમાં રત રહેતા તથા સાહિત્યાચાર્ય તરીકે પંકાયેલા વિદ્વાન શ્રી સદાનન્દ ત્રિપાઠીજી દ્વારા અહીં નિગમ-આગમ તંત્રની વ્યાખ્યા-પરિચય અને ભગવતી પદ્માવતીના સ્વરૂપનું (પ્રશસ્ય દર્શન પ્રાપ્ત થાય છે, એ ભાવકને માર્ગદર્શક બની રહેશે. સંપાદક વૈદિક સાહિત્યમાં ભકિત અર્થે ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રાકૃતિક તત્ત્વોને આધારબિન્દુ બનાવવામાં આવ્યાં છે. તેમાંયે પુરુપદેવતા અને સ્ત્રીદેવતા--ઉભયનું સરખું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. સૂર્ય, ચન્દ્ર, અગ્નિ, વરુણ અને માગણ વગેરે માફક ઉપા, સંધ્યા, રાત્રિ અને સરિતા જેવી અન્ય પ્રારડ દેવીઓને પણ આરાધ્ય દેવીઓ ગણીને ઉકત સાહિત્યમાં તેમની સ્તુતિરૂપ ઋચાઓ, મંત્રો અને શ્લોકો આલેખવામાં આવ્યાં છે. આપણે ત્યાં વેદોને નિગમ' સાહિત્ય ગણવામાં આવે છે. આ વેદોમાં અભિવ્યકત મૂળ ચિંતનનું જ વિવરણ કરી તેના ઉપરથી ક્રિયાકર્મ રજૂ કરનાર શાસ્ત્રોને 'આગમ' સાહિત્ય કહેવાય છે. આગમ-નિગમ બન્ને પ્રકારનાં સાહિત્યના સમન્વયની નીપજ સમાન ઉપાસનાવિધિનું આલેખન કરનારું સાહિત્ય 'તંત્ર' (તાંત્રિક) સાહિત્ય ગણાયું. મનુષ્ય આદિકાળથી પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે, તેથી હજારો વર્ષોથી ચાલી આવતી તેની ઉક્ત પૂજાપરમ્પરાને પરિણામે આગમ અને તાંત્રિક સાહિત્યનું એટલું બધું ખેડાણ થયું છે કે હવે તેનું સર્વગ્રાહી સંકલન આપણી બુદ્ધિશકિતની બહારની વાત થઈ ગઈ છે. શકત્વપાસના-વિધિના મળમાં કોઈ પણ દેવના શકિતતત્ત્વને પીછાણી તેને અનુરૂપ ફળપ્રાપ્તિની મનોકામના કરી, ઉકત દેવને આરાધવાના હોય છે. ઉપાસનાની આ રીતિ કોઈ પણ આસ્તિક અને ધર્માનુરાગી સમ્પ્રદાયમાં સ્વીકાર્ય છે. આગમ સાહિત્યમાં શૈવતંત્ર અને શાકત તંત્રના નામે બે ભિન્ન ભિન્ન તંત્રગ્રંથ પંચાયતન દેવો કરતાં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અથવા એમ કહો કે, આ બે પ્રકારની ઉપાસનાવિધિ વિદ્યમાન છે અને તેની સાથોસાથ બંને ઉપાસનાવિધિના સમન્વયરૂપ શિવશકિતયુકત ઉપાસનાવિધિ પણ પ્રવર્તમાન છે. શાકૃતતંત્ર અન્તર્ગત શકિત'ની અનેકરૂપતાને અભિવ્યકત કરનાર વિભિન્ન તમામ સ્વરૂપોની ઉપાસના કરવાનું વિધાન છે; કારણ કે તેની મુખ્ય ધારણા એવી છે કે, સમુદ્રમાં ધૂધવતાં મોજાં સમુદ્રથી અલગ નથી હોતાં અથવા તો અન્તતોગત્વા. તમામ નદીઓ સમુદ્રમાં જ વિલીન થાય છે, તે છે. આ તેમનું પ્રતિપાદ જ શકિતની બષ્ટિરૂપતા અને સમષ્ટિરૂપતાનું જ્વલંત દષ્ટાંત છે. શકિતની ઉપાસના બાહ્ય તથા આંતરિક બે રીતે કરવાનો તંત્રાગમ ગ્રંથોમાં નિર્દેશ સાંપડે છે. તો તેની સાથોસાથ નામોપાસના વિષયક પણ વિવરણ મળે છે. “ સત વિપ્ર બદધા વત’ અથવા 'પોડદું બંદુસ્થામ' અનુસાર પરમાત્મા એક અને અનન્ય હોવા છતાં લોકકલ્યાણ અર્થે વખતોવખત ભિન્ન ભિન્ન રૂપે અવતાર ધારણ કરતા રહ્યા છે. આ ભિન્ન ભિન્ન અવતારોને લક્ષમાં રાખીને શાસ્ત્રોએ કર્માનુસાર તેમનું નામકરણ કરેલ છે. પ્રભુ તો એક છે, પરતું તેનાં નામ સેકડો નહિ, હજારો નહિ, બલ્ક, અનન્ત છે. તેમાંયે તંત્રભેદ (ઉપાસ્યવિધિ ભેદ)ને પરિણામે જે કંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy